Book Title: Pratikraman Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 9
________________ પ્રતિક્રમણ પ્રતિક્રમણના આ પ્રકારો ઉપરાંત બીજો એક વિશેષ પ્રકાર પણ દર્શાવવામાં આવે છે અને તે છે ‘ઔત્તમાર્થિક પ્રતિક્રમણ' અથવા ઉત્તમાર્થે એટલે કે ઉત્તમ હેતુ માટે કરાતું પ્રતિક્રમણ, અનશન કે સંલેખના કરવા માટે, પાપની આલોચન કરવાપૂર્વક જે પ્રતિક્રમણ કરાય છે તે ઔત્તમાર્થિક પ્રતિક્રમણ કહેવાય છે. દૈવસિક આદિ પ્રતિક્રમણને વ્યાવહારિક પ્રતિક્રમણ કહેવામાં આવે છે અને ઔત્તમાર્થિક પ્રતિક્રમણને નિશ્ચય પ્રતિક્રમણ કહેવામાં આવે છે. पडिक्कमणं देसियं राइयं च इत्तरि अभावकहियं वा । पक्खिअ चउम्मासिअ संवच्छर उत्तमठ्ठ સાર ઔત્તમાર્થિક પ્રતિક્રમણ કરનાર સંલેખના વ્રત ધારણ કરી આહારનો ત્યાગ કરે છે ત્યારે દેહ ઉપરની તેની મમત્વબુદ્ધિ ચાલી જાય છે; એની આત્મરમણતા વધવા લાગે છે. પોતે માત્ર આત્મસ્વરૂપ છે, તેનું સતત ભાન રહ્યા કરે છે. એ વખતે દેહ અને આત્માની ભિન્નતાનું ભાન કરાવનાર ઔત્તમાર્થિક પ્રતિક્રમણ જીવાત્મા માટે ભેદવિજ્ઞાનનું અનોખું સાધન બની રહે છે. ‘પ્રતિક્રમણ’ શબ્દના બીજા સાત પર્યાયો દર્શાવતાં કહેવાયું છે. : पडिक्कमणं पडिचरणा पडिहरणा वारणा मिअत्ति अ । निंदा गरहा सोही पडिक्कमणं अठ्ठहा होई ।। ૨૨૧ (૧) પ્રતિક્રમણ, (૨) પ્રતિચરણ (અથવા પ્રતિચરણા), (૩) પ્રતિહરણા, (૪) વારણા, (૫) નિવૃત્તિ, (૬) નિંદ્ય, (૭) ગર્દ અને (૮) શુદ્ધિ એ આઠ પ્રકારે પ્રતિક્રમણ છે. પ્રતિક્રમણ માટે આ આઠ જુદા જુદા પર્યાયવાચક શબ્દો છે, પરંતુ તે દરેકમાં કોઈક એક તત્ત્વ કે ભાવ ઉપર વિશેષ ભાર મૂકવામાં આવે છે. એ બધાને ક્રમાનુસાર જો સાથે લેવામાં આવે તો પણ પ્રતિક્રમણની ક્રિયા માટે ઇષ્ટ એવાં બધાં તત્ત્વોનો તેમાં સુલભ સમન્વય થયેલો જણાશે. પ્રતિક્રમણથી શુદ્ધિ સુધીનો ક્રમ પણ તેમાં રહેલો છે, જયચંદ્રગણિએ ‘હેતુગર્ભ પ્રતિક્રમણક્રમવિધિ’ નામના પોતાના ગ્રંથમાં એ દરેકને સમજાવતી જુદી જુદી નાનકડી દૃષ્ટાંતકથા પણ આપી છે. પ્રતિક્રમણને ભૂતકાળ સાથે સંબંધ છે. ભૂતકાળમાં જે કંઈ દોષ થયા હોય તેને માટે ક્ષમા માગવી તેને પ્રતિક્રમણ કહે છે. વર્તમાન સમયમાં થતા દોષોને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13