Book Title: Prasad Mandana
Author(s): Bhagwandas Jain
Publisher: Bhagwandas Jain

View full book text
Previous | Next

Page 12
________________ વધારતાં સોળમા અષ્ટાદશ ખંડમાં ૬૮, ૬૮ રેખાઓ સમાચારની થાય છે. તે ખંડાની જેટલી કલારેખાને સરવાળો થાય, તેટલી સંખ્યા સ્કધમાં અંકિત કરવામાં આવે છે. ખંડોમાં ચારના ભેદ વડે કળાઓની જે વૃદ્ધિ થાય છે તે જાણવા માટે આ ગ્રંથના પૃષ્ઠ નં. ૭૯માં એક ત્રિખંડા રેખાનું કેષ્ઠિક આપેલ છે તે જોવાથી બીજા ખંડની કલા રેખા બનાવી શકાશે. આ ચંદ્રરેખાની રચના સિવાય બીજી પણ બે પ્રકારે રેખા બનાવવામાં આવે છે. એક ઉદય ભેદદ્ભવ રેખા અને બીજી કલાભેદભવ રેખા. તે બન્નેના પચીસ પચીસ ભેદ થાય છે. તેમાં ઉદયભેદદૂભવ રેખા શિખરના પાયાના બને કેલાની વચમાં કંઇ દેરવામાં આવે છે. તેમાં ખંડ અને કળા ખા બનાવવામાં આવતી નથી. આને શિક્ષોવર્ગ “વાલંજર’ને નામથી ઓળખે છે. આ પચીસ રૂખાના સયાસા, શેભના આદિ પચીસ નામે “ અપરાજિતપૃચ્છા' સૂત્ર ૧૪૧ માં આપેલાં છે. બીજી કલાભદાદભવ રેખા પ્રથમ પંચખંડાથી ઓગણીશ ખંડ સુધી બનાવવામાં આવે છે, તેથી પચીસ ભેદ થાય છે. પ્રથમ ખંડની એક કલા, બીજા ખંડની બે કલા, ત્રીજા ખંડની ત્રણ કળા, ચોથા ખંડની ચાર કળા; આ પ્રમાણે એક એક કુળ વધારતાં ઓગણત્રીસમાં ખંડની ઓગણત્રીસ કળા થાય છે. આ એકથી ઓગણત્રીશ કળા સુધીને સરવાળે કુલ ચાર પાંત્રીસ કળા થાય છે. આમાં પ્રથમ પાંચ ખંડની એક રેખા માનવાથી પચીસ રેખા થાય છે. તેના ચંદ્રકળા, કલાવતી આદિ પચીસ નામો અપરાજિતપૃચ્છા” સૂત્ર ૧૪૧ માં આપેલાં છે. સુવર્ણપુરુષ: સુવર્ણપુરુષને પ્રાસાદનું જીવસ્થાન (હૃદય) માનવામાં આવે છે. તેને કેટલાક જૈન વિધિકાર પ્રાસાદનો શિલાન્યાસ કરતી વખતે શિલાની નીચે રાખે છે. તેઓએ ધૂણવું જોઈએ કે, પાયો એ પગ માનવામાં આવે છે, ત્યારે પગની નીચે જીવસ્યાન રાખવાની ભૂલ કરે છે. શાસ્ત્રકાર આ સુવર્ણ પુરુષને શિખરના મસ્તક ઉપર આમલસારમાં, છજામાં, શુગમાં કે શુકનાસની ઉપર રાખવાનું જણાવે છે તે જીવસ્થાન વાસ્તવિક જણાય છે પણ પાયામાં શિલાની નીચે રાખવું તે ઠીક નથી. વિજાદંડ: શિલ્પવર્ગમાં ઘણા સમયથી શાસ્ત્રનું અધ્યયન ઓછું હોવાથી ધ્વજાદંડ રાખવાનું સ્થાન ભૂલી જવાયું લાગે છે. આથી તેઓ શિખરના સ્કંધમાં કે આમલસારમાં દંડને સ્થાપન કરે છે, તે શાસ્ત્રીય નથી. શાસ્ત્રમાં વજ-દંડનું સ્થાન રાખવા માટે કહ્યું છે કે -શિખરને ઉદયના ચાવીસ ભાગ કરીને. તેના બાવીસમા ભાગમાં ધ્વજ-દંડને સ્થાપવા માટે ધ્વજાધાર (કલાબો) કરવો, તે પ્રતિષ્ઠિત દેવની પાછળના ભાગમાં જમણી તરફના પરામાં રાખવે. જુએ પૃષ્ઠ નં. ૮૭ અને ૨૮. અને તે દંડને મજબૂત કરવા માટે તેની સાથે એક નાની ડિકા આમલસાર સુધીની ઊંચાઈની રાખવામાં આવે છે, તે બનેને વજબંધ અર્થાત મજબૂત બાંધીને દંડ સાથે કલાબામાં સ્થાપન કરવી. તેથી દંડને હવાના જોરથી બચાવ થાય છે. શાસ્ત્રમાં વિજાધારનું સ્થાન બતાવ્યું છે, પણ શિલ્પીઓ ધ્વજાધારનો અર્થ વિજાને ધારણ કરનાર ‘વજપુરુષ એવો કરે છે. તેથી ધ્વજાદંડ રાખવીના સ્થાને ધ્વજપુરુષની આકૃતિ રાખે છે. તેમણે જાણવું જોઈએ કે ધ્વજાધારને અર્થ ધ્વજપુરુષ નહિ, પણ કલા છે તે ધ્વજાદંડ રાખવાનું સ્થાન છે. | મુદ્રિત “જ્ઞાનપ્રકાશદીપાવ” ના પૃષ્ઠ નં. ૧૩૦ માં શ્લ૦ ૧૦૩માં શિખર ઉપર પાંચ ધ્વજા. દંડ એક શિખરમાં અને ચાર દિશાના ચાર શિંગોમાં સ્થાપન કરવાનું જણાવે છે તે યુક્તિસંગત

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 290