Book Title: Pravachana Ratnakar 03
Author(s): Kanjiswami
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 228
________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૩ થાય છે તે પર નિમિત્તથી થાય છે. નિમિત્તથી થાય છે એટલે કે થાય છે તો પોતાથી પોતામાં, પણ નિમિત્તના લક્ષે થાય છે એમ અર્થ છે. શું કહ્યું? શુભાશુભભાવ-દયા, દાન, વ્રત, ભક્તિ વગેરેના શુભભાવ અને હિંસા, જૂઠ, ચોરી, વિષયવાસના આદિ અશુભભાવ-તે સર્વ પર્યાયમાં થતા ચૈતન્યના સ્વભાવ પરિણામ નથી. તેઓ કર્મના નિમિત્તથી ઉત્પન્ન થયેલા છે અને ચૈતન્ય જેવા દેખાય છે. ચૈતન્યમય તો નથી, પણ જાણે ચૈતન્ય કેમ ન હોય એવા દેખાય છે. તોપણ તે ચિદ્ધિકારો ચૈતન્યની સર્વ અવસ્થાઓમાં વ્યાપક નહિ હોવાથી ચૈતન્યશૂન્ય છે, જડ છે. શું કહ્યું? ભગવાન આત્મા અનાદિ-અનંત ત્રિકાળ છે, તેની અનાદિ-અનંત સર્વ અવસ્થાઓમાં એ વિકારો રહેતા નથી. અનાદિ-અનંત જે સ્વભાવ છે એની પર્યાયમાં અનાદિ-અનંત વિકાર રહેતો નથી. આ પુણ્ય-પાપ, શુભાશુભભાવ અને ગુણસ્થાન આદિ ભેદના ભાવ ચૈતન્યની પ્રત્યેક અવસ્થામાં વ્યાપક નથી, માટે એ વિકારો ચૈતન્યથી શૂન્ય છે એટલે કે જડ છે. તેથી તેઓ કર્મપૂર્વક થતા હોવાથી તેઓને પુદ્ગલમાં નાખ્યા છે. ભાઈ ! સૌ પ્રથમ સમ્યગ્દર્શન અને તેનો વિષય શું છે તે સમજવાની જરૂર છે, બાકી બધું તો થોથેથોથાં છે. સમ્યગ્દર્શન એ ધર્મનું પ્રથમ સોપાન છે. અને એનો વિષય ત્રિકાળી શુદ્ધ અભેદ ચૈતન્યસ્વભાવી વસ્તુ છે. શુદ્ધદ્રવ્યાર્થિકનયનો વિષય કહો કે સમ્યગ્દર્શનનો, બન્નેનો વિષય ત્રિકાળી શદ્ધ ચૈતન્યમય ભગવાન આત્મા છે. અને સમ્યગ્દર્શન-જ્ઞાન આદિ પરિણામ હોવાથી જીવ છે. જ્યારે રાગાદિ અને ગુણસ્થાન આદિ ભેદના ભાવો સ્વભાવપૂર્વક નહિ હોવાથી તથા નિમિત્ત પુદ્ગલકર્મના વિપાકપૂર્વક હોવાથી સદાય અચેતનપણે પુદ્ગલ જ છે. આવી વાત છે. જે કોઈ દયા, દાન, વ્રત, ભક્તિ આદિના ભાવથી ધર્મ થવો માને છે તે મૂઢ મિથ્યાષ્ટિ છેતેને જૈનધર્મની ખબર નથી. તેને ખબર નથી એટલે કાંઈ બંધભાવથી અબંધ થઈ જાય ? અસત્ય, સત્ય થઈ જાય? ન થાય, ભાઈ ! એ સંસારમાં રખડવાની માન્યતા છે. જાઓને! પંડિત જયચંદજીએ કેવો ખુલાસો કર્યો છે! ભાઈ ! જડ પુદ્ગલમય ભાવોથી જીવનેચૈતન્યને કેમ લાભ થાય? (કદીય ન થાય.) દયા, દાન, વ્રત, ભક્તિ આદિના ભાવ પુણ્યભાવ છે, અને વેપાર-ધંધાના, સ્ત્રી-પુત્રપરિવાર સાચવવાના તથા હિંસાદિના ભાવ છે તે એકલા પાપભાવ છે. આ પુણ્ય-પાપના ભાવ છે તો જીવની અવસ્થામાં થયેલા વિકારી પરિણામ, પણ તેઓ ચૈતન્યસ્વભાવથી શૂન્ય છે માટે જડ-અચેતન છે અને પુદ્ગલકર્મપૂર્વક થતા હોવાથી પુદ્ગલ જ છે એમ કહ્યું છે. આ યુક્તિ થઈ. હવે કહે છે આગમમાં પણ તેમને અચેતન કહ્યા છે. શુદ્ધ દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિથી આગમમાં પણ તેમને અચેતન કહ્યા છે. તેમ જ ભેદજ્ઞાનીઓ પણ તેમને ચૈતન્યથી ભિન્નપણે અનુભવે છે. આમ ત્રણ વાત થઈ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264