Book Title: Pratikraman
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 11
________________ પ્રતિક્રમણ ૨૨૩ કે યુરોપ, અમેરિકા, મલેશિયા તથા જાપાન વગેરે દેશોમાં જૈનોની પ્રતિક્રમણ વિધિમાં સરખાપણું રહ્યું છે અને એથી સંઘની એકતા પણ જળવાઈ રહી છે. વળી આ સૂત્રો ગણધરો કે મહર્ષિ જેવા પૂર્વાચાર્યોએ રચેલાં છે. એમની આર્ષવાણીમાં મંત્રશક્તિ રહેલી છે. કેટલાંક સૂત્રોનું તો અઢી હજાર વર્ષથી સતત ઉચ્ચારણ, પઠન-પાઠન થતું આવ્યું છે. એ સૂત્રના શ્રદ્ધાપૂર્વક પઠનથી અનેરો ઉલ્લાસ અનુભવાય છે. એની સ્વાનુભવયુક્ત પ્રતીતિ અનેકને થયેલી છે. એ સૂત્રોને પોતાની અર્વાચીન ભાષામાં ઉતારવાથી મૂળ કર્તાનો ભાવ કેટલો આવશે તે શંકાસ્પદ છે. વળી સમયે સમયે નવેસરથી અનુવાદ કરવા પડશે. એટલે સૂત્રોના અર્વાચીન ભાષામાં અનુવાદ કરીને તે ઉચ્ચારવાં તેના કરતાં સૂત્રને મૂળ સ્વરૂપે ઉચ્ચારવાં એ જ વધુ હિતાવહ છે. અનુભવીઓ એમ કહે છે કે અર્થ ન જાણવા છતાં પણ જેઓ કંઠસ્થ કરીને એ સૂત્રોને શ્રદ્ધા અને વિધિપૂર્વક ઉચ્ચારે છે તેનામાં અનેરો ઉત્સાહ અને ઉલ્લાસ પ્રગટે છે; તેનો આત્મવિશ્વાસ વધે છે; તેના કષાયો મંદ થાય છે; તેનો આત્મા નિર્મળ થાય છે; સમય જતાં સૂત્રોના અર્થ સમજવાની જિજ્ઞાસા પણ તેનામાં જન્મે છે. આ શ્રદ્ધા અને સ્વાનુભવનો જેટલો વિષય છે તેટલો તર્ક કે વ્યવહારનો નથી, અને એટલા માટે જ હરિભદ્રસૂરિ, હેમચંદ્રાચાર્ય, યશોવિજયજી કે બીજા મહાન જ્ઞાની આત્માઓએ પણ પોતાના સમયમાં આ સૂત્રોએ પોતાની ભાષામાં ફેરવવાનું વિચાર્યું નથી. અર્થ ન જાણવા છતાં યહૂદીઓ પોતાની પ્રાર્થના હી ભાષામાં કરે છે; મુસલમાનો અરબીમાં, પારસીઓ અવેસ્તામાં, ચીન, જાપાન, કોરિયા વગેરે દેશના બીદ્ધધર્મીઓ પાલિ ભાષામાં પોતાની પ્રાર્થના કરે છે. અનેક સૈકાઓથી આવી પરંપરા જગતના તમામ ધર્મોમાં જોવા મળે છે. એનું કારણ એ છે કે જેઓ સાચા ધર્માભિમુખ છે, જેઓ માત્ર બુદ્ધિથી નહિ પણ અંતરથી ધર્મ તરફ વળેલા છે તેઓને પ્રાચીન ભાષા ક્યારેય અંતરાયરૂપ થઈ નથી, બલ્ક એ ભાષા તરફ તેમનો અનુરાગ વધે છે. એટલે પ્રતિક્રમણનાં સૂત્રોને ગુજરાતી, કચ્છી, રાજસ્થાની, હિન્દી, પંજાબી, કન્નડ, તમિળ, બંગલાઅંગ્રેજી, જર્મન કે જાપાની ભાષામાં ઉતારીને એ પ્રમાણે પ્રતિક્રમણ કરવા કરતાં જરાક સરખો પુરુષાર્થ કરીને, અર્થ સમજીને, ગણધરો અને પૂર્વાચાર્યોની ભાષાને પોતાની બનાવવી એમાં વધુ શ્રેય રહેલું છે. વ્યવહાર અને તર્કથી કદાચ આ વાત તરત પ્રતીત નહિ થાય, પરંતુ શ્રદ્ધા અને ભાવયુક્ત સ્વાનુભવ જેને થયો હશે તેને આ વાતની પ્રતીતિ અવશ્ય થઈ હશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13