Book Title: Pravachana Ratnakar 03
Author(s): Kanjiswami
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 244
________________ ૨૩૨ ] Version 001,a: remember to check h††p://www.AtmaDharma.com for updates [ પ્રવચન રત્નાકર ભાગ-૩ પ્રશ્ન:- પરંતુ હમણાં તે કેમ જણાતો નથી ? ઉત્ત૨:- તેને જાણવા માટે જેટલી ગરજ જોઈએ તેટલી ગરજ કયાં છે? જે ઉપયોગથી તે પકડાય તે ઉપયોગ કયાં પ્રગટ કરે છે? સ્થૂળ ઉપયોગથી આત્મા પકડાતો નથી પણ સૂક્ષ્મ ઉપયોગથી તે પકડાય છે. અજ્ઞાની ઉપયોગને સૂક્ષ્મ કરતો નથી તેને આત્મા જણાતો નથી. ન્યાયથી વાત છે ને! જ્ઞાયક તરફ ઢળેલી મતિ-શ્રુતજ્ઞાનની પર્યાય તે સૂક્ષ્મઉપયોગ છે. એ સૂક્ષ્મ-ઉપયોગ વડે જ જ્ઞાયક આત્મા પકડાય છે. અરે! કેટલાક તો વ્રત-તપ કરવામાં અટકયા છે, તો વળી કેટલાક દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિમાં કલ્યાણ છે એમ માની અટકયા છે. બન્નેય એક જાતના મિથ્યાત્વમાં અટકેલા છે. તેને કહે છે કે ભાઈ ! વર્તમાન જ્ઞાનપર્યાય, તેને જ્ઞાયક ભણી વાળી દે તો તને આત્મા અવશ્ય જણાશે. લક્ષણ છે અહાહા ! ત્રિલોકીનાથ તીર્થંકરદેવનો આ હુકમ છે કે તારું ચૈતન્યલક્ષણ તો તને પ્રગટ છે. પ્રભુ! જો બિલકુલ લક્ષણ પ્રગટ જ ન હોય તો લક્ષ્યને પકડવું મુશ્કેલ પડે. પરંતુ એમ તો નથી. ચૈતન્યલક્ષણ તો વર્તમાન પ્રગટ જ છે. માટે પ્રગટ જ્ઞાનલક્ષણ વડે લક્ષ્ય એવા શાયકને પકડ. તેથી જ્ઞાયકવસ્તુ જે ગુપ્ત તે પ્રગટ થશે એટલે જણાશે. અહાહા! શું શ્લોક છે! આવી વાત બીજે કયાંય નથી. અહીં લક્ષણ જે જ્ઞાનની પર્યાય તે દ્વારા લક્ષ્ય-ત્રિકાળી જ્ઞાયકવસ્તુને પકડતાં શાયવસ્તુ પ્રગટ થાય છે એટલે જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયક આખો આવી જાય છે એમ અર્થ નથી; પરંતુ જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયકવસ્તુનું સામર્થ્ય કેટલું છે તે ભાસે છે. જ્ઞાયકદ્રવ્ય જો પર્યાયમાં આવી જાય તો પર્યાયના નાશે દ્રવ્યનો પણ નાશ થાય, પરંતુ દ્રવ્ય તો ધ્રુવ છે, અને પર્યાય તો અંશ છે. તેથી પર્યાયમાં આખું દ્રવ્ય કેમ આવે ? જ્ઞાયકસ્વભાવ તરફ ઢળેલી જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયકનું સામર્થ્ય ભાસે-જણાય તેને જ્ઞાયક પ્રગટ થાય છે એમ કહે છે. જ્ઞાયકવસ્તુ તો ત્રિકાળ જેવી છે તેવી જ છે. પણ એની દ્દષ્ટિ કરતાં જ્ઞાનપર્યાયમાં એમ ભાસે છે કે વસ્તુ મહાપ્રભુ આનંદનું દળ જ્ઞાયભાવપણે આવી છે. પ્રગટ પર્યાય જ્યાં જ્ઞાયક તરફ વળી ત્યાં તે પ્રગટ દેખાય છે. આવી વાત છે. અહા ! કુંદકુંદાચાર્ય દિગંબર સંત હતા. સંવત ૪૯ માં થયા હતા. અને તેઓ ત્રિલોકનાથ પરમાત્મા ભગવાન સીમંધર પ્રભુ જ્યાં મહાવિદેહમાં બિરાજે છે ત્યાં ગયા હતા. ત્યાં આઠ દિવસ રહીને સમવસરણમાં સાક્ષાત્ ભગવાનની વાણી સાંભળી હતી તેમ જ શ્રુતકેવળી સાથે ચર્ચા કરી હતી. પછી ત્યાંથી આવીને આ શાસ્ત્રો બનાવ્યાં છે. ત્યાંથી તેઓ શું લાવ્યા? આ લાવ્યા કે ચૈતન્યલક્ષણે જણાય એવો આત્મા છે. આ દેહ, વાણીની જે ક્રિયા છે એ તો જડ છે. માટે એનાથી જીવ જણાય નહિ. પુણ્ય-પાપના ભાવ પણ જડ વિપરીતસ્વભાવવાળા અંધકારમય છે, માટે એનાથી પણ જીવ જણાય એમ નથી, તો Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264