Book Title: Pratikraman Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 5
________________ પ્રતિક્રમણ आलोयण पडिक्कमणे मीस विवेगे तहा वि उसग्गे । तवच्छेय मूल अणवश्याय વાર્તાવ જેવ ) (૧)આલોચના, (૨) પ્રતિક્રમણ, (૩) મિશ્ર,(૪)વિવેક, (૫) કાયોત્સર્ગ, (૬) તપ, (૭) છંદ, (૮) મૂલ, (૯) અનવસ્થાપ્ય અને (૧૦) પારાંચિત એમ દસ પ્રકારનાં પ્રાયશ્ચિત્ત છે. ૨૧૭ જે માણસ સાચા દિલથી, નિર્મળ ભાવથી પ્રાયશ્ચિત્ત કરે છે તે માણસ એ જ પ્રકારનું પાપ સામાન્ય રીતે ફરીથી હેતુપૂર્વક કરવા પ્રવૃત્ત થતો નથી. અપવાદરૂપ એવા જીવો અલબત્ત હોય છે કે જે વારંવાર પ્રાયશ્ચિત્ત કરવા છતાં અજ્ઞાન, પ્રમાદ કે મોહદશાના કારણે એવા દોષોનું આચરણ ફરી ફરી કરે છે. પ્રાયશ્ચિત્ત એ વિશુદ્ધિનો માર્ગ છે. આત્માને લાગેલી મલિનતાનું એના વડે પ્રક્ષાલન થાય છે. એટલા માટે પ્રતિક્રમણ એ પ્રાયશ્ચિત્તનો એક વિશિષ્ટ પ્રકાર છે. ધર્મના માર્ગે આરાધના કરનારને માટે જૈન ધર્મમાં છ આવશ્યક કર્તવ્ય બતાવવામાં આવ્યાં છે : (૧) સામાયિક, (૨) ચવિસો (ચતુર્વિંશતિસ્તવ), (૩) વંદન, (૪) પ્રતિક્રમણ, (૫) કાઉસગ્ગ અને (૬) પચ્ચક્ખાણ, સાચા જૈન આરાધકે આ છ ક્રિયાઓ રોજેરોજ અવશ્ય કરવી જોઈએ. એટલા માટે એને આવશ્યક ક્રિયા તરીકે ઓળખવામાં આવી છે. જૈન આગમ ગ્રંથોમાં આ છ ક્રિયાઓ ઉપર બહુ ભાર મૂકવામાં આવ્યો છે. ‘આવશ્યક સૂત્ર’ ગણધરરચિત છે અને તેના ઉ૫૨ નિર્યુક્તિ વગેરે પ્રકારની રચનાઓ દ્વારા ણો પ્રકાશ પાડવામાં આવ્યો છે. પ્રતિક્રમણ એ છ ક્રિયાઓમાંની બરાબર વચ્ચે આવતી એક મહત્ત્વની ક્રિયા છે. વળી તેની મહત્તા એટલી બધી છે કે એક પ્રતિક્રમણની ક્રિયાની અંદર છએ છે આવશ્યક ક્રિયાઓ આવી જાય છે. સામાયિક લઈને પ્રતિક્રમણની વિધિ કરવામાં આવે છે. અને તેમાં ચતુર્વિંશતિસ્તવ (ચોવીસ તીર્થંકરની સ્તુતિ), ગુરુવંદન, કાઉસગ્ગ અને પચ્ચક્ખાણની વિધિ કરવામાં આવે છે અને તે પૂરી થતાં સામાયિક પારવામાં આવે છે. એટલા માટે પ્રતિક્રમણ ઓછામાં ઓછું બે ઘડીનું (૪૮ મિનિટનું) હોવું જોઈએ. પંચ મહાવ્રતધારી સાધુઓએ મહાવ્રતોને ઉદ્દેશીને અને ગૃહસ્થોએ પાંચ અણુવ્રત સહિત બાર વ્રતોને ઉદ્દેશીને પ્રતિક્રમણની વિધિ કરવાની હોય છે. ગૃહસ્થ અને સાધુની વિધિમાં એટલા માટે એ દૃષ્ટિએ થોડો ફરક પણ હોય છે. સાધુઓએ યાવત્ જીવન સાવદ્ય યોગનાં (પાપયુક્ત પ્રવૃત્તિનાં) www.jainelibrary.org Jain Education International For Private & Personal Use OnlyPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13