Book Title: Pratikraman Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 3
________________ ૨૧પ પ્રતિક્રમણ પૂર્વે બાંધેલાં કર્મોના શુભાશુભ ભાવોથી આત્માને અલગ કરી દેવો તેનું નામ પ્રતિક્રમણ છે. દુનિયાના તમામ ધર્મોમાં પાપની નિવૃત્તિ માટે કે દોષના નિવારણ માટે કોઈક ને કોઈક પ્રકારની ધાર્મિક ક્રિયાનું વિધાન છે. વૈદિક પરંપરામાં સંધ્યાકર્મનો આદેશ છે. યજુર્વેદમાં સંધ્યાકર્મ કરવા માટેનો જે મંત્ર છે તેમાં મન, વાણી અને દેહ દ્વારા થયેલા દુરાચારોનાં વિસર્જન માટે પ્રાર્થના કરાયા છે. પારસીઓના અવેસ્તા ગ્રંથમાં પણ મન, વાણી અને કાયા દ્વારા જાણતાં કે અજાણતાં થયેલા દોષોને માટે રોજેરોજ પશ્ચાત્તાપ કરવાનું વિધાન છે. બૌદ્ધ ધર્મમાં જૈન ધર્મની જેમ “પાપદેશના” અથવા “પ્રવારણા” નામની ક્રિયા છે. દિવસ અને રાત્રિ દરમિયાન જુદે જુદે સમયે વ્યક્તિગત રીતે કરવાની પાપદેશના રૂપ ક્રિયા ઉપરાંત ભિખુ અને ભિખુણીઓને માટે સામૂહિક રીતે નિશ્ચિત સ્થળે, નિશ્ચિત દિવસે એકત્ર થઈ પોતાના પાપોની આલોચના કરવાની પ્રવારણા' નામની ક્રિયા પણ છે. પખવાડિયામાં ઓછામાં ઓછી એક વાર કરાતી આ ક્રિયાને પ્રવારણા' કહેવામાં આવે છે. ખ્રિસ્તી ધર્મમાં કન્વેશન્સ (Confessions) અને રિટ્રિટ(Retreat)ની ધર્મક્રિયાનું વિધાન છે. રિટ્રિટ શબ્દ પ્રતિક્રમણ’ શબ્દના પર્યાય જેવો જ છે. ઘણા દિવસ સુધી ચાલતી એની ક્રિયામાં મૌન, ધ્યાન, આત્માવલોકન, પ્રાર્થના ઇત્યાદિ દ્વારા આત્માને નિર્મળ કરવાની ભાવના છે. ઇસ્લામ ધર્મમાં “તોબાહ'ની ધર્મક્રિયા છે. આમ દુનિયાના જુદા જુદા ધર્મમાં પાપની આલોચના અને વિશુદ્ધિકરણ માટે કોઈક ને કોઈક ધર્મક્રિયા ફરમાવવામાં આવેલી છે. કોઈ પણ માણસ પોતાના પૂર્વજીવનનું અવલોકન કરે તો તેને પોતાની કોઈક ને કોઈક ભૂલ જણાયા વગર ન રહે, ઊઠતાં, બેસતાં, ખાતાંપીતાં, બોલતાં, ચાલતાં, હરતાંફરતાં, વિચાર કરતાં, ચિંતન-મનન કરતાં માણસથી સ્કૂલ કે સૂક્ષ્મ પ્રકારની કોઈક ને કોઈક ભૂલ જાણતા-અજાણતાં થઈ જાય છે. જ્યાં સુધી સર્વજ્ઞતા ન આવે ત્યાં સુધી ભૂલ થવા સંભવ છે. સામાન્ય રીતે જીવન સંપૂર્ણ કે પરિપૂર્ણ સંભવી ન શકે. સર્વજ્ઞતાના અભાવમાં એક જીવનો બીજા જીવો સાથેનો વ્યવહાર પણ સંપૂર્ણ અને સર્વ પક્ષે સર્વથા સંતોષકારક ન હોઈ શકે. કેટલીક ભૂલો માણસને તરત સમજાય છે, તો કેટલીક ભૂલો સમજાતી નથી. વળી કેટલીક ભૂલો સમજાય છે, તો સ્વીકારાતી નથી. પોતે ભૂલ કરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13