Book Title: Pratikraman
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf
Catalog link: https://jainqq.org/explore/249484/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પ્રતિક્રમણ “પ્રતિક્રમણ' (પડિકમણું) એ જૈનોનો વિશિષ્ટ પારિભાષિક શબ્દ છે. પાપમાંથી પાછા હઠવા માટેની ક્રિયા માટે આ શબ્દ વપરાય છે. પ્રતિક્રમણ શબ્દમાં પ્રતિ’ ઉપસર્ગ છે. એના જુદા જુદા અર્થ થાય છે. અહીં પ્રતિ' એટલે "ાછું, પ્રતિકૂળ, ઊલટું, વિપરીત, વિરુદ્ધ એવો અર્થ થાય છે. “શમ્' એ ધાતુ છે. તેનો અર્થ થાય છે ગમન, પહોંચવું, પસાર થવું, ચઢવું, દાખલ થવું, પગલાં ઇત્યાદિ. એ ધાતુને “અસ” પ્રત્યય લાગતાં “મ' શબ્દ બને છે. ઉપસર્ગ, ધાતુ અને પ્રત્યયથી આ રીતે પ્રતિક્રમણ શબ્દ થાય છે. આમ પ્રતિક્રમણ' શબ્દનો યૌગિક અર્થ થાય છે “પાછા ફરવું” અથવા “મૂળ સ્થાને પાછા આવવું'. એનો વિશેષ અર્થ છે : “પ્રમાદને વશ થવાને કારણે શુભ યોગથી અશુભ યોગમાં ક્રાંત થયેલા જીવનું શુભ યોગમાં પાછા ફરવું. વિશાળ અર્થમાં પ્રતિક્રમણ એટલે પાપનો પશ્ચાત્તાપ, અતિચારોની આલોચના, દોષોનું નિવારણ, અશુભની નિવૃત્તિ, અપરાધો માટે ક્ષમાપના. પ્રતિક્રમણની વ્યાખ્યા આપતાં “આવશ્યક-વૃત્તિમાં હરિભદ્રસૂરિએ કહ્યું છે : स्वस्थानद्यत्परस्थानं प्रमादस्य वशादतः । तत्रेव क्रमणं भूयः प्रतिक्रमणमुच्यते।। પ્રમાદને વશ થવાથી પોતાના સ્થાનથી પરસ્થાને ગયેલાએ મૂળસ્થાને પાછું ફરવું તેનું નામ પ્રતિક્રમણ.] વળી તેમણે કહ્યું છે : क्षायोपशमिकाद भावादौदयिकस्य वशं गतः । तत्रापि च स एवार्थः प्रतिकूलगमात्स्मृतः।। લિયોપથમિક ભાવ થકી દયિક ભાવને વશ થનાર જીવનું તેને જ Page #2 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ જિનતત્ત્વ વિશે પાછું ગમન થવું એટલે કે ઔદયિક ભાવથી ક્ષાયોપથમિક ભાવમાં પાછાં આવવું, તેને પ્રતિકૂળ ગમન અર્થાત્ પ્રતિક્રમણ કહે છે.] પ્રતિક્રમણ શબ્દની શાસ્ત્રગ્રન્થોમાં નીચે પ્રમાણે જુદી જુદી વ્યાખ્યાઓ પણ સાંપડે છે : (૧) પ્રતીષ માં પ્રતિમા પાછા ફરવું (સ્વધર્મમાં, સ્વ-સ્વરૂપમાં, સદ્ભાવમાં, શુદ્ધોપયોગમાં) એનું નામ પ્રતિક્રમણ. (૨) “રાજ વાર્તિક' તથા સર્વાર્થસિદ્ધિ' ગ્રંથમાં કહ્યું છે : मिथ्यादुष्कृताभिधानादभिव्यक्त प्रतिक्रिय प्रतिक्रमणम् । મારાં દુષ્કૃત્ય મિથ્યા હો એવું નિવેદન કરીને પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરવી તેનું નામ પ્રતિક્રમણ. (3) प्रतिक्रम्यते प्रमादकृतदेवसिकादिदोषो निराक्रियते अनेनेति પ્રતિમા પ્રમાદને કારણે થયેલા દેવસિકાદિ દોષોનું જેના દ્વારા નિરાકરણ કરવામાં આવે છે તેને પ્રતિક્રમણ કહેવામાં આવે છે. (૪) “રાજવાર્તિક' ગ્રંથમાં કહ્યું છે : अतीतदोषनिवर्तनं प्रतिक्रमणम् । ભૂતકાળમાં થયેલા દોષોની નિવૃત્તિ એટલે પ્રતિક્રમણ. (૫) “ભગવતી આરાધનામાં કહ્યું છે : स्वकृतादशुभयोगात्प्रतिनिवृत्तिः प्रतिक्रमणम्। પોતાનાથી થયેલા અશુભ યોગોમાંથી પાછા ફરવું તેનું નામ પ્રતિક્રમણ. (७) शुभयोगेभ्याऽशुभात् संक्रान्तस्य शुभेप्येव प्रतीपं प्रतिकूलं वा क्रमणं प्रतिक्रमणमिति। શુભ યોગમાંથી અશુભ યોગમાં સંક્રાંત થયેલા આત્માનું ફરી શુભ યોગમાં પાછાં આવવું તેનું નામ પ્રતિક્રમણ. સમયસારમાં શ્રી કુંદકુંદાચાર્યે કહ્યું છે : कम्मं न पुवकय सुहासुह मणेय वित्थर विसेसं । तत्तो णियत्तदे अप्पयं तु जो सो पडिक्कमणं ।। Page #3 -------------------------------------------------------------------------- ________________ ૨૧પ પ્રતિક્રમણ પૂર્વે બાંધેલાં કર્મોના શુભાશુભ ભાવોથી આત્માને અલગ કરી દેવો તેનું નામ પ્રતિક્રમણ છે. દુનિયાના તમામ ધર્મોમાં પાપની નિવૃત્તિ માટે કે દોષના નિવારણ માટે કોઈક ને કોઈક પ્રકારની ધાર્મિક ક્રિયાનું વિધાન છે. વૈદિક પરંપરામાં સંધ્યાકર્મનો આદેશ છે. યજુર્વેદમાં સંધ્યાકર્મ કરવા માટેનો જે મંત્ર છે તેમાં મન, વાણી અને દેહ દ્વારા થયેલા દુરાચારોનાં વિસર્જન માટે પ્રાર્થના કરાયા છે. પારસીઓના અવેસ્તા ગ્રંથમાં પણ મન, વાણી અને કાયા દ્વારા જાણતાં કે અજાણતાં થયેલા દોષોને માટે રોજેરોજ પશ્ચાત્તાપ કરવાનું વિધાન છે. બૌદ્ધ ધર્મમાં જૈન ધર્મની જેમ “પાપદેશના” અથવા “પ્રવારણા” નામની ક્રિયા છે. દિવસ અને રાત્રિ દરમિયાન જુદે જુદે સમયે વ્યક્તિગત રીતે કરવાની પાપદેશના રૂપ ક્રિયા ઉપરાંત ભિખુ અને ભિખુણીઓને માટે સામૂહિક રીતે નિશ્ચિત સ્થળે, નિશ્ચિત દિવસે એકત્ર થઈ પોતાના પાપોની આલોચના કરવાની પ્રવારણા' નામની ક્રિયા પણ છે. પખવાડિયામાં ઓછામાં ઓછી એક વાર કરાતી આ ક્રિયાને પ્રવારણા' કહેવામાં આવે છે. ખ્રિસ્તી ધર્મમાં કન્વેશન્સ (Confessions) અને રિટ્રિટ(Retreat)ની ધર્મક્રિયાનું વિધાન છે. રિટ્રિટ શબ્દ પ્રતિક્રમણ’ શબ્દના પર્યાય જેવો જ છે. ઘણા દિવસ સુધી ચાલતી એની ક્રિયામાં મૌન, ધ્યાન, આત્માવલોકન, પ્રાર્થના ઇત્યાદિ દ્વારા આત્માને નિર્મળ કરવાની ભાવના છે. ઇસ્લામ ધર્મમાં “તોબાહ'ની ધર્મક્રિયા છે. આમ દુનિયાના જુદા જુદા ધર્મમાં પાપની આલોચના અને વિશુદ્ધિકરણ માટે કોઈક ને કોઈક ધર્મક્રિયા ફરમાવવામાં આવેલી છે. કોઈ પણ માણસ પોતાના પૂર્વજીવનનું અવલોકન કરે તો તેને પોતાની કોઈક ને કોઈક ભૂલ જણાયા વગર ન રહે, ઊઠતાં, બેસતાં, ખાતાંપીતાં, બોલતાં, ચાલતાં, હરતાંફરતાં, વિચાર કરતાં, ચિંતન-મનન કરતાં માણસથી સ્કૂલ કે સૂક્ષ્મ પ્રકારની કોઈક ને કોઈક ભૂલ જાણતા-અજાણતાં થઈ જાય છે. જ્યાં સુધી સર્વજ્ઞતા ન આવે ત્યાં સુધી ભૂલ થવા સંભવ છે. સામાન્ય રીતે જીવન સંપૂર્ણ કે પરિપૂર્ણ સંભવી ન શકે. સર્વજ્ઞતાના અભાવમાં એક જીવનો બીજા જીવો સાથેનો વ્યવહાર પણ સંપૂર્ણ અને સર્વ પક્ષે સર્વથા સંતોષકારક ન હોઈ શકે. કેટલીક ભૂલો માણસને તરત સમજાય છે, તો કેટલીક ભૂલો સમજાતી નથી. વળી કેટલીક ભૂલો સમજાય છે, તો સ્વીકારાતી નથી. પોતે ભૂલ કરી Page #4 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ જિનતત્ત્વ છે એવું માનવાને પણ માણસ ક્યારેક તૈયાર થતો નથી. એકને જે સારું લાગે છે તેમાં બીજાને ભૂલ જણાય. પોતાની ભૂલ થઈ હોય અને તેને માટે માણસને જો પશ્ચાત્તાપ થાય તો તેવી ભૂલ ફરી ન થાય તે માટે તે જાગ્રત રહેવા પ્રયત્ન કરે છે. જે ભૂલથી પોતાના જીવનવ્યવહારમાં માણસને પૈસા, કૌટુંબિક કે વ્યાવહારિક સંબંધોની બાબતમાં મોટું નુકસાન થાય છે, તેવી બાબતમાં ભૂલી ફરી ન થાય તે માટે માણસ વિશેષ સજાગ અને સાવધ રહે છે. - કેટલીક ભૂલો એવી હોય છે કે જેનાથી માણસને વ્યવહારમાં નુકસાન થતું નથી, બલ્ક ક્યારેક લાભ પણ થાય છે, પરંતુ તેવા દોષથી આત્માને ઘણું નુકસાન થાય છે. કોઈ માણસ દ્રવ્યની ચોરી પકડાયા વગર કરે તો એને દ્રવ્યનો લાભ થાય છે, પરંતુ તેના આત્માને ચોરીના મલિન સંસ્કારો પડે છે. કોઈ માણસ અસત્ય બોલી લાભ ઉઠાવી જાય છે, પરંતુ તેનો આત્મા એટલો નીચે પડે છે. જે માણસો હિંસા, અસત્ય, ચોરી વગેરે દ્વારા કેટલાક લાભો મેળવે છે તેઓને ક્યારેક તો તેનાં માઠાં પરિણામ ભોગવવાં જ પડે છે. જ્યારે એમ થાય છે ત્યારે માણસને પોતાની ભૂલ માટે અફસોસ થાય છે. કોઈ પણ વ્યક્તિ મન, વચન અને કાયાના યોગોની બાબતમાં સતત દોષરહિત કે નિરતિચાર રહી શકતી નથી. કેટલીક વાર અજાણતાં દોષ થઈ જાય છે, તો કેટલીક વાર શુભાશયથી કરેલી ક્રિયા અન્યને હાનિકર્તા નીડવાથી દોષરૂપ સિદ્ધ થાય