Book Title: Prasad Mandana
Author(s): Bhagwandas Jain
Publisher: Bhagwandas Jain

View full book text
Previous | Next

Page 10
________________ આધારે હોય એમ લાગે છે. “ દીપાવમાં બે ત્રણ પ્રાચીન દેવાલયના બ્લોકે આ પેપર ઉપર છપાયેલ છે. તેને તેના અનુવાદક પીઠ અને છ વગરનાં બતાવે છે પણ સમજપૂર્વક જોતાં તે પઠ અને છજા વગરના પ્રાસાદો બનતા નથી, અને જો બનાવવામાં આવે તો ઉદય થતો નથી કોઈ વાલયમાં છજાને નિર્ગમન હોવાથી જોનારને છજા વગરનું જણાય છે. ત્યાં પણ છજાન વિભાગ જરૂર હોય છે. ઉબર : ધારનો ઉંબરે મંડોવરના કુંભાની ઊંચાઈ બરાબર એ રાખવાનું શાસ્ત્રકાર લખે છે, તેથી કદાચ ઉંબરાની ઊંચાઈ અધિક માલમ પડે અને જવા આવવામાં અડચણ જેવું જણાય તો તેને ગાળવામાં (ઓછો કરવામાં) આવે છે. તે સંબંધે શિલ્પીઓમાં મતભેદ જણાય છે. કોઈ કહે છે કે, * ઉંબર ગાળવામાં આવે તે તેની સાથે સ્તંભની કુંભીઓ પણ ઉંબરા બાબર ગાળવી. અને કોઈ Gઅરાને ગાળે છે. પણ તેની સાથે સ્તંભની કુંભીએ ગાળતા નથી. શાસ્ત્રમાં સ્તંભની કંબીએ ભૉવરના કુંભાના ઉદય જેટલી રાખવાનું કહ્યું છે, તે પ્રમાણે રાખે છે.” આ બાબતમાં ઉંબરાની સાથે સ્તંભની કંબીઓ ગાળવાનું જે શિલ્પીઓ માને છે, તે પ્રામાણિક હોય તેમ જણાતું નથી. કારણ અપરાજિતપૃચ્છા” સૂત્ર ૧૨૮ શ્લેક ૯ માં તો કુંબીઓથી ઉંબરાને નીચે ઉતારવાનું સાફ લખે છે, તો કુંભીઓ નાચે કેવી રીતે ઊતરે? તેમજ “ક્ષીરાણ” માં સ્પષ્ટ લખે છે કે–ત્વરે હસે () સુરતમાં તુ પૂરતું ! કદાચ ઉંબરે પ્રમાણથી ઓછો કરવામાં આવે તો પણ સ્તંભ અને તેની કુંભીઓ પહેલાંના માપ પ્રમાણે રાખવી, નીચે ઉતારવી નહિ. આથી સ્પષ્ટ જણાય છે કે જે શિલ્પીઓ ઉંબરાની સાથે કુંભીઓને પણ નીચે ઉતારે છે તે પ્રામાણિક નથી. કાઈ શિલ્પી કહે છે કે, “ક્ષીરાવણુવ” માં તો “વાંધારે જ નિષ) ના ગુણ એવો પાઠ છે તે બરાબર છે, પણ આ સામાન્ય નિયમ બતાવેલ છે. પરંતુ જ્યારે ઉબરે ગાળીવાડી, ત્યારે વિશેષ પાઠ તરીકે ક્ષીરાવકારે “ઉંદુબરે હતે ઈયાદિ પૂર્વવત પાઠ આપેલ છે એ યથાર્થ જણાય છે. સામાન્ય નિયમથી વિશેષ નિયમ બલવાન હોવાને કારણે ઉંબરાની સાથે કુંભીઓ ગાળવી નહિ. હજ્જાખા : દ્વારશાખાની બાબતમાં પણ શિલ્પીઓમાં મતભે જણાય છે. સ્તંભશાખાની બન્ને તરફ જે ખરીઓ કરવામાં આવે છે તેને “શિ૮૫રત્નાકરના સાદક શાખા માનતા નથી. જુઓ શિપુરનાકરના તતીય રત્નમાં દ્વારશાખાને ત્રિ, પંચ, સાત અને વિશાખા નકશાઓ અને તેની સાથે સંબંધવાળા પ્રાચીન વલયના ધારશાખાના બ્લેકો આપેલા છે તેથી જણાઈ આવે છે, અને “ જ્ઞાનપ્રકાશ દીપાવ” ના સંપાદક શાખા માને છે. જુઓ દીપાર્ણવની પૃષ્ઠ નં. ૮૧ માં દ્વારશાખાને નકશે છે તેમાં સ્તંભની બને તરફની ખૂઓને શાખા ગણુને ત્રિશા દ્વારને પંચશાખા દ્વાર લખે છે. તેમજ પૃષ્ઠ નં ૭૬૮ અને કદ ની વચમાં દારશાખાને જે બ્લ% આપેલ છે તે બ્લેક ‘શિ૮૫રત્નાકર'ને હોવાથી વચમાં શાખા દ્વાર છાપેલ છે. અને નીચે તેના અંડરૂપે પંચશાખા દ્વાર લખે છે. આથી સ્પષ્મ જણાઈ આવે છે કે સ્તંભશાખાની ખૂણીઓને પાણુના સંપાદક શાખા માને છે, તેથી તેમના મતે પ્રાચીન નવ શાખાવાળું દ્વાર બે રૂપિસ્તંભ રહેવાથી તે શાખાવાળું દ્વાર થઈ જાય છે તે શાસ્ત્રીય નથી. " શાસ્ત્રકાર સ્તંભશાખાની બન્ને તરફ ખૂણીઓ કરવાનું સ્પષ્ટ લખે છે પણ તેને શાખા માનવા નથી. અર્થાત ખૂણુઓવાળા સ્તંભને એક જ સ્તંભશાખા માને છે. તેથી સ્તંભની બન્ને તરફની ખૂ. એને શાખા માનનાર શિલ્પીઓને મંત અશાસ્ત્રીય હોવાથી પ્રામાણિક માની શકાય નહિ.

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 290