________________
૨૨૪
જિનતત્ત્વ
પ્રતિક્રમણની મૂળભૂત ભાવનાયુક્ત પરંપરા જૈનોના તમામ ફિરકાઓમાં અદ્યાપિ પર્યત જળવાઈ રહી છે, તો પણ તેની ક્રિયાવિધિમાં થોડાક ફેરફારો થયેલા છે, કારણ કે કોઈ પણ સમાચારી સર્વકાલ અને સર્વ સ્થળ વિશે એકસરખી ટકે નહિ.
શ્વેતામ્બર અને દિગમ્બર પરંપરાની ક્રિયાવિધિમાં ફરક છે. શ્વેતામ્બરમાં પણ મૂર્તિપૂજક, સ્થાનકવાસી અને તેરાપંથીના પ્રતિક્રમણમાં પણ કેટલાક ફેરફારો થયેલા છે. મૂર્તિપૂજકમાં પણ તપગચ્છ, ખરતરગચ્છ, અચલગચ્છ, પાર્જચંદ્રગચ્છની પ્રતિક્રમણની વિધિમાં પણ થોડો થોડો ફેર છે. સમયે સમયે આવા થોડા ફેરફારો તો થતા રહ્યા છે અને થતા રહેવાના. તેમ છતાં પ્રતિક્રમણના મૂળભૂત ઉદ્દેશ અને મહત્ત્વની ક્રિયા વિશે જ્યાં સુધી એકતા છે ત્યાં સુધી પ્રતિક્રમણની પરંપરા ચાલ્યા કરશે.
દેવસિક ને રાત્રિક પ્રતિક્રમણ કરતાં પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણમાં વધારે પુરુષાર્થની અપેક્ષા હોવાથી તેમાં કેટલાંક સૂત્રો અને મોટા કાઉસગ્નનું વિધાન દર્શાવવામાં આવ્યું છે. પાક્ષિકમાં બાર લોન્ગસ્ટ, ચાતુર્માસિકમાં ૨૦ લોગ્ગસ્સ અને સાંવત્સરિક્રમાં એક નવકારસહિત ૪૦ લોમ્મસનો કાઉસગ્ન કરવાનું શ્વેતામ્બર મૂર્તિપૂજક સમુદાયમાં ફરમાવવામાં આવ્યું છે. દિગમ્બર પરંપરામાં શ્વાસોચ્છવાસ પ્રમાણ નવકારમંત્રનો કાઉસગ્ગ કરાય છે. દિગમ્બરોમાં દેવસિક પ્રતિક્રમણમાં ૧૦૮ શ્વાસોચ્છવાસ પ્રમાણ, રાત્રિમાં ૫૪ શ્વાસોચ્છવાસ પ્રમાણ, પાક્ષિકમાં ૩૦૦, ચાતુર્માસિકમાં ૪૦૦ અને સાંવત્સરિકમાં ૫૦૦ શ્વાસોચ્છુવાસ પ્રમાણ નવકાર મંત્રનો કાઉસગ્ગ હોય છે. ગચ્છ અને ફિરકાના ભેદે લોગસ્સ કે નવકારની સંખ્યામાં કેટલાક ફેરફારો થયેલા છે.
પ્રતિક્રમણ એ જૈનોની ધાર્મિક ક્રિયા છે. પર્યુષણ પર્વ આવે એટલે પ્રતિક્રમણની ક્રિયા કરનારાઓની સંખ્યા વધે. સંવત્સરીને દિવસે સાંજે જૈન લોકો પોતપોતાના સમુદાયમાં એકત્ર થઈ પ્રતિક્રમણ કરી પરસ્પર ક્ષમાયાચના કરે છે, પોતાનાથી જાણતા કે અજાણતાં થયેલા દોષોને માટે સંઘની સાક્ષીએ ક્ષમા માગે છે અને બીજાના જે કંઈ દોષ પોતાના પ્રતિ થયા હોય તેના માટે ક્ષમા આપે છે. લાખો જૈન લોકોની લગભગ એક જ સમયે થતી આ શુદ્ધિકરણની ક્રિયામાં જબરું બળ રહેલું છે. કેટલાય લોકો બધીય ક્રિયાનો અર્થ ન જાણતાં હોવા છતાં માત્ર દેખાદેખીથી, લજ્જા કે સંકોરાથી અથવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org