છે. પોતાના દોષોનું સતત અવલોકન કરી ફરી તેવા દોષોથી બચવા માણસ જેમ વધુ ઉદ્યમશીલ બને તેમ તેવા દોષો થવાનો સંભવ ઓછો રહે, પરંતુ તેની બાબતમાં માણસ જેમ વધુ પ્રમાદ કરે તેમ દોષીરૂપી કચરો ઉત્તરોત્તર એવો વધતો જાય કે તેને સાફ કરવા માટે પ્રબળ પરિશ્રમયુક્ત પુરુષાર્થ કરવો પડે. સવારસાંજ માણસ જો પોતાની જાતનું અવલોકન કરી આવી વિશુદ્ધિની ક્રિયા કરે તો તેનું જીવન અને તેનો આત્મા વધુ નિર્મળ રહે. પોતાના દોષો કે અતિચારો માટે પશ્ચાત્તાપ થાય તો ત્યાંથી પ્રતિક્રમણની ભાવના અને ક્રિયા શરૂ થઈ ગણાય. પોતાના દોષોને માટે પ્રાયશ્ચિત્ત કરવું તથા તેને માટે ગુરુ કે વડીલ દ્વારા પ્રાયશ્ચિત્ત રૂપે અપાતી જે કંઈ શિક્ષા હોય તે ભોગવવા તત્પર રહેવું અથવા પોતાના મનથી પણ પોતે સ્વૈછિક શિક્ષા ભોગવવા પ્રવૃત્ત થવું તેને પણ પ્રતિક્રમણ કહી શકાય. જૈન ધર્મમાં પ્રાયશ્ચિત્ત દસ પ્રકારનાં બતાવ્યાં છે, અને તેમાં પ્રતિક્રમણને પણ પ્રાયશ્ચિત્તના એક પ્રકાર તરીકે ગણવામાં આવ્યું છે. કહ્યું છે : Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રતિક્રમણ आलोयण पडिक्कमणे मीस विवेगे तहा वि उसग्गे । तवच्छेय मूल अणवश्याय વાર્તાવ જેવ ) (૧)આલોચના, (૨) પ્રતિક્રમણ, (૩) મિશ્ર,(૪)વિવેક, (૫) કાયોત્સર્ગ, (૬) તપ, (૭) છંદ, (૮) મૂલ, (૯) અનવસ્થાપ્ય અને (૧૦) પારાંચિત એમ દસ પ્રકારનાં પ્રાયશ્ચિત્ત છે. ૨૧૭ જે માણસ સાચા દિલથી, નિર્મળ ભાવથી પ્રાયશ્ચિત્ત કરે છે તે માણસ એ જ પ્રકારનું પાપ સામાન્ય રીતે ફરીથી હેતુપૂર્વક કરવા પ્રવૃત્ત થતો નથી. અપવાદરૂપ એવા જીવો અલબત્ત હોય છે કે જે વારંવાર પ્રાયશ્ચિત્ત કરવા છતાં અજ્ઞાન, પ્રમાદ કે મોહદશાના કારણે એવા દોષોનું આચરણ ફરી ફરી કરે છે. પ્રાયશ્ચિત્ત એ વિશુદ્ધિનો માર્ગ છે. આત્માને લાગેલી મલિનતાનું એના વડે પ્રક્ષાલન થાય છે. એટલા માટે પ્રતિક્રમણ એ પ્રાયશ્ચિત્તનો એક વિશિષ્ટ પ્રકાર છે. ધર્મના માર્ગે આરાધના કરનારને માટે જૈન ધર્મમાં છ આવશ્યક કર્તવ્ય બતાવવામાં આવ્યાં છે : (૧) સામાયિક, (૨) ચવિસો (ચતુર્વિંશતિસ્તવ), (૩) વંદન, (૪) પ્રતિક્રમણ, (૫) કાઉસગ્ગ અને (૬) પચ્ચક્ખાણ, સાચા જૈન આરાધકે આ છ ક્રિયાઓ રોજેરોજ અવશ્ય કરવી જોઈએ. એટલા માટે એને આવશ્યક ક્રિયા તરીકે ઓળખવામાં આવી છે. જૈન આગમ ગ્રંથોમાં આ છ ક્રિયાઓ ઉપર બહુ ભાર મૂકવામાં આવ્યો છે. ‘આવશ્યક સૂત્ર’ ગણધરરચિત છે અને તેના ઉ૫૨ નિર્યુક્તિ વગેરે પ્રકારની રચનાઓ દ્વારા ણો પ્રકાશ પાડવામાં આવ્યો છે. પ્રતિક્રમણ એ છ ક્રિયાઓમાંની બરાબર વચ્ચે આવતી એક મહત્ત્વની ક્રિયા છે. વળી તેની મહત્તા એટલી બધી છે કે એક પ્રતિક્રમણની ક્રિયાની અંદર છએ છે આવશ્યક ક્રિયાઓ આવી જાય છે. સામાયિક લઈને પ્રતિક્રમણની વિધિ કરવામાં આવે છે. અને તેમાં ચતુર્વિંશતિસ્તવ (ચોવીસ તીર્થંકરની સ્તુતિ), ગુરુવંદન, કાઉસગ્ગ અને પચ્ચક્ખાણની વિધિ કરવામાં આવે છે અને તે પૂરી થતાં સામાયિક પારવામાં આવે છે. એટલા માટે પ્રતિક્રમણ ઓછામાં ઓછું બે ઘડીનું (૪૮ મિનિટનું) હોવું જોઈએ. પંચ મહાવ્રતધારી સાધુઓએ મહાવ્રતોને ઉદ્દેશીને અને ગૃહસ્થોએ પાંચ અણુવ્રત સહિત બાર વ્રતોને ઉદ્દેશીને પ્રતિક્રમણની વિધિ કરવાની હોય છે. ગૃહસ્થ અને સાધુની વિધિમાં એટલા માટે એ દૃષ્ટિએ થોડો ફરક પણ હોય છે. સાધુઓએ યાવત્ જીવન સાવદ્ય યોગનાં (પાપયુક્ત પ્રવૃત્તિનાં) Page #6 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ જિનતત્ત્વ પચ્ચક્ખાણ લીધાં હોય છે. એટલે સૈદ્ધાત્તિક દૃષ્ટિએ તેઓ નિરંતર સામાયિકના ભાવમાં હોય છે અને હોવા જોઈએ. એટલા માટે તેઓને સામાયિકની જુદી ક્રિયા કરવાની હોતી નથી. દિગમ્બર પરંપરામાં