Book Title: Prabuddha Jivan 2016 12
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 23
________________ ડિસેમ્બર, ૨૦૧૬ શોષણનો પ્રતિકાર અહિંસક રીતે અને સમાંતરે રચનાત્મક કાર્યો કરતા રહીને કરવી એ એક નવી વાત ગાંધીજીએ દુનિયાને બતાવી. આચાર્ય કૃપાલાનીએ ગાંધીજીને પહેલી મુલાકાત વખતે કહ્યું કે પોતે ઇતિહાસ ભણાવે છે અને અહિંસા, ચરખા વગેરેથી સ્વાતંત્ર્ય મળ્યું હોય તેવું વિશ્વમાં ક્યાંય, કદી બન્યું નથી ત્યારે ગાંધીજીએ સ્મિત સાથે જવાબ આપ્યો હતો કે તમે ઇતિહાસ ભણાવો છો, હું ઇતિહાસ સર્જવાનો છું.' વિશ્વના ઇતિહાસની આ મહાન ઘટનાનો મહાપ્રયોગ ભારતની ધરતી પર થયો. આજે સ્વતંત્ર ભારત સૌથી મોટા લોકશાહી રાષ્ટ્ર તરીકે વિશ્વમાં ઉન્નત મસ્તકે ઊભું છે. ભારતની સ્વાતંત્ર્ય પ્રાપ્તિની ઘટના ફક્ત રાજકીય ન હતી, તેમની સત્યાગ્રહની પદ્ધતિમાં સમગ્ર ગુલામ પ્રજાના સાંસ્કૃતિક પુનરુત્થાનની ચાવી છે. પ્રબુદ્ધ જીવન તેમની હત્યા થઈ તેના આગલા દિવસે મહાત્મા ગાંધીએ એક વસિયતનામું લખાવેલું, જેમાં સ્વતંત્ર ભારતનો વહીવટ કૉંગ્રેસે દી રીતે કરવો તેની સૂચનાઓ મુદ્દાસર આપી હતી. પ્રજાએ નક્કી કરેલા દરેક સેવક (એટલે કે નેતા) ખાદી પહેરે. સર્વધર્મસમભાવે વર્તે, ગ્રામવાસીઓના સંપર્કમાં રહે અને સ્વાધીન સેવાસંસ્થાઓને માન્યતા આપે એવી ઇચ્છા દર્શાવી છે. આ વસિયતનામું ૧૫ ફેબ્રુઆરીના ‘હરિજન’માં પ્રગટ થયું હતું. ત્રીજા રિાષ્ટ્રમાં ગાંધીજીનાં વસિયતનામા આપવામાં આવ્યાં છે. ગાંધીજીએ ખાનગી મિલકત કદી રાખી ન હતી – તેમનું મોબાઈલ : ૯૮૩૩૭૦૮૪૯૪. વસિયતનામું ? પણ એક નહીં, ચાર વસિયતનામા છે. પહેલું ફિનિક્સનું ટ્રસ્ટ ડીડ છે. જેના ૧૭ મુદ્દામાં ફિનિક્સ વસાહતની જમીન અને ‘ઈન્ડિયન ઓપિનિયન છાપાની વિગત, તેની વ્યવસ્થા, બેંકનું ખાતું, ટ્રસ્ટીઓના નામ વગેરે જરૂરી વિગત છે. ફિનિક્સના ટ્રસ્ટીઓમાં પોતે અને પ્રાણજીવન મહેતા બે હિંદુ, બે મુસ્લિમ અને બે ખ્રિસ્તી સાથીઓ છે. એમાં એક કલમ એવી છે કે પોતે પોતાને માટે બે એકર જમીન અને ઘર રાખે છે અને ગુજરાન માટે મહિને વધુમાં વધુ પાંચ પાઉન્ડ જેટલી રકમ ઉપાડવાનો હક ધરાવે છે. જો પોતે હયાત ન રહે તો કસ્તુરબા અને તેઓ પણ હયાત ન રહે તો તેમના પુત્રો ૨૧ વર્ષના ન થાય ત્યાં સુધી મહિને પાંચ પાઉન્ડ મેળવી શકશે. ગાંધીજીએ આ નિર્ણય લીધો તે પહેલાથી તેમણે પોતાની વકીલ તરીકેની મહિને ત્રણસોથી વધારે પાઉન્ડની કમાણી છોડીને