Book Title: Pratikraman
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 7
________________ પ્રતિક્રમણ ૨૧૯ પ્રત્યેક જીવ સર્વથા પાપરહિત થઈ જાય એવું સામાન્ય રીતે બનતું નથી. એટલે સર્વથા પાપરહિત થવા માટે દ્રવ્ય અને ભાવ એમ ઉભય પ્રકારે પ્રતિક્રમણનો મહાવરો આવશ્યકરૂપ, કર્તવ્યરૂપ મનાયો છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી કહે છે કે પ્રતિક્રમણ કરનારે સંકલ્પપૂર્વક ઉદ્યમશીલ અને અપ્રમત્ત રહેવું. એમ મનાય છે કે બીજા તીર્થકર ભગવાન અજિતનાથના સમયથી તેવીસમા તીર્થંકર ભગવાન પાર્શ્વનાથ સુધીના સમયમાં અર્થાત્ ચોથા આરામાં જીવો એટલા સરળ અને પ્રાજ્ઞ હતા કે તેઓને પોતાનો દોષ તરત નજરમાં આવી જતો અને તેઓ તત્ક્ષણ ક્ષમાપનાપૂર્વક પ્રત્યક્ષ કે મનોમન પ્રતિક્રમણ કરી લેતા. વિધિપૂર્વકનું જુદું પ્રતિક્રમણ કરવાની તેમને કોઈ આવશ્યકતા રહેતી નહિ. પહેલા તીર્થકર ભગવાન ઋષભદેવના સમયના માણસો સરળ છતાં જડ હતા અને છેલ્લા તીર્થકર ભગવાન મહાવીર સ્વામીના સમયમાં માણસો વક્ર અને જડ હતા. એટલે તેઓ બંનેના શાસનકાળમાં વિધિપૂર્વકનું નિશ્ચિત સમય માટે પ્રતિક્રમણ ફરમાવવામાં આવ્યું છે. પ્રતિક્રમણના મુખ્ય બે પ્રકાર છે : દેવસિક (દવસી) અને રાત્રિક (રાઈ). દિવસ દરમિયાન જે દોષો થયા હોય તે દોષોને માટે દિવસના અંતભાગમાં પ્રતિક્રમણ કરવું તે દેવસિક પ્રતિક્રમણ. રાત્રિ દરમિયાન ગમનાગમન, સ્વપ્નાદિક કે અન્ય પ્રકારના જે કંઈ દોષો થયા હોય તે માટે રાત્રિના અંતભાગમાં એટલે કે વહેલી સવારે પ્રતિક્રમણ કરવું તે રાત્રિક પ્રતિક્રમણ. આમ માણસે રોજેરોજ ચોવીસ કલાકમાં બે વખત પ્રતિક્રમણ તો અવશ્ય કરવું જ જોઈએ. દેવસિક અને રાત્રિક પ્રતિક્રમણ ઉપરાંત પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણ એમ પ્રતિક્રમણના બીજા ત્રણ પ્રકારો પણ બતાવાયા છે. એ ત્રણ પ્રકારો તે વસ્તુત: દેવસિક અને રાત્રિક પ્રતિક્રમણના વિશિષ્ટ પ્રકારો છે. અનુક્રમે તેમને વધુ મહત્ત્વના ગણવામાં આવ્યા છે. દર પંદર દિવસે કરાતું પ્રતિક્રમણ તે પાક્ષિક (મમ્મી), દર ચાર માસે કરાતું પ્રતિક્રમણ તે ચાતુર્માસિક (ચોમાસી) અને દર વર્ષે કરાતું પ્રતિક્રમણ તે સાંવત્સરિક (સંવત્સરી, સમછરી, છમછરી) પ્રતિક્રમણ કહેવાય છે. રોજ જો દેવસિક પ્રતિક્રમણ બરાબર કરતું હોય તો પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક એવા જુદા પ્રકાર ગણવાની જરૂર શી એવો પ્રશ્ન કોઈકને થાય. તેનો ખુલાસો કરતાં શાસ્ત્રકારોએ કહ્યું છે કે રોજેરોજ ઘર સાફ કરવામાં આવે છે તો પણ પર્વના દિવસે તે ખૂણેખાંચરેથી બરાબર સાફ કરવામાં આવે છે તેવી રીતે રોજનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13