________________
૨૧૮
જિનતત્ત્વ
પચ્ચક્ખાણ લીધાં હોય છે. એટલે સૈદ્ધાત્તિક દૃષ્ટિએ તેઓ નિરંતર સામાયિકના ભાવમાં હોય છે અને હોવા જોઈએ. એટલા માટે તેઓને સામાયિકની જુદી ક્રિયા કરવાની હોતી નથી. દિગમ્બર પરંપરામાં પ્રતિક્રમણ કરતાં સામાયિકની ક્રિયા ઉપર વધુ ભાર મુકાયો છે. ક્યારેક પ્રતિક્રમણ અને સામાયિક એ બંનેનું લક્ષ્ય લગભગ એકસરખું જણાયાથી તે એકબીજાના પર્યાય જેવાં બની રહે છે. એને લીધે દિગમ્બર મુનિઓ નિશ્ચિત સમયે સવિધિ સામાયિકની ક્રિયા પણ કરે છે.
પ્રતિક્રમણ એટલે પાપમાંથી પાછા હઠવું અને થયેલા દોષોને માટે ક્ષમા માગવી. “મિચ્છા મિ દુક્કડમ્'ની ભાવના પ્રતિક્રમણનું હાર્દ છે. અશુભ યોગમાંથી ચિત્તને નિવૃત્ત કરવું એટલું જ પર્યાપ્ત નથી. એને શુભ યોગમાં જોડવું પણ જોઈએ. જે માણસો “મિચ્છા મિ દુક્કડમ્' કર્યા પછી ફરી પાછા તેવા જ પ્રકારના દોષો કરે તો તેમનું પ્રતિક્રમણ એ માત્ર બાહ્ય ક્રિયારૂપ દ્રવ્ય પ્રતિક્રમણ બને છે. પાપમાંથી પાછા હઠવાનો જરા પણ ભાવ કે ઇરાદો ન હોય તેવી રીતે પ્રતિક્રમણ કરનાર માત્ર દ્રવ્ય પ્રતિક્રમણ કરે છે. ઉપાધ્યાયજી મહારાજ શ્રી યશોવિજયજી લખે છે :
મૂલ પદે પડિકમણું ભાખ્યું,
પાપણું અકરવું રે; શક્તિ ભાવ તણે અભ્યાસે,
તે જસ અર્થે વરવું રે.
(૩૫૦ ગાથાનું સ્તવન, ઢાળ બીજી, ગાથા ૧૮). જાગ્રત આત્મા માટે ઉત્તમ અથવા આદર્શ પરિસ્થતિ એ છે કે દોષ નજરમાં આવે તો તત્ક્ષણ તેનું પ્રતિક્રમણ કરી લેવું, અર્થાત્ એ દોષનો સ્વીકાર કરી તેને માટે પ્રાયશ્ચિત્ત સહિત ક્ષમા માગી લેવી અને ફરી તેવો દોષ ન થાય તે માટે સંકલ્પ કરી તે દૃઢપણે પાળવો જોઈએ. ક્ષમા માગ્યા પછી પણ માણસ જો તે દોષો સેવે તો તે માયાચાર આચરે છે. એટલા માટે કહ્યું છે :
મિચ્છામિ દુક્કડ દેઈ પાતિક તે ભાવે જે સેવે રે,
આવશ્યક સાખે તે પરગટ માયામોસો સેવે રે. સાચા ભાવથી જેઓ પ્રતિક્રમણ કરે છે, તેમનાથી કદાચ અજ્ઞાન કે પ્રમાદના કારણે ફરી વાર પાપ થઈ જાય તો પણ તેઓ ફરી વાર ભાવથી પ્રતિક્રમણ કરે છે એટલે તેમની ક્રિયા તે માયાચાર નથી. પ્રથમ પ્રયાસે જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org