પ્રતિક્રમણ કરતાં સામાયિકની ક્રિયા ઉપર વધુ ભાર મુકાયો છે. ક્યારેક પ્રતિક્રમણ અને સામાયિક એ બંનેનું લક્ષ્ય લગભગ એકસરખું જણાયાથી તે એકબીજાના પર્યાય જેવાં બની રહે છે. એને લીધે દિગમ્બર મુનિઓ નિશ્ચિત સમયે સવિધિ સામાયિકની ક્રિયા પણ કરે છે. પ્રતિક્રમણ એટલે પાપમાંથી પાછા હઠવું અને થયેલા દોષોને માટે ક્ષમા માગવી. “મિચ્છા મિ દુક્કડમ્'ની ભાવના પ્રતિક્રમણનું હાર્દ છે. અશુભ યોગમાંથી ચિત્તને નિવૃત્ત કરવું એટલું જ પર્યાપ્ત નથી. એને શુભ યોગમાં જોડવું પણ જોઈએ. જે માણસો “મિચ્છા મિ દુક્કડમ્' કર્યા પછી ફરી પાછા તેવા જ પ્રકારના દોષો કરે તો તેમનું પ્રતિક્રમણ એ માત્ર બાહ્ય ક્રિયારૂપ દ્રવ્ય પ્રતિક્રમણ બને છે. પાપમાંથી પાછા હઠવાનો જરા પણ ભાવ કે ઇરાદો ન હોય તેવી રીતે પ્રતિક્રમણ કરનાર માત્ર દ્રવ્ય પ્રતિક્રમણ કરે છે. ઉપાધ્યાયજી મહારાજ શ્રી યશોવિજયજી લખે છે : મૂલ પદે પડિકમણું ભાખ્યું, પાપણું અકરવું રે; શક્તિ ભાવ તણે અભ્યાસે, તે જસ અર્થે વરવું રે. (૩૫૦ ગાથાનું સ્તવન, ઢાળ બીજી, ગાથા ૧૮). જાગ્રત આત્મા માટે ઉત્તમ અથવા આદર્શ પરિસ્થતિ એ છે કે દોષ નજરમાં આવે તો તત્ક્ષણ તેનું પ્રતિક્રમણ કરી લેવું, અર્થાત્ એ દોષનો સ્વીકાર કરી તેને માટે પ્રાયશ્ચિત્ત સહિત ક્ષમા માગી લેવી અને ફરી તેવો દોષ ન થાય તે માટે સંકલ્પ કરી તે દૃઢપણે પાળવો જોઈએ. ક્ષમા માગ્યા પછી પણ માણસ જો તે દોષો સેવે તો તે માયાચાર આચરે છે. એટલા માટે કહ્યું છે : મિચ્છામિ દુક્કડ દેઈ પાતિક તે ભાવે જે સેવે રે, આવશ્યક સાખે તે પરગટ માયામોસો સેવે રે. સાચા ભાવથી જેઓ પ્રતિક્રમણ કરે છે, તેમનાથી કદાચ અજ્ઞાન કે પ્રમાદના કારણે ફરી વાર પાપ થઈ જાય તો પણ તેઓ ફરી વાર ભાવથી પ્રતિક્રમણ કરે છે એટલે તેમની ક્રિયા તે માયાચાર નથી. પ્રથમ પ્રયાસે જ Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્રતિક્રમણ ૨૧૯ પ્રત્યેક જીવ સર્વથા પાપરહિત થઈ જાય એવું સામાન્ય રીતે બનતું નથી. એટલે સર્વથા પાપરહિત થવા માટે દ્રવ્ય અને ભાવ એમ ઉભય પ્રકારે પ્રતિક્રમણનો મહાવરો આવશ્યકરૂપ, કર્તવ્યરૂપ મનાયો છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી કહે છે કે પ્રતિક્રમણ કરનારે સંકલ્પપૂર્વક ઉદ્યમશીલ અને અપ્રમત્ત રહેવું. એમ મનાય છે કે બીજા તીર્થકર ભગવાન અજિતનાથના સમયથી તેવીસમા તીર્થંકર ભગવાન પાર્શ્વનાથ સુધીના સમયમાં અર્થાત્ ચોથા આરામાં જીવો એટલા સરળ અને પ્રાજ્ઞ હતા કે તેઓને પોતાનો દોષ તરત નજરમાં આવી જતો અને તેઓ તત્ક્ષણ ક્ષમાપનાપૂર્વક પ્રત્યક્ષ કે મનોમન પ્રતિક્રમણ કરી લેતા. વિધિપૂર્વકનું જુદું પ્રતિક્રમણ કરવાની તેમને કોઈ આવશ્યકતા રહેતી નહિ. પહેલા તીર્થકર ભગવાન ઋષભદેવના સમયના માણસો સરળ છતાં જડ હતા અને છેલ્લા તીર્થકર ભગવાન મહાવીર સ્વામીના સમયમાં માણસો વક્ર અને જડ હતા. એટલે તેઓ બંનેના શાસનકાળમાં વિધિપૂર્વકનું નિશ્ચિત સમય માટે પ્રતિક્રમણ ફરમાવવામાં આવ્યું છે. પ્રતિક્રમણના મુખ્ય બે પ્રકાર છે : દેવસિક (દવસી) અને રાત્રિક (રાઈ). દિવસ દરમિયાન જે દોષો થયા હોય તે દોષોને માટે દિવસના અંતભાગમાં પ્રતિક્રમણ કરવું તે દેવસિક પ્રતિક્રમણ. રાત્રિ દરમિયાન ગમનાગમન, સ્વપ્નાદિક કે અન્ય પ્રકારના જે કંઈ દોષો થયા હોય તે માટે રાત્રિના અંતભાગમાં એટલે કે વહેલી સવારે પ્રતિક્રમણ કરવું તે રાત્રિક પ્રતિક્રમણ. આમ માણસે રોજેરોજ ચોવીસ કલાકમાં બે વખત પ્રતિક્રમણ તો અવશ્ય કરવું જ જોઈએ. દેવસિક અને રાત્રિક પ્રતિક્રમણ ઉપરાંત પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણ એમ પ્રતિક્રમણના બીજા ત્રણ પ્રકારો પણ બતાવાયા છે. એ ત્રણ પ્રકારો તે