Book Title: Pratikraman
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 1
________________ પ્રતિક્રમણ “પ્રતિક્રમણ' (પડિકમણું) એ જૈનોનો વિશિષ્ટ પારિભાષિક શબ્દ છે. પાપમાંથી પાછા હઠવા માટેની ક્રિયા માટે આ શબ્દ વપરાય છે. પ્રતિક્રમણ શબ્દમાં પ્રતિ’ ઉપસર્ગ છે. એના જુદા જુદા અર્થ થાય છે. અહીં પ્રતિ' એટલે "ાછું, પ્રતિકૂળ, ઊલટું, વિપરીત, વિરુદ્ધ એવો અર્થ થાય છે. “શમ્' એ ધાતુ છે. તેનો અર્થ થાય છે ગમન, પહોંચવું, પસાર થવું, ચઢવું, દાખલ થવું, પગલાં ઇત્યાદિ. એ ધાતુને “અસ” પ્રત્યય લાગતાં “મ' શબ્દ બને છે. ઉપસર્ગ, ધાતુ અને પ્રત્યયથી આ રીતે પ્રતિક્રમણ શબ્દ થાય છે. આમ પ્રતિક્રમણ' શબ્દનો યૌગિક અર્થ થાય છે “પાછા ફરવું” અથવા “મૂળ સ્થાને પાછા આવવું'. એનો વિશેષ અર્થ છે : “પ્રમાદને વશ થવાને કારણે શુભ યોગથી અશુભ યોગમાં ક્રાંત થયેલા જીવનું શુભ યોગમાં પાછા ફરવું. વિશાળ અર્થમાં પ્રતિક્રમણ એટલે પાપનો પશ્ચાત્તાપ, અતિચારોની આલોચના, દોષોનું નિવારણ, અશુભની નિવૃત્તિ, અપરાધો માટે ક્ષમાપના. પ્રતિક્રમણની વ્યાખ્યા આપતાં “આવશ્યક-વૃત્તિમાં હરિભદ્રસૂરિએ કહ્યું છે : स्वस्थानद्यत्परस्थानं प्रमादस्य वशादतः । तत्रेव क्रमणं भूयः प्रतिक्रमणमुच्यते।। પ્રમાદને વશ થવાથી પોતાના સ્થાનથી પરસ્થાને ગયેલાએ મૂળસ્થાને પાછું ફરવું તેનું નામ પ્રતિક્રમણ.] વળી તેમણે કહ્યું છે : क्षायोपशमिकाद भावादौदयिकस्य वशं गतः । तत्रापि च स एवार्थः प्रतिकूलगमात्स्मृतः।। લિયોપથમિક ભાવ થકી દયિક ભાવને વશ થનાર જીવનું તેને જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13