Book Title: Prachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Author(s): Shah Indrachand Dhanraj Dhoka Adoni AP
Publisher: Shah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
View full book text
________________
૪૨ ]
પ્રાચીન સઝાય મહેદધિ ભાગ-૨
ભદ્રા વાંદીને વળ્યા રે, કરતાં વીર વિહાર; નયરી રાજગ્રહ અન્યદા રે, પાંત્યા બહુ પરિવારો. રે. વૈરાગી. ભાવ સહિત ભક્તિ કરી રે, શ્રી શ્રેણક ભૂપાળ; વાંટીને શ્રી વીરને રે, પૂછે પ્રશ્ન રસાળ રે. વૈરાગી. ચૌદ સહસ્ત્ર અણગાર માં રે, કુણ ચઢતે પરિણામ કહો પ્રભુજી કરૂણા કરી રે, નિરૂપમ તેહનું નામ રે. વૈરાગી.
હાલ ૪ થી - (પરમાતમ પુરણ કળા. દેશી) શ્રેણીક સુણ સહમ ચૌદમાં, ગુણવંત હો ગિરૂઓ છે જેહ કે ચારિત્રિયો ચઢતે ગુણે, તપે બળિયો હો તપસી માંહે એહ કે;
તે મુનિવર જગ વંદીએ. એ આંકણી. એક ધન્ય જ હો ધનો અણગાર કે, કાયા તે કીધી કેયલે;
બન્યા બાવલ હો જાણે દીસે છાર છે. તે ૨ છ તપ આંબિલ પારણે, લીયે નીરસ હો વિરસ તિમ આહાર કે માખી ન વંછે તેહવો, દયે આણી હો દેહને આધાર કે તે ૩ વેલીથી નીલું તુંબડું, તોડીને હો તડકે ધર્યું જેમ કે, સુકવી લીલરિયે વળી, તે ઋષિનું હો માથું થયું તેમ છે. તે આ બે ઉંડી તગતગે, તારા તણી હા પરે દીસે તાસ કે; હોઠ બે સૂકા અતિ ઘણા, જીભ સૂકી હો પાન પલાસ કે. તે૫ જુજુઈ દીસે આંગુલી, કોણી બે હો નિસર્યા તિહાં હાડ કે જંઘા બે સૂકી કાગની, દીસે જાણે છે કે જીરણ તાડ કે. તે ૬ આંગુલી પગની હાથની, દીસે સૂકી હો જિમ મગની શિંગ; ગાંઠા ગણાએ જુજુઓ, તપસી માંહી હૈ ધોરી એહ દિંગ કે. તે ૭ ગોચરી વાટે ખડખડે, હીંડતા હો જેહના દીસે હાડ કે; ઉંટના પગલાં સરિખા, દઈ આસન હો બેઠાં થઈ ખાડ કે. કે. ૮ પીડી બે સૂકી પગ તણી, થઈ જાણે હો ધમણ સરિખી ચામ ચાલે તે જીવ તણે બળે, પણ કાયાની હો જેહને નથી હામકે. તે ૯ પરિહરિ માયા કાયની, સેષવાને હો રૂધિર ને માંસ કે; અનુત્તરોવવાઈય સૂત્રમાં, કરી વીરે હો ઋષિની પર શંસકે. તે ૧૦ ગુણ સુણી શ્રી અણગારના, દેખવાને હો જાય શ્રેણીકરાય કે, હડે તે વનમાં શોધતે, ઋષિ ઉભે હો પણ નવિ ઓળખાય છે. તે ૧૧
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org