Book Title: Pratikraman Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 4
________________ ૨૧૬ જિનતત્ત્વ છે એવું માનવાને પણ માણસ ક્યારેક તૈયાર થતો નથી. એકને જે સારું લાગે છે તેમાં બીજાને ભૂલ જણાય. પોતાની ભૂલ થઈ હોય અને તેને માટે માણસને જો પશ્ચાત્તાપ થાય તો તેવી ભૂલ ફરી ન થાય તે માટે તે જાગ્રત રહેવા પ્રયત્ન કરે છે. જે ભૂલથી પોતાના જીવનવ્યવહારમાં માણસને પૈસા, કૌટુંબિક કે વ્યાવહારિક સંબંધોની બાબતમાં મોટું નુકસાન થાય છે, તેવી બાબતમાં ભૂલી ફરી ન થાય તે માટે માણસ વિશેષ સજાગ અને સાવધ રહે છે. - કેટલીક ભૂલો એવી હોય છે કે જેનાથી માણસને વ્યવહારમાં નુકસાન થતું નથી, બલ્ક ક્યારેક લાભ પણ થાય છે, પરંતુ તેવા દોષથી આત્માને ઘણું નુકસાન થાય છે. કોઈ માણસ દ્રવ્યની ચોરી પકડાયા વગર કરે તો એને દ્રવ્યનો લાભ થાય છે, પરંતુ તેના આત્માને ચોરીના મલિન સંસ્કારો પડે છે. કોઈ માણસ અસત્ય બોલી લાભ ઉઠાવી જાય છે, પરંતુ તેનો આત્મા એટલો નીચે પડે છે. જે માણસો હિંસા, અસત્ય, ચોરી વગેરે દ્વારા કેટલાક લાભો મેળવે છે તેઓને ક્યારેક તો તેનાં માઠાં પરિણામ ભોગવવાં જ પડે છે. જ્યારે એમ થાય છે ત્યારે માણસને પોતાની ભૂલ માટે અફસોસ થાય છે. કોઈ પણ વ્યક્તિ મન, વચન અને કાયાના યોગોની બાબતમાં સતત દોષરહિત કે નિરતિચાર રહી શકતી નથી. કેટલીક વાર અજાણતાં દોષ થઈ જાય છે, તો કેટલીક વાર શુભાશયથી કરેલી ક્રિયા અન્યને હાનિકર્તા નીડવાથી દોષરૂપ સિદ્ધ થાય છે. પોતાના દોષોનું સતત અવલોકન કરી ફરી તેવા દોષોથી બચવા માણસ જેમ વધુ ઉદ્યમશીલ બને તેમ તેવા દોષો થવાનો સંભવ ઓછો રહે, પરંતુ તેની બાબતમાં માણસ જેમ વધુ પ્રમાદ કરે તેમ દોષીરૂપી કચરો ઉત્તરોત્તર એવો વધતો જાય કે તેને સાફ કરવા માટે પ્રબળ પરિશ્રમયુક્ત પુરુષાર્થ કરવો પડે. સવારસાંજ માણસ જો પોતાની જાતનું અવલોકન કરી આવી વિશુદ્ધિની ક્રિયા કરે તો તેનું જીવન અને તેનો આત્મા વધુ નિર્મળ રહે. પોતાના દોષો કે અતિચારો માટે પશ્ચાત્તાપ થાય તો ત્યાંથી પ્રતિક્રમણની ભાવના અને ક્રિયા શરૂ થઈ ગણાય. પોતાના દોષોને માટે પ્રાયશ્ચિત્ત કરવું તથા તેને માટે ગુરુ કે વડીલ દ્વારા પ્રાયશ્ચિત્ત રૂપે અપાતી જે કંઈ શિક્ષા હોય તે ભોગવવા તત્પર રહેવું અથવા પોતાના મનથી પણ પોતે સ્વૈછિક શિક્ષા ભોગવવા પ્રવૃત્ત થવું તેને પણ પ્રતિક્રમણ કહી શકાય. જૈન ધર્મમાં પ્રાયશ્ચિત્ત દસ પ્રકારનાં બતાવ્યાં છે, અને તેમાં પ્રતિક્રમણને પણ પ્રાયશ્ચિત્તના એક પ્રકાર તરીકે ગણવામાં આવ્યું છે. કહ્યું છે : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13