મહિને ત્રણ પાઉન્ડમાં જીવવાના પ્રયોગ ચાલુ કરી દીધા હતા. બીજું નવજીવનનું કેંલેરેશન ઑફ ટ્રસ્ટ છે. તેના ટ્રસ્ટીઓ વલ્લભભાઈ પટેલ, જમનાલાલ બજાજ, કાકા કાલેલકર, મહાદેવ દેસાઈ અને મોહનલાલ ભટ્ટ છે. નીચે મોહનદાસ ગાંધી, મોહનલાલ ભટ્ટની સહી છે. સાક્ષી તરીકે શંકરલાલ બૅંકર અને રતિલાલ મહેતા છે. આ લખાણ ૧૯૨૯માં થયું હતું. ૧૯૪૦માં તેમણે છેવું વસિયતનામું' લખ્યું જેમાં પોતાનું જે પણ ગણાતું હોય તેનો અને પોતાના લખાણોના કોપીરાઈટનો કે નવજીવનને આપ્યો છે. તેનો જે ચોખ્ખો નફો થાય તેના પચીસ ટકા હરિજનસેવાર્થે ફાળવવા લખ્યું છે. ૨૩ આ પુસ્તકમાંથી પસાર થઈએ ત્યારે એક જમાનો જીવતો થાય છે. એ જમાનાના સંતાન તરીકે આપણા આચારવિચાર કેવા રાખવા તેની પ્રેરણા મળે છે. કોઈ આડંબર વગર ‘ગાંધીચરિત” આ કરે છે કારણ કે તેના લેખક એક સાચા ગાંધીજન છે -વિચારસમૃદ્ધ, સાદા, છે પરિશ્રમી અને ક્રિયા તત્પર ગાંધીજન. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની વિદ્યાકીય પ્રવૃત્તિઓમાં આ પુસ્તક એક મહત્ત્વનું સોપાન સાબિત થયું છે અને જિજ્ઞાસુઓને તેમ જ જાણકારોને આકર્ષી શક્યું છે તેવું કહેવામાં અતિશયોક્તિ નથી. ‘પ્રબુદ્ધ જીવન'નું લવાજમ સીધું બેંક એકાઉન્ટમાં જમા કરાવી શકાશે Bank of India, Current A/c No. 003920100020260, Prarthana Samaj Branch, Mumbai - 400 004. Account Name: Shri Mumbai Jain Yuvak Sangh IFSC BKID 0000039 પેમેન્ટ કરીને નામ અને સરનામું આ ફોર્મમાં ભરીને મોકલવું અથવા મેલ પણ કરી શકાય છે. ‘પ્રબુદ્ધ જીવન’નું વાર્ષિક | ત્રિવર્ષિય | પાંચવર્ષિય | દસ વર્ષિય લવાજમ ચેક / ડીમાન્ડ ડ્રાફટ નં. ..... દ્વારા આ સાથે મોકલું છું / તા........... ના રોજ ‘પ્રબુદ્ધ જીવન’ માટે ખાતામાં સીધું જમા કરાવ્યું છે, મને નીચેના સરનામે એક મોકલશો. વાચકનું નામ... સરનામું...... પીન કોડ................. ફોન નં.......... મોબાઈલ નં....................EmailID............ વાર્ષિક લવાજમ રૂા. ૨૦૦ • ત્રણ વર્ષનું લવાજમ રૂા. ૫૦૦ - પાંચ વર્ષનું લવાજમ રૂા. ૯૦૦ ૦ દસ વર્ષનું લવાજમ રૂા. ૧૮૦૦ ઑફિસઃ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, ૩૩ મહમદી મિનાર, ૧૪મી ખેતવાડી, એ.બી.સી. ટ્રાન્સપોર્ટની બાજુમાં, મુંબઈ-૪૦૦૦૦૪. ટેલિફોનઃ ૦૨૨ ૨૩૮૨૦૨૯૬. Email ID : shrimjys @ gmail.com

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44