Book Title: Pratikraman Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 8
________________ ૨૨૦ જિનતત્ત્વ પ્રતિક્રમણ કરવા છતાં વિસ્મૃતિ, લજ્જા, ભય, મનની મંદતા, પ્રમાદ ઇત્યાદિના કારણે જે કોઈ અતિચારોની વિશુદ્ધિ કરવાની બાકી રહી ગઈ હોય તે વિશુદ્ધિ પાલિકાદિ મોટા પ્રતિક્રમણ દ્વારા થઈ જાય છે. કહ્યું છે – जह गेहं पइदिवसपि सोहियं तहवि पव्वसंधिसु। साहिकाई सविसेसं एव इहयंपि नायव्यं ।। [જેમ રોજે રોજ ઘર સાફ કરાય છે, તો પણ પર્વને દિવસે તે વિશેષ સાફ કરાય છે તેવી રીતે આ બાબતમાં (પાલિકાદિ પ્રતિક્રમણની બાબતમાં) જાણવું.) જુદાં જુદાં દૃષ્ટિબિન્દુથી પ્રતિક્રમણના ભિન્નભિન્ન પ્રકારો શાસ્ત્રગ્રંથોમાં દર્શાવવામાં આવ્યા છે. સ્થાનાંગ સૂત્રમાં છ પ્રકાર નીચે પ્રમાણે, વિશેષત: સાધુસાધ્વીઓ માટે, બતાવવામાં આવ્યા છે : छविहे पडिक्कमणे पण्णत्ते । तं जहा -- उच्चार पडिकूकमणे, पासवण पडिक्कमणे, इत्तरिए, आवकहिए, जं किंचि मिच्छा, सोमणंतिए। (૧) ઉચ્ચાર પ્રતિક્રમણ – મળ વગેરેના વિસર્જન પછી તે સંબંધી તરત ઇર્યાપથિક (ગમનાગમનને લગતું) પ્રતિક્રમણ કરવું. (૨) પ્રસવણ પ્રતિક્રમણ – લઘુશંકાના નિવારણ પછી તે માટે તરત ઇર્યાપથિક પ્રતિક્રમણ કરવું. (૩) ઇત્વર પ્રતિક્રમણ – સ્વલ્પકાળમાં કંઈ પણ ભૂલ કે દોષ થાય તો તે માટે તરત કરાતું પ્રતિક્રમણ. (૪) યાવકથિત પ્રતિક્રમણ – મહાવ્રતોને વિશે જે કંઈ દોષ લાગે તો તેમાંથી પાછા હઠવાના સંકલ્પપૂર્વક સમગ્ર જીવનને માટે કરાતું પ્રતિક્રમણ. (૫) યત્કિંચિત્ મિથ્યા પ્રતિક્રમણ – ક્યારેક પ્રમાદને કારણે યત્કિંચિત્ અસંયમ થઈ જાય તો તે માટે કરાતું પ્રતિક્રમણ. () સ્વખાંતિક પ્રતિક્રમણ – ખરાબ સ્વપ્નાં આવે, સ્વપ્નમાં વાસના કે વિકારોનો અનુભવ થયા તો તે માટે કરાતું પ્રતિક્રમણ. પ્રતિક્રમણના નીચે પ્રમાણે પાંચ પ્રકાર પણ બતાવવામાં આવ્યા છે : (૧) આશ્રયદ્વાર પ્રતિક્રમણ, (૨) મિથ્યાત્વ પ્રતિક્રમણ, (૪) કષાય પ્રતિક્રમણ, (૪) યોગ પ્રતિક્રમણ અને (૫) ભાવ પ્રતિક્રમણ. નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની દૃષ્ટિએ પણ પ્રતિક્રમણના પ્રકારો દર્શાવવામાં આવ્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13