વસ્તુત: દેવસિક અને રાત્રિક પ્રતિક્રમણના વિશિષ્ટ પ્રકારો છે. અનુક્રમે તેમને વધુ મહત્ત્વના ગણવામાં આવ્યા છે. દર પંદર દિવસે કરાતું પ્રતિક્રમણ તે પાક્ષિક (મમ્મી), દર ચાર માસે કરાતું પ્રતિક્રમણ તે ચાતુર્માસિક (ચોમાસી) અને દર વર્ષે કરાતું પ્રતિક્રમણ તે સાંવત્સરિક (સંવત્સરી, સમછરી, છમછરી) પ્રતિક્રમણ કહેવાય છે. રોજ જો દેવસિક પ્રતિક્રમણ બરાબર કરતું હોય તો પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક એવા જુદા પ્રકાર ગણવાની જરૂર શી એવો પ્રશ્ન કોઈકને થાય. તેનો ખુલાસો કરતાં શાસ્ત્રકારોએ કહ્યું છે કે રોજેરોજ ઘર સાફ કરવામાં આવે છે તો પણ પર્વના દિવસે તે ખૂણેખાંચરેથી બરાબર સાફ કરવામાં આવે છે તેવી રીતે રોજનું Page #8 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ જિનતત્ત્વ પ્રતિક્રમણ કરવા છતાં વિસ્મૃતિ, લજ્જા, ભય, મનની મંદતા, પ્રમાદ ઇત્યાદિના કારણે જે કોઈ અતિચારોની વિશુદ્ધિ કરવાની બાકી રહી ગઈ હોય તે વિશુદ્ધિ પાલિકાદિ મોટા પ્રતિક્રમણ દ્વારા થઈ જાય છે. કહ્યું છે – जह गेहं पइदिवसपि सोहियं तहवि पव्वसंधिसु। साहिकाई सविसेसं एव इहयंपि नायव्यं ।। [જેમ રોજે રોજ ઘર સાફ કરાય છે, તો પણ પર્વને દિવસે તે વિશેષ સાફ કરાય છે તેવી રીતે આ બાબતમાં (પાલિકાદિ પ્રતિક્રમણની બાબતમાં) જાણવું.) જુદાં જુદાં દૃષ્ટિબિન્દુથી પ્રતિક્રમણના ભિન્નભિન્ન પ્રકારો શાસ્ત્રગ્રંથોમાં દર્શાવવામાં આવ્યા છે. સ્થાનાંગ સૂત્રમાં છ પ્રકાર નીચે પ્રમાણે, વિશેષત: સાધુસાધ્વીઓ માટે, બતાવવામાં આવ્યા છે : छविहे पडिक्कमणे पण्णत्ते । तं जहा -- उच्चार पडिकूकमणे, पासवण पडिक्कमणे, इत्तरिए, आवकहिए, जं किंचि मिच्छा, सोमणंतिए। (૧) ઉચ્ચાર પ્રતિક્રમણ – મળ વગેરેના વિસર્જન પછી તે સંબંધી તરત ઇર્યાપથિક (ગમનાગમનને લગતું) પ્રતિક્રમણ કરવું. (૨) પ્રસવણ પ્રતિક્રમણ – લઘુશંકાના નિવારણ પછી તે માટે તરત ઇર્યાપથિક પ્રતિક્રમણ કરવું. (૩) ઇત્વર પ્રતિક્રમણ – સ્વલ્પકાળમાં કંઈ પણ ભૂલ કે દોષ થાય તો તે માટે તરત કરાતું પ્રતિક્રમણ. (૪) યાવકથિત પ્રતિક્રમણ – મહાવ્રતોને વિશે જે કંઈ દોષ લાગે તો તેમાંથી પાછા હઠવાના સંકલ્પપૂર્વક સમગ્ર જીવનને માટે કરાતું પ્રતિક્રમણ. (૫) યત્કિંચિત્ મિથ્યા પ્રતિક્રમણ – ક્યારેક પ્રમાદને કારણે યત્કિંચિત્ અસંયમ થઈ જાય તો તે માટે કરાતું પ્રતિક્રમણ. () સ્વખાંતિક પ્રતિક્રમણ – ખરાબ સ્વપ્નાં આવે, સ્વપ્નમાં વાસના કે વિકારોનો અનુભવ થયા તો તે માટે કરાતું પ્રતિક્રમણ. પ્રતિક્રમણના નીચે પ્રમાણે પાંચ પ્રકાર પણ બતાવવામાં આવ્યા છે : (૧) આશ્રયદ્વાર પ્રતિક્રમણ, (૨) મિથ્યાત્વ પ્રતિક્રમણ, (૪) કષાય પ્રતિક્રમણ, (૪) યોગ પ્રતિક્રમણ અને (૫) ભાવ પ્રતિક્રમણ. નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની દૃષ્ટિએ પણ પ્રતિક્રમણના પ્રકારો દર્શાવવામાં આવ્યા છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રતિક્રમણ પ્રતિક્રમણના આ પ્રકારો ઉપરાંત બીજો એક વિશેષ પ્રકાર પણ દર્શાવવામાં આવે છે અને તે છે ‘ઔત્તમાર્થિક પ્રતિક્રમણ' અથવા ઉત્તમાર્થે એટલે કે ઉત્તમ હેતુ માટે કરાતું પ્રતિક્રમણ, અનશન કે સંલેખના કરવા માટે, પાપની આલોચન કરવાપૂર્વક જે પ્રતિક્રમણ કરાય છે તે ઔત્તમાર્થિક પ્રતિક્રમણ કહેવાય છે. દૈવસિક આદિ પ્રતિક્રમણને વ્યાવહારિક પ્રતિક્રમણ કહેવામાં આવે છે અને ઔત્તમાર્થિક પ્રતિક્રમણને નિશ્ચય પ્રતિક્રમણ કહેવામાં આવે છે. पडिक्कमणं देसियं राइयं च इत्तरि अभावकहियं वा । पक्खिअ चउम्मासिअ संवच्छर उत्तमठ्ठ સાર ઔત્તમાર્થિક પ્રતિક્રમણ કરનાર સંલેખના વ્રત ધારણ કરી આહારનો ત્યાગ કરે