Book Title: Pratikraman
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 10
________________ ૨૨૨ જિનતત્ત્વ અપ્રમત્તભાવે અટકાવવા તેને “સંવર' કહે છે. ભવિષ્યમાં પોતાનાથી કંઈ પાપ ન થાય તે માટે પ્રતિજ્ઞા લેવી તેને “પચ્ચકખાણ” કહે છે. ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળ માટે આમ ત્રણ જુદા જુદ્ધ પારિભાષિક શબ્ધ જૈન ધર્મમાં વપરાય છે. તેમ છતાં શાસ્ત્રકારો ત્રણે કાળને આશ્રીને “પ્રતિક્રમણ' શબ્દનો વિશિષ્ટ અર્થ ઘટાવે છે. કઈ કઈ કક્ષાના મનુષ્યથી કઈ કઈ બાબતમાં શિથિલાચાર થવાનો સંભવ છે તેનો પરામર્શ કરી વ્રત, આચાર ઇત્યાદિની બાબતમાં જૈન ધર્મમાં સૂક્ષ્મ વિચાર કરવામાં આવ્યો છે. સાધુ-સાધ્વીઓને અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ મહાવ્રતોને વિષે લાગેલા દોષોને માટે પ્રતિક્રમણ કરવાનું હોય છે. ગૃહસ્થોએ પાંચ અણુવ્રત તથા ચાર શિક્ષાવ્રત એમ બાર વ્રતોને વિશે જે કંઈ અતિચાર થયા હોય તેને માટે પ્રતિક્રમણ કરવાનું હોય છે. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાએ દર્શનાચાર, જ્ઞાનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વિર્યાચાર એ પંચાચારના પાલનની બાબતમાં જે કંઈ દોષ લાગ્યો હોય તેને માટે પ્રતિક્રમણ કરવાનું હોય છે. તદુપરાંત, પાંચ વ્રત, પાંચ આચાર, પચીસ પ્રકારના મિથ્યાત્વની બાબતમાં દોષો સહિત અઢાર પાપસ્થાનક માટે પણ પ્રતિક્રમણ કરવાનું હોય છે. સાધુ, સાધ્વી, શ્રાવક કે શ્રાવિકા સંલેખના વ્રત ધારણ કરે તો તેના પાંચ અતિચારો વિષે પ્રતિક્રમણ કરવાનું હોય છે. પર્વ દિવસના પ્રતિક્રમણમાં અતિચારોના નામ-પ્રકારના પઠન પછી તે દરેક માટે ક્ષમા માગવાની હોય છે. (અલબત્ત એ અતિચારોમાંના કેટલાક આજે કાળગ્રસ્ત બન્યા છે અને કેટલાક નવા અતિચારો પ્રચલિત થવા લાગ્યા છે.) પ્રતિક્રમણનાં મોટા ભાગનાં સૂત્રો અર્ધમાગધી ભાષામાં છે. નવકાર મંત્ર, લોગ્ગલ્સ, ઇરિયાવહી, નમુત્થણ, ઉવસગ્ગહર ઇત્યાદિ અર્ધમાગધી સૂત્રો પરાપૂર્વથી ચાલ્યાં આવે છે. કેટલાક એવો મત દર્શાવે છે કે આવાં સૂત્રોની ભાષા સમજાતી નથી, માટે તેને અર્વાચીન ભાષામાં મૂકવાં જોઈએ. એથી યુવાન વર્ગ પણ પ્રતિક્રમણ તરફ આકર્ષાય. અને પોતે શી ક્રિયા કરે છે તેની સૌને સમજ પડે, કારણ કે સમજ પડે તો ભાવ વધુ આવે. એક અપેક્ષાએ આ વાત સાચી છે. પરંતુ બીજી અપેક્ષાએ જોઈએ તો આ સુત્રોને લીધે જ પંજાબ, રાજસ્થાન, ઉત્તર ભારત, કચ્છ, ગુજરાત કે દક્ષિણ ભારતમાં વસતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13