Book Title: Pravachana Ratnakar 03
Author(s): Kanjiswami
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 250
________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૩ ભાવનું ફળ જે નરક-તિર્યંચ આવ્યું એ પણ પુદ્ગલમય છે. આમ રાગાદિ ભાવોમાં સર્વત્ર પુદ્ગલ જ નાચી રહ્યું છે. આત્મા તો જેવો છે તેવો સદાય જ્ઞાયકપણે છે. પ્રવચનસારની ગાથા ૨૦૦ની ટીકામાં પણ છે કે અનાદિનો જીવ જ્ઞાયક જ રહ્યો છે. આ રાગાદિ ભાવોમાં એ જ્ઞાયક નાચતો નથી પણ પુદગલ જ નાચે છે. આ પુણ્ય-પાપના ભાવ અને એનાં ચારગતિરૂપ ફળ તથા શરીર, મન, વાણી, ઇન્દ્રિય ઇત્યાદિનો સંયોગ-એ બધામાં ‘પુન: વનતિ' પુદ્ગલ જ નાચે છે. પ્રશ્ન- રાગની પરિણતિ તો જીવની છે ને? ઉત્તર:- રાગની પરિણતિ જીવની એક સમયની પર્યાયમાં છે તેથી તેને વ્યવહારથી જીવની કહી છે, તો પણ નિશ્ચયથી તે ચૈતન્યસ્વભાવમય નથી. રાગાદિમાં ચૈતન્ય પ્રસરતું નથી માટે તે અચેતન પુદ્ગલમય છે. ભાઈ ! જે ભાવથી તીર્થકરગોત્ર બંધાય તે ભાવ પણ અચેતનપુદ્ગલ છે કેમકે તે ચૈતન્યની જાતિનો નથી. જુઓને, આમાં શું લખ્યું છે? કે અનાદિકાળના મોટા અવિવેકના નાટકમાં વર્ણાદિમાન પુદ્ગલ જ નાચે છે. જેમ નાટકમાં પડદા પડે તેમ પુણ્ય-પાપના ફળરૂપે સ્વર્ગમાંથી પશુમાં જવું અને પશુમાંથી નરકમાં જવું-એમ ચારગતિમાં પરિભ્રમણ કરવું એ બધા અનેકરૂપ પડદામાં પુગલના જ ઠાઠ છે, એમાં શુદ્ધચૈતન્યમય જીવ છે જ નહિ. એ તો શુદ્ધ ચૈતન્યપણે ત્રિકાળ જ્ઞાયકપણે જ રહે છે, કદીય શુભાશુભભાવપણે થતો જ નથી. છઠ્ઠી ગાથાની ટીકામાં પણ આવે છે કે ભગવાન આત્મા શુભાશુભભાવના સ્વભાવે કદીય થયો નથી. જો તે રૂપે થાય તો જડ થઈ જાય કેમકે શુભાશુભભાવ તો જડસ્વભાવી છે. તેથી કહે છે કે પુણ્ય-પાપના ભાવપણે અને તેના ફળપણે પુદ્ગલ જ નાચી રહ્યું છે. ગજબ વાત છે! હવે આગળ કહે છે “ન કન્ય:' અન્ય કોઈ નહિ. અભેદજ્ઞાનમાં પુદ્ગલ જ અનેક પ્રકારનું દેખાય છે, જીવ તો અનેક પ્રકારનો છે નહિ. ભગવાન આત્મા તો શુદ્ધ બુદ્ધ એકસ્વભાવી અભેદસ્વભાવી ચૈતન્યમય છે. અહાહા ! સદાય પવિત્ર ચૈતન્યસ્વભાવમય એકરૂપ વસ્તુમાં અનેકપણું નથી. એટલે કે શુભાશુભભાવ અને તેના ફળરૂપ સંયોગનું અનેકપણું આત્મામાં નથી. કહે છે કે રાજા થાય, રંક થાય, નારકી થાય, દેવ થાય, તિર્યંચ થાય, કીડી, કબુતર કે કાગડો થાય-એ અનેકાણામાં પુદ્ગલનો નાચ છે. એમાં સદાય એકરૂપ ચૈતન્ય કયાં પ્રસયો છે ? સત્ય સમજવું હોય અને આ વાત કર્યું છે. એમાં વાદવિવાદથી કાઈ પાર પડે એમ નથી. પ્રશ્ન- અહીં પુણ્ય-પાપ આદિ ભાવો પુદ્ગલથી થયા છે એમ કહ્યું છે; તોપણ નિમિત્તથી થયા નથી એમ આપ કેમ કહો છો? Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264