છે ત્યારે દેહ ઉપરની તેની મમત્વબુદ્ધિ ચાલી જાય છે; એની આત્મરમણતા વધવા લાગે છે. પોતે માત્ર આત્મસ્વરૂપ છે, તેનું સતત ભાન રહ્યા કરે છે. એ વખતે દેહ અને આત્માની ભિન્નતાનું ભાન કરાવનાર ઔત્તમાર્થિક પ્રતિક્રમણ જીવાત્મા માટે ભેદવિજ્ઞાનનું અનોખું સાધન બની રહે છે. ‘પ્રતિક્રમણ’ શબ્દના બીજા સાત પર્યાયો દર્શાવતાં કહેવાયું છે. : पडिक्कमणं पडिचरणा पडिहरणा वारणा मिअत्ति अ । निंदा गरहा सोही पडिक्कमणं अठ्ठहा होई ।। ૨૨૧ (૧) પ્રતિક્રમણ, (૨) પ્રતિચરણ (અથવા પ્રતિચરણા), (૩) પ્રતિહરણા, (૪) વારણા, (૫) નિવૃત્તિ, (૬) નિંદ્ય, (૭) ગર્દ અને (૮) શુદ્ધિ એ આઠ પ્રકારે પ્રતિક્રમણ છે. પ્રતિક્રમણ માટે આ આઠ જુદા જુદા પર્યાયવાચક શબ્દો છે, પરંતુ તે દરેકમાં કોઈક એક તત્ત્વ કે ભાવ ઉપર વિશેષ ભાર મૂકવામાં આવે છે. એ બધાને ક્રમાનુસાર જો સાથે લેવામાં આવે તો પણ પ્રતિક્રમણની ક્રિયા માટે ઇષ્ટ એવાં બધાં તત્ત્વોનો તેમાં સુલભ સમન્વય થયેલો જણાશે. પ્રતિક્રમણથી શુદ્ધિ સુધીનો ક્રમ પણ તેમાં રહેલો છે, જયચંદ્રગણિએ ‘હેતુગર્ભ પ્રતિક્રમણક્રમવિધિ’ નામના પોતાના ગ્રંથમાં એ દરેકને સમજાવતી જુદી જુદી નાનકડી દૃષ્ટાંતકથા પણ આપી છે. પ્રતિક્રમણને ભૂતકાળ સાથે સંબંધ છે. ભૂતકાળમાં જે કંઈ દોષ થયા હોય તેને માટે ક્ષમા માગવી તેને પ્રતિક્રમણ કહે છે. વર્તમાન સમયમાં થતા દોષોને Page #10 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ જિનતત્ત્વ અપ્રમત્તભાવે અટકાવવા તેને “સંવર' કહે છે. ભવિષ્યમાં પોતાનાથી કંઈ પાપ ન થાય તે માટે પ્રતિજ્ઞા લેવી તેને “પચ્ચકખાણ” કહે છે. ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળ માટે આમ ત્રણ જુદા જુદ્ધ પારિભાષિક શબ્ધ જૈન ધર્મમાં વપરાય છે. તેમ છતાં શાસ્ત્રકારો ત્રણે કાળને આશ્રીને “પ્રતિક્રમણ' શબ્દનો વિશિષ્ટ અર્થ ઘટાવે છે. કઈ કઈ કક્ષાના મનુષ્યથી કઈ કઈ બાબતમાં શિથિલાચાર થવાનો સંભવ છે તેનો પરામર્શ કરી વ્રત, આચાર ઇત્યાદિની બાબતમાં જૈન ધર્મમાં સૂક્ષ્મ વિચાર કરવામાં આવ્યો છે. સાધુ-સાધ્વીઓને અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ મહાવ્રતોને વિષે લાગેલા દોષોને માટે પ્રતિક્રમણ કરવાનું હોય છે. ગૃહસ્થોએ પાંચ અણુવ્રત તથા ચાર શિક્ષાવ્રત એમ બાર વ્રતોને વિશે જે કંઈ અતિચાર થયા હોય તેને માટે પ્રતિક્રમણ કરવાનું હોય છે. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાએ દર્શનાચાર, જ્ઞાનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વિર્યાચાર એ પંચાચારના પાલનની બાબતમાં જે કંઈ દોષ લાગ્યો હોય તેને માટે પ્રતિક્રમણ કરવાનું હોય છે. તદુપરાંત, પાંચ વ્રત, પાંચ આચાર, પચીસ પ્રકારના મિથ્યાત્વની બાબતમાં દોષો સહિત અઢાર પાપસ્થાનક માટે પણ પ્રતિક્રમણ કરવાનું હોય છે. સાધુ, સાધ્વી, શ્રાવક કે શ્રાવિકા સંલેખના વ્રત ધારણ કરે તો તેના પાંચ અતિચારો વિષે પ્રતિક્રમણ કરવાનું હોય છે. પર્વ દિવસના પ્રતિક્રમણમાં અતિચારોના નામ-પ્રકારના પઠન પછી તે દરેક માટે ક્ષમા માગવાની હોય છે. (અલબત્ત એ અતિચારોમાંના કેટલાક આજે કાળગ્રસ્ત બન્યા છે અને કેટલાક નવા અતિચારો પ્રચલિત થવા લાગ્યા છે.) પ્રતિક્રમણનાં મોટા ભાગનાં સૂત્રો અર્ધમાગધી ભાષામાં છે. નવકાર મંત્ર, લોગ્ગલ્સ, ઇરિયાવહી, નમુત્થણ, ઉવસગ્ગહર ઇત્યાદિ અર્ધમાગધી સૂત્રો પરાપૂર્વથી ચાલ્યાં આવે છે. કેટલાક એવો મત દર્શાવે છે કે આવાં સૂત્રોની ભાષા સમજાતી નથી, માટે તેને અર્વાચીન ભાષામાં મૂકવાં જોઈએ. એથી યુવાન વર્ગ પણ પ્રતિક્રમણ તરફ આકર્ષાય. અને પોતે શી ક્રિયા કરે છે તેની સૌને સમજ પડે, કારણ કે સમજ પડે તો ભાવ વધુ આવે. એક