Book Title: Pratikraman
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 13
________________ પ્રતિક્રમણ 225 ગતાનુગતિક રૂટ શ્રદ્ધાથી આ ક્રિયા કરતાં હશે તો પણ વિશાળ સમૂહમાં, ગુરુ, અને સંઘની સાક્ષીએ શુદ્ધિકરણ માટે થતી આ ક્રિયાનો પ્રભાવ સામુદાયિક ચેતના ઉપર ઘણો મોટો પડે છે. એના ધાર્મિક કે આધ્યાત્મિક મૂલ્યની સાથે સામાજિક દૃષ્ટિએ પણ એનું મૂલ્ય ઘણું મોટું છે. કેટલાક દલીલ કરે છે કે ખરી જરૂર તો હૃદય-પરિવર્તનની છે અને તે તો માણસ ઘરે બેઠાં એકલો સારી રીતે કરી શકે તેમ છે. એ માટે આ બધી દ્રવ્ય ક્રિયા કરવાની, દેખાડો કરવાની કોઈ આવશ્યકતા નથીઆવી દ્રવ્ય ક્રિયા કરનારાઓની ટીકા, નિંદા કે હાંસી કરનારો અમુક નિંદક-સમીક્ષક વર્ગ હંમેશા રહેવાનો, પરંતુ જેમણે એક વાર પણ સમજણપૂર્વક અર્થભાવ સહિત આવી ક્રિયા કરી હશે તેઓ પછીથી એ ક્રિયાના ટીકાકાર રહેતા નથી. શાસ્ત્રકારે કહ્યું છે : अविहिकया वरमकयं उस्सुअवयणं वयति सव्वणु। पायच्छित्तं जम्हा अकए गुरुअं कए लहुअं! અવિધિએ કરવા કરતાં નહિ કરવું એ શ્રેષ્ઠ છે એવા વચનને સર્વજ્ઞો ઉત્સુત્ર વચન કહે છે, કારણ કે નહિ કરનારને ગુરુ મોટું પ્રાયશ્ચિત્ત અને અવિધિએ કરનારને લધુ (નાનું) પ્રાયશ્ચિત્ત આવે છે. આમ પ્રતિક્રમણ એ જૈન આચારધર્મનો પાયો છે. આત્માની નિર્મળતા માટેનું અમોઘ સાધન છે. ચારિત્રધર્મના પ્રાણ તરીકે તેની ગણના થાય છે. દિવસ કે રાત્રિ દરમિયાન પોતાનાથી કંઈ પણ દોષ ન થયેલો હોય તો પણ વિધિપૂર્વક પ્રતિક્રમણ કરવું એ આવશ્યક કર્તવ્ય મનાયું છે. રોગ હોય તો તેનું નિવારણ કરે અને ન હોય તો શરીરને બળ આપે એવા પ્રકારના ઔષધ તરીકે પ્રતિક્રમણને ગણાવાયું છે. ભગવાન મહાવીરના સમયથી ચાલી આવેલી આ પ્રતિક્રમણની વિધિએ અનેક જીવાત્માઓ ઉપર અનંત ઉપકાર કર્યો છે. ભાવ પ્રતિક્રમણ તો બે-ચાર મિનિટમાં પૂરું થઈ શકે છે, પરંતુ દ્રવ્ય પ્રતિક્રમણ એ એક પ્રકારની યોગક્રિયાયુક્ત સાધના છે. એના સતત અભ્યાસ વગર ભાવ પ્રતિક્રમણમાં સ્થિર રહેવું ઘણું કઠિન છે. એટલે જ આત્માર્થીઓ માટે ભાવયુક્ત દ્રવ્ય પ્રતિક્રમણ અનિવાર્ય મનાયું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13