________________
Version 001,a: remember to check h††p://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૪ ]
[ ૨૧
જેવાં જ કાર્યો હોય છે,' ‘જવપૂર્વક જે જવ થાય છે તે જવ જ હોય છે.' જેમ જવમાંથી જવ થાય તેમ ચૈતન્યમાંથી ચૈતન્ય પરિણામ જ થાય છે. આત્મા જ્ઞાનાનંદસ્વભાવી છે. તેમાંથી જ્ઞાન અને આનંદની જ દશા થાય. તેમાંથી આ જડ, અચેતન શુભાશુભભાવો કેમ થાય? તેથી પાંચ મહાવ્રત અને બાર અણુવ્રતના જે શુભ વિકલ્પો છે તે પુદ્દગલદ્રવ્યના પરિણામમય છે, ચૈતન્યના પરિણામમય નથી.
અશુદ્ઘનિશ્ચયનયથી તેમને જીવના કહેવાય છે. પરંતુ અશુદ્ધનિશ્ચયનય એટલે જ વ્યવહાર. ખરેખર તો તેઓ ૫૨ના આશ્રયે (કર્મોદય નિમિત્તે) થતા હોવાથી એ ભાવો ૫૨ના જ છે. અહીં તેમને પુદ્દગલદ્રવ્યના પરિણામ એમ ન કહેતાં અભેદપણે પુદ્દગલદ્રવ્યના પરિણામમય એટલે કે પુદ્દગલદ્રવ્યના પરિણામોથી એકમેક કહ્યા છે.
ભાઈ, ભગવાન જિનેશ્વરનો માર્ગ કોઈ અલૌકિક અને અદ્દભુત છે. મંદ કષાયનો ગમે તે ભાવ હોય, ભગવાન કેવળીએ એને પુદ્ગલદ્રવ્યના પરિણામમય કહ્યો છે કેમકે તેમાં ચૈતન્યના નૂરનો અંશ નથી. કોઈ એને મોક્ષનો માર્ગ કહે તો એ મહા વિપરીતતા છે. ભલે એ રાગના પરિણામમાં સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ નથી પણ એ પરિણામમાં ચૈતન્યપણાનો અભાવ છે અને તેથી એ પુદ્દગલના પરિણામમય છે. આગળ ગાથા ૬૮ ની ટીકામાં અતિ સ્પષ્ટપણે કહ્યું છે કે-આ મિથ્યાદષ્ટિ આદિ ગુણસ્થાનો પૌદ્ગલિક મોહકર્મની પ્રકૃતિના ઉદયપૂર્વક થતાં હોઈને, સદાય અચેતન હોવાથી, પુદ્દગલ જ છે–જીવ નથી, કેમકે કારણના જેવાં જ કાર્યો હોય છે.
હવે કહે છે કે–તેઓ (તે અધ્યવસાનો ) ચૈતન્યસ્વભાવમય જીવદ્રવ્ય થવા સમર્થ નથી કે જે જીવદ્રવ્ય, ચૈતન્યભાવથી શૂન્ય એવા પુદ્દગલદ્રવ્યથી અતિરિક્ત કહેવામાં આવ્યું છે. જુઓ, સ્વરૂપથી જીવદ્રવ્ય કેવું છે તે અહીં કહ્યું છે. સ્વરૂપથી જીવદ્રવ્ય શુદ્ધ ચૈતન્ય-સ્વભાવમય છે. ભગવાન આત્મા ચૈતન્યસ્વભાવમય એક શાયકમાત્ર છે. અહાહા! એ ત્રિકાળી સતનું સત્ત્વ, ભાવવાનનો ભાવ અભિન્ન એક ચૈતન્યમાત્ર છે અને ચૈતન્યભાવથી શૂન્ય એવા પુદ્દગલદ્રવ્યથી, ભિન્ન કહેવામાં આવેલ છે.
તથા જે આ રાગાદિ પરિણામ, દયા, દાન, વ્રત, ભક્તિ આદિ શુભભાવના પરિણામ છે તેમને અદ્વૈતદેવોએ પુદ્દગલદ્રવ્યના પરિણામમય કહ્યા છે તેથી તેઓ ચૈતન્યસ્વભાવમય જીવદ્રવ્ય થવા સમર્થ નથી. અહા! ગજબની વાત કરી છે. સઘળાય પુણ્યભાવો-ચાહે તો ભગવાનની સ્તુતિ હો, વંદના હો, ભક્તિ હો, કે વ્રત-તપના વિકલ્પ હો કે છકાયના જીવોની રક્ષાના પરિણામ હો–એ બધા જીવદ્રવ્ય થવા સમર્થ નથી કેમકે તે પુદ્ગલપરિણામમય છે, અધર્મના પરિણામ છે.
શ્રી સમયસાર-કલશટીકાના ૧૦૮મા કળશમાં કહ્યું છે કે- અહીં કોઈ જાણશે કે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com