અપેક્ષાએ આ વાત સાચી છે. પરંતુ બીજી અપેક્ષાએ જોઈએ તો આ સુત્રોને લીધે જ પંજાબ, રાજસ્થાન, ઉત્તર ભારત, કચ્છ, ગુજરાત કે દક્ષિણ ભારતમાં વસતા Page #11 -------------------------------------------------------------------------- ________________ પ્રતિક્રમણ ૨૨૩ કે યુરોપ, અમેરિકા, મલેશિયા તથા જાપાન વગેરે દેશોમાં જૈનોની પ્રતિક્રમણ વિધિમાં સરખાપણું રહ્યું છે અને એથી સંઘની એકતા પણ જળવાઈ રહી છે. વળી આ સૂત્રો ગણધરો કે મહર્ષિ જેવા પૂર્વાચાર્યોએ રચેલાં છે. એમની આર્ષવાણીમાં મંત્રશક્તિ રહેલી છે. કેટલાંક સૂત્રોનું તો અઢી હજાર વર્ષથી સતત ઉચ્ચારણ, પઠન-પાઠન થતું આવ્યું છે. એ સૂત્રના શ્રદ્ધાપૂર્વક પઠનથી અનેરો ઉલ્લાસ અનુભવાય છે. એની સ્વાનુભવયુક્ત પ્રતીતિ અનેકને થયેલી છે. એ સૂત્રોને પોતાની અર્વાચીન ભાષામાં ઉતારવાથી મૂળ કર્તાનો ભાવ કેટલો આવશે તે શંકાસ્પદ છે. વળી સમયે સમયે નવેસરથી અનુવાદ કરવા પડશે. એટલે સૂત્રોના અર્વાચીન ભાષામાં અનુવાદ કરીને તે ઉચ્ચારવાં તેના કરતાં સૂત્રને મૂળ સ્વરૂપે ઉચ્ચારવાં એ જ વધુ હિતાવહ છે. અનુભવીઓ એમ કહે છે કે અર્થ ન જાણવા છતાં પણ જેઓ કંઠસ્થ કરીને એ સૂત્રોને શ્રદ્ધા અને વિધિપૂર્વક ઉચ્ચારે છે તેનામાં અનેરો ઉત્સાહ અને ઉલ્લાસ પ્રગટે છે; તેનો આત્મવિશ્વાસ વધે છે; તેના કષાયો મંદ થાય છે; તેનો આત્મા નિર્મળ થાય છે; સમય જતાં સૂત્રોના અર્થ સમજવાની જિજ્ઞાસા પણ તેનામાં જન્મે છે. આ શ્રદ્ધા અને સ્વાનુભવનો જેટલો વિષય છે તેટલો તર્ક કે વ્યવહારનો નથી, અને એટલા માટે જ હરિભદ્રસૂરિ, હેમચંદ્રાચાર્ય, યશોવિજયજી કે બીજા મહાન જ્ઞાની આત્માઓએ પણ પોતાના સમયમાં આ સૂત્રોએ પોતાની ભાષામાં ફેરવવાનું વિચાર્યું નથી. અર્થ ન જાણવા છતાં યહૂદીઓ પોતાની પ્રાર્થના હી ભાષામાં કરે છે; મુસલમાનો અરબીમાં, પારસીઓ અવેસ્તામાં, ચીન, જાપાન, કોરિયા વગેરે દેશના બીદ્ધધર્મીઓ પાલિ ભાષામાં પોતાની પ્રાર્થના કરે છે. અનેક સૈકાઓથી આવી પરંપરા જગતના તમામ ધર્મોમાં જોવા મળે છે. એનું કારણ એ છે કે જેઓ સાચા ધર્માભિમુખ છે, જેઓ માત્ર બુદ્ધિથી નહિ પણ અંતરથી ધર્મ તરફ વળેલા છે તેઓને પ્રાચીન ભાષા ક્યારેય અંતરાયરૂપ થઈ નથી, બલ્ક એ ભાષા તરફ તેમનો અનુરાગ વધે છે. એટલે પ્રતિક્રમણનાં સૂત્રોને ગુજરાતી, કચ્છી, રાજસ્થાની, હિન્દી, પંજાબી, કન્નડ, તમિળ, બંગલાઅંગ્રેજી, જર્મન કે જાપાની ભાષામાં ઉતારીને એ પ્રમાણે પ્રતિક્રમણ કરવા કરતાં જરાક સરખો પુરુષાર્થ કરીને, અર્થ સમજીને, ગણધરો અને પૂર્વાચાર્યોની ભાષાને પોતાની બનાવવી એમાં વધુ શ્રેય રહેલું છે. વ્યવહાર અને તર્કથી કદાચ આ વાત તરત પ્રતીત નહિ થાય, પરંતુ શ્રદ્ધા અને ભાવયુક્ત સ્વાનુભવ જેને થયો હશે તેને આ વાતની પ્રતીતિ અવશ્ય થઈ હશે. Page #12 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ જિનતત્ત્વ પ્રતિક્રમણની મૂળભૂત ભાવનાયુક્ત પરંપરા જૈનોના તમામ ફિરકાઓમાં અદ્યાપિ પર્યત જળવાઈ રહી છે, તો પણ તેની ક્રિયાવિધિમાં થોડાક ફેરફારો થયેલા છે, કારણ કે કોઈ પણ સમાચારી સર્વકાલ અને સર્વ સ્થળ વિશે એકસરખી ટકે નહિ. શ્વેતામ્બર અને દિગમ્બર પરંપરાની ક્રિયાવિધિમાં ફરક છે. શ્વેતામ્બરમાં પણ મૂર્તિપૂજક, સ્થાનકવાસી અને તેરાપંથીના પ્રતિક્રમણમાં પણ કેટલાક ફેરફારો થયેલા છે. મૂર્તિપૂજકમાં પણ તપગચ્છ, ખરતરગચ્છ, અચલગચ્છ, પાર્જચંદ્રગચ્છની પ્રતિક્રમણની વિધિમાં પણ થોડો થોડો ફેર છે. સમયે સમયે આવા થોડા ફેરફારો તો થતા રહ્યા છે અને થતા રહેવાના. તેમ છતાં પ્રતિક્રમણના મૂળભૂત ઉદ્દેશ અને મહત્ત્વની ક્રિયા વિશે જ્યાં સુધી એકતા છે ત્યાં સુધી પ્રતિક્રમણની પરંપરા ચાલ્યા કરશે. દેવસિક ને રાત્રિક પ્રતિક્રમણ કરતાં પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણમાં વધારે પુરુષાર્થની અપેક્ષા હોવાથી તેમાં કેટલાંક સૂત્રો અને મોટા કાઉસગ્નનું વિધાન દર્શાવવામાં આવ્યું છે. પાક્ષિકમાં બાર લોન્ગસ્ટ, ચાતુર્માસિકમાં ૨૦ લોગ્ગસ્સ અને સાંવત્સરિક્રમાં એક નવકારસહિત ૪૦ લોમ્મસનો કાઉસગ્ન કરવાનું શ્વેતામ્બર મૂર્તિપૂજક સમુદાયમાં ફરમાવવામાં આવ્યું છે. દિગમ્બર પરંપરામાં શ્વાસોચ્છવાસ પ્રમાણ નવકારમંત્રનો કાઉસગ્ગ કરાય છે. દિગમ્બરોમાં દેવસિક પ્રતિક્રમણમાં ૧૦૮ શ્વાસોચ્છવાસ પ્રમાણ, રાત્રિમાં ૫૪ શ્વાસોચ્છવાસ પ્રમાણ, પાક્ષિકમાં ૩૦૦, ચાતુર્માસિકમાં ૪૦૦ અને સાંવત્સરિકમાં ૫૦૦ શ્વાસોચ્છુવાસ પ્રમાણ નવકાર મંત્રનો કાઉસગ્ગ હોય છે. ગચ્છ અને ફિરકાના ભેદે લોગસ્સ કે નવકારની સંખ્યામાં કેટલાક ફેરફારો થયેલા છે. પ્રતિક્રમણ એ જૈનોની ધાર્મિક ક્રિયા છે. પર્યુષણ પર્વ આવે એટલે પ્રતિક્રમણની ક્રિયા કરનારાઓની સંખ્યા વધે. સંવત્સરીને દિવસે સાંજે જૈન લોકો પોતપોતાના સમુદાયમાં એકત્ર થઈ પ્રતિક્રમણ કરી પરસ્પર ક્ષમાયાચના કરે છે, પોતાનાથી જાણતા કે અજાણતાં થયેલા દોષોને માટે સંઘની સાક્ષીએ ક્ષમા માગે છે અને બીજાના જે કંઈ દોષ પોતાના પ્રતિ થયા હોય તેના માટે ક્ષમા આપે છે. લાખો જૈન લોકોની લગભગ એક જ સમયે થતી આ શુદ્ધિકરણની ક્રિયામાં જબરું બળ રહેલું છે. કેટલાય લોકો બધીય ક્રિયાનો અર્થ ન જાણતાં હોવા છતાં માત્ર દેખાદેખીથી, લજ્જા કે સંકોરાથી અથવા Page #13 -------------------------------------------------------------------------- ________________ પ્રતિક્રમણ 225 ગતાનુગતિક રૂટ શ્રદ્ધાથી આ ક્રિયા કરતાં હશે તો પણ વિશાળ સમૂહમાં, ગુરુ, અને સંઘની સાક્ષીએ શુદ્ધિકરણ માટે થતી આ ક્રિયાનો પ્રભાવ સામુદાયિક ચેતના ઉપર ઘણો મોટો પડે છે. એના ધાર્મિક કે આધ્યાત્મિક મૂલ્યની સાથે સામાજિક દૃષ્ટિએ પણ એનું મૂલ્ય ઘણું મોટું છે. કેટલાક દલીલ કરે છે કે ખરી જરૂર તો હૃદય-પરિવર્તનની છે અને તે તો માણસ ઘરે બેઠાં એકલો સારી રીતે કરી શકે તેમ છે. એ માટે આ બધી દ્રવ્ય ક્રિયા કરવાની, દેખાડો કરવાની કોઈ આવશ્યકતા નથીઆવી દ્રવ્ય ક્રિયા કરનારાઓની ટીકા, નિંદા કે હાંસી કરનારો અમુક નિંદક-સમીક્ષક વર્ગ હંમેશા રહેવાનો, પરંતુ જેમણે એક વાર પણ સમજણપૂર્વક અર્થભાવ સહિત આવી ક્રિયા કરી હશે તેઓ પછીથી એ ક્રિયાના ટીકાકાર રહેતા નથી. શાસ્ત્રકારે કહ્યું છે : अविहिकया वरमकयं उस्सुअवयणं वयति सव्वणु। पायच्छित्तं जम्हा अकए गुरुअं कए लहुअं! અવિધિએ કરવા કરતાં નહિ કરવું એ શ્રેષ્ઠ છે એવા વચનને સર્વજ્ઞો ઉત્સુત્ર વચન કહે છે, કારણ કે નહિ કરનારને ગુરુ મોટું પ્રાયશ્ચિત્ત અને અવિધિએ કરનારને લધુ (નાનું) પ્રાયશ્ચિત્ત આવે છે. આમ પ્રતિક્રમણ એ જૈન આચારધર્મનો પાયો છે. આત્માની નિર્મળતા માટેનું અમોઘ સાધન છે. ચારિત્રધર્મના પ્રાણ તરીકે તેની ગણના થાય છે. દિવસ કે રાત્રિ દરમિયાન પોતાનાથી કંઈ પણ દોષ ન થયેલો હોય તો પણ વિધિપૂર્વક પ્રતિક્રમણ કરવું એ આવશ્યક કર્તવ્ય મનાયું છે. રોગ હોય તો તેનું નિવારણ કરે અને ન હોય તો શરીરને બળ આપે એવા પ્રકારના ઔષધ તરીકે પ્રતિક્રમણને ગણાવાયું છે. ભગવાન મહાવીરના સમયથી ચાલી આવેલી આ પ્રતિક્રમણની વિધિએ અનેક જીવાત્માઓ ઉપર અનંત ઉપકાર કર્યો છે. ભાવ પ્રતિક્રમણ તો બે-ચાર મિનિટમાં પૂરું થઈ શકે છે, પરંતુ દ્રવ્ય પ્રતિક્રમણ એ એક પ્રકારની યોગક્રિયાયુક્ત સાધના છે. એના સતત અભ્યાસ વગર ભાવ પ્રતિક્રમણમાં સ્થિર રહેવું ઘણું કઠિન છે. એટલે જ આત્માર્થીઓ માટે ભાવયુક્ત દ્રવ્ય પ્રતિક્રમણ અનિવાર્ય મનાયું છે.