Book Title: Pratikraman Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 2
________________ ૨૧૪ જિનતત્ત્વ વિશે પાછું ગમન થવું એટલે કે ઔદયિક ભાવથી ક્ષાયોપથમિક ભાવમાં પાછાં આવવું, તેને પ્રતિકૂળ ગમન અર્થાત્ પ્રતિક્રમણ કહે છે.] પ્રતિક્રમણ શબ્દની શાસ્ત્રગ્રન્થોમાં નીચે પ્રમાણે જુદી જુદી વ્યાખ્યાઓ પણ સાંપડે છે : (૧) પ્રતીષ માં પ્રતિમા પાછા ફરવું (સ્વધર્મમાં, સ્વ-સ્વરૂપમાં, સદ્ભાવમાં, શુદ્ધોપયોગમાં) એનું નામ પ્રતિક્રમણ. (૨) “રાજ વાર્તિક' તથા સર્વાર્થસિદ્ધિ' ગ્રંથમાં કહ્યું છે : मिथ्यादुष्कृताभिधानादभिव्यक्त प्रतिक्रिय प्रतिक्रमणम् । મારાં દુષ્કૃત્ય મિથ્યા હો એવું નિવેદન કરીને પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરવી તેનું નામ પ્રતિક્રમણ. (3) प्रतिक्रम्यते प्रमादकृतदेवसिकादिदोषो निराक्रियते अनेनेति પ્રતિમા પ્રમાદને કારણે થયેલા દેવસિકાદિ દોષોનું જેના દ્વારા નિરાકરણ કરવામાં આવે છે તેને પ્રતિક્રમણ કહેવામાં આવે છે. (૪) “રાજવાર્તિક' ગ્રંથમાં કહ્યું છે : अतीतदोषनिवर्तनं प्रतिक्रमणम् । ભૂતકાળમાં થયેલા દોષોની નિવૃત્તિ એટલે પ્રતિક્રમણ. (૫) “ભગવતી આરાધનામાં કહ્યું છે : स्वकृतादशुभयोगात्प्रतिनिवृत्तिः प्रतिक्रमणम्। પોતાનાથી થયેલા અશુભ યોગોમાંથી પાછા ફરવું તેનું નામ પ્રતિક્રમણ. (७) शुभयोगेभ्याऽशुभात् संक्रान्तस्य शुभेप्येव प्रतीपं प्रतिकूलं वा क्रमणं प्रतिक्रमणमिति। શુભ યોગમાંથી અશુભ યોગમાં સંક્રાંત થયેલા આત્માનું ફરી શુભ યોગમાં પાછાં આવવું તેનું નામ પ્રતિક્રમણ. સમયસારમાં શ્રી કુંદકુંદાચાર્યે કહ્યું છે : कम्मं न पुवकय सुहासुह मणेय वित्थर विसेसं । तत्तो णियत्तदे अप्पयं तु जो सो पडिक्कमणं ।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13