________________
ઑક્ટોબર, ૨૦૦૯
એટલે પુસ્તક લખવા અને જાળવવામાં જૈન સાધુને આચારભંગ જણાતો હતો અને મુખ્યરૂપે બે પ્રશ્ન ઊઠતા હતા.
છેદસૂત્રની સંખ્યા ૬ છે. ચારિત્રમાં લાગતા દોષના પ્રાયશ્ચિત્તની વિધિ જે સૂત્રોમાં આપી છે તે છેદસૂત્રો કહેવાય છે. દશાશ્રુત,
(૧) લેખન માટે તાડપત્ર અને ભોજપત્રનો ઉપયોગ કરવામાં બૃહદકલ્પ અને વ્યવહાર સૂત્ર શ્રુતકેવળી ભદ્રબાહુએ વીર નિર્વાણના વનસ્પતીકાયના જીવોની હિંસા થાય. ૧૫૦ થી ૧૭૦ વર્ષમાં ૧૪ પૂર્વના આધારે રચ્યા છે.
નિષિથ સૂત્ર આચારાંગની ચૂલિકા છે અને પ્રાચીન છે. જિતકલ્પ સૂત્ર અને મહાનિશિથ સૂત્ર પ્રાચીન વિષયોની પુનર્રચના છે.
(૨) પુસ્તકોને સાથે રાખવામાં પરિગ્રહનો દોષ હતો. આગોને લિપિબદ્ધ કરવામાં દેવીંગણીએ અપૂર્વ નેતૃત્વશક્તિ દીર્ઘષ્ટિ અને સમજાવટની કળાનો પરિચય આપ્યો. આજે લેખનકાર્ય સામાન્ય છે. એટલે ૧૫૦૦ વર્ષ પહેલા લેખનનો નવો ચીલો પાડનારની પૂરી કદર ન થઈ શકે તે સ્વાભાવિક છે. એટલે આજે દેવÜગણીની હિમ્મત, નિડરતા અને સાહસિકતાનો સાચો અંદાજ કાઢવો મુશ્કેલ છે.
પ્રબુદ્ધ જીવન
દેવર્કીંગણીની આ પરિષદ વાચના નહીં પણ શ્રુતલેખનની પરિષદ હતી. તેમાં વલ્લભી વાચનાના પાર્ડનું લેખન કરવામાં આવ્યું. માધુરી વાચના, ટીકાઓ અને સુર્ણા સાથે જ્યાં પાઠભેદ હતો ત્યાં તેમણે તેનો ઉલ્લેખ કરીને ઉદારતા અને દીર્ઘદ્રષ્ટિ બતાવી. ૧૩ વર્ષના પરિશ્રમ પછી પ્રથમ વાર જૈન સમાજને વ્યવસ્થિત અને આધારભૂત આગમ ગ્રંથો લખાણમાં મળ્યા. આજે જે આગમ ઉપલબ્ધ છે તે દેવીંગણી ક્ષમાશ્રમણના ઐતિહાસિક અને ક્રાંતિકારી સ્ક્રુતલેખનને આભારી છે. હવે પાઠાંતરનો પણ અંત આવ્યો. આગમ સૂત્રો અને તેનો રચનાકાળ :
ભગવાન મહાવીરના નિર્વાણથી લઈને દેવધર્મીંગણી ક્ષમાશ્રમણ સુધીનો કાળ આગમ સૂત્રોની રચનાનો કાળ ગણાય છે.
વર્તમાનમાં ૧૧ અંગમસૂત્રો છે અને તે ગણધરોની રચના ગણાય છે. છતાં થોડો અભ્યાસ કરવાથી જણાઈ આવે છે કે આ અંગસૂત્રોની રચના એક જ સમયે નથી થઈ.
પ્રથમ એંગ આચારાંગ સૂત્રના બે શ્રુતસ્કંધ (ભાગ) છે. બન્ને ભાગના વિષય, વિચાર અને ભાષામાં ભિન્નતા છે. એટલે આ બે ભાગ જુદા સમયે રચાયા છે. પહેલો ભાગ પાટલીપુત્ર વાચના પહેલાનો છે અને બીજો ભાગ ત્યાર પછીનો છે. ૧૧ અંગોની મુખ્ય રચના વીર નિર્વાણના ૩૦૦ વર્ષ સુધીમાં થઈ છે. પછીના વર્ષોમાં નાના-મોટા ઉમેરા અને સુધારા થતા રહ્યા છે. ૧૦મા અંગ પ્રશ્ન વ્યાકરણ સૂત્રની નંદી સૂત્રમાં જે વિગત આપી છે તે લુપ્ત થઈ ગઈ છે. હાલના આ સૂત્રની વિગત અભયદેવની વીર સંવત ