Book Title: Prabuddha Jivan 2016 12
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 27
________________ ડિસેમ્બર, ૨૦૧૬ પ્રબુદ્ધ જીવન શ્રુતજ્ઞાનની સુરક્ષા અંગે શાસ્ત્રો અને પરંપરા D બાબુલાલ સરેમલ શાહ પ્રાચીત શ્રુતવારસાતા સાચા સંરક્ષણ માટે શ્રુતલેખત કરતાં પણ શ્રુત છાપકામ યોગ્ય ઉપાય છે શ્રી જૈન સંઘ પાસે ‘ભાંગ્યું ભાંગ્યું તો'યે ભરૂચ' એ ન્યાયે આજે ય ઘણો શ્રુતવા૨સો સંગ્રહિત છે. આપણા વિદ્વાન ગીતાર્થ ગુરુભગવંતોએ જે તે કાળે અનેક નવા ટીકાગ્રંથો, પ્રક૨ણગ્રંથો વગેરેની રચના કરીને આપણા સુધી તે શ્રુતજ્ઞાન પહોંચાડ્યું છે. વર્તમાન શ્રીસંઘ પાસે એ માટે હવે મુખ્ય બે જવાબદારી છે. (૧) જે તે પ્રાચીન શ્રુતવારસાનું યથાવત્ સંરક્ષણ કરવું તથા (૨) શુદ્ધતાપૂર્વક સંશોધિત-સંપાદિત થયેલ શ્રુત એ બીજા ૫૦૦-૧૦૦૦ વરસ સુધી ભવિષ્યની પેઢીને ઉપલબ્ધ બની રહે એ માટેનો પ્રયત્ન કરવો. ભવિષ્યની પેઢીને શ્રુતવારસો મળી રહે એ માટે વર્તમાનમાં મુખ્ય ચાર વિકલ્પો છે. (૧) તાડપત્રીય લેખન (ઉત્કીર્ણન), (૨) સાંગાનેરી વગેરે દેશી કાગળ પર હસ્તલેખન અને (૩) ડીજીટલાઈઝેશન દ્વારા શ્રુત સંરક્ષણ. (૪) છાપકામ-પ્રિન્ટીંગ. હવે ઉપરોક્ત ચારેય વિકલ્પોમાંથી કયો વિકલ્પ શાસ્ત્રીય છે ? કયો વિકલ્પ વધુ લાભદાયી છે ? આપણા પૂર્વાચાર્યોએ તથા શ્રીસંઘે કયો વિકલ્પ વિશેષથી માન્ય રાખ્યો છે? વગેરે વગેરે ઘણા બધા વિકલ્પોની પ્રશ્નોત્તર દ્વારા પ્રસ્તુત છે. શાસ્ત્રીય વિચારણા જો શાસ્ત્રીય શ્રુતરક્ષાની વાત કરીએ તો ઉપરનો એકેય વિકલ્પ શાસ્ત્રીય તો નથી જ. કારણ કે મૂળભૂત આગમશાસ્ત્રોમાં તો એક અક્ષર પણ લખવાનું પ્રાયશ્ચિત્ત જણાવ્યું છે. પ્રશ્ન-તો પછી પરાપૂર્વથી શાસ્ત્રો લખાતા આવ્યા છે તેનું શું? ઉત્તર-અહીં એક વાત ધ્યાનમાં રાખવી કે જિનશાસનની શ્રુતના સંરક્ષણ માટેની મૂળભૂત ૫રં૫રા તો ‘મુખપાઠ’ની જ છે. પૂર્વકાળે દરેક ગુરુભગવંત પોતાના શિષ્યોને શ્રુતજ્ઞાન-સૂત્રોના પાઠ, આલાવાઓ આપતા જાય...તેઓ તેને મુખપાઠ દ્વારા જ કંઠસ્થ કરતા જાય અને તેઓ વળી પોતાના શિષ્યોને મુખપાઠ દ્વારા જ શ્રુતજ્ઞાન આપે. એટલા જ માટે કેટલાક સ્થાનોમાં મૂળ આગમોમાં પણ વાચનાભેદ જોવા મળે છે. આમ, મૂળભૂત શાસ્ત્ર તો એક અક્ષર પણ લખવાનું પ્રાયશ્ચિત્ત જણાવતા હોવાથી જેઓ એકદમ ચુસ્તપણે શાસ્ત્રને જ વળગીને ચાલનારા છે, અને જેઓને શાસ્ત્રીય રીતે જ શ્રુતની સુરક્ષા કરવી હોય તેઓએ કોઈપણ પ્રકારનું શ્રુતલેખન-હસ્તલેખન કરાવાય જ નહિ. પ્રશ્ન-‘શ્રુતલેખન એ શાસ્ત્રીય નથી’ એમ શી રીતે કહેવાય ? કારણ ૨૭ કે ‘યે લેજીયન્તિ આમપુસ્તાનિ’ વગેરે જેવા શાસ્ત્રપાઠો તો મળે જ છે કે જે શ્રુતલેખનના અનેક લાભો જણાવે છે. ઉત્તર-કોઈપણ મૂળ આગમગ્રંથમાં શ્રુતલેખનની વાત નથી. એમાં તો એક અક્ષર પણ લખવાનું પ્રાયશ્ચિત્ત જણાવ્યું છે. પરંતુ જે તે કાળે સમય-સંયોગ અને પરિસ્થિતિનું નિર્માણ થતા શ્રુતવારસાને નષ્ટ થતો અટકાવવા શ્રુત લખાવવું અત્યંત આવશ્યક બન્યું. મુખપાઠ દ્વારા વહેતું દુષ્કાળ, મતિમાંદ્ય, રાજકીય અરાજકતા વગે૨ે કારણે નષ્ટ, ભ્રષ્ટ, પાઠભિન્ન છતું હતું તે સમયે શ્રી વીરનિર્વાણથી ૯૮૦ વર્ષે (મતાંતરે ૯૯૩ વર્ષે) વિક્રમની પાંચમી સદીમાં શ્રી દેવગિણિ ક્ષમાશ્રમણે અત્યંત દીર્ઘદૃષ્ટિપૂર્વક સમસૂચકતા વાપરીને વલ્લભીપુરમાં ૫૦૦ આચાર્ય ભગવંતો સાથે વિચાર વિમર્શ કરીને વિવિધ વાચનાઓના સંકલન કરીને (જે શ્રુત લખાવવામાં શાસ્ત્રકારો પ્રાયશ્ચિત્ત જણાવે છે એ જ) શ્રુતનું સૌ પ્રથમ લેખનકાર્ય શરૂ કર્યું. આજે એ પછીના ૧૫૦૦ વર્ષના ઇતિહાસમાં કોઈ પણ આચાર્ય ભગવંતે તેમની ટીકા તો નથી કરી પરંતુ સમયસંજોગ જોઈ પરમગીતાર્થતા વાપરી તેમણે તાડપત્ર ઉપર સૌ પ્રથમ જે આગમગ્રંથો લખાવ્યા, તેની ભરપેટ અનુમોદના જ કરી છે. પછી પછીના કાળે શ્રુતને લખાવવાની પ્રવૃત્તિ વ્યાપક બની ગઈ. નૂતન ગ્રંથોની રચનાઓનું પ્રમાણ પણ વધ્યું. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીએ સાડા ત્રણ કરોડ શ્લોકની રચના કરી છે. તે કાળે અન્ય પણ શ્રુતસર્જક પ્રભાવક આચાર્ય ભગવંતો થયા છે. આ સર્વ શ્રુત પણ ભવિષ્યની પેઢી માટે લખાવવું આવશ્યક હતું. એ લખાવવા માટે તાડપત્ર-કાગળની આવશ્યકતા ઊભી થઈ. એ માટે ધનની જરૂરિયાત ઊભી થઈ. મુખ્યત્વે ધનની જરૂરિયાત અને શ્રાવકવર્ગને શ્રુતજ્ઞાનની મહત્તા સમજાવી, તેના સંરક્ષણ-વહન માટે તત્કાલીન ઉપાય રૂપ શ્રુતલેખનની મહત્તા સમજાય એ માટે વિક્રમની પ્રાયઃ ૧૨-૧૩ મી સદી પછીના કાળે ૫. ગુરુભગવંતોએ શ્રુતલેખનના માહાત્મ્યદર્શક શ્લોકો બનાવ્યા. તેનો પ્રચાર-પ્રસાર થયો. એ પૂર્વાચાર્યોની દીર્ઘદ્રષ્ટિને કારણે જ આપણને આજે આવો ભવ્ય શ્રુતવારસો સાંપડ્યો છે. પ્રશ્ન-સૌ પ્રથમ પૂ. દેવર્ધિગણિ ક્ષમાશ્રમણના કાળે જે આગમો લખાયા તે તાડપત્ર ઉપર શા માટે લખાવ્યા? તાડપત્ર એટલે તો તાડ નામના વૃક્ષનું પત્ર-પાંદડું, જે વનસ્પતિ હોઈ તેની વિરાધનાનો દોષ ના લાગે ? ઉત્તર-અહીં એક વાત બહુ સમજી રાખવા જેવી છે કે તાડપત્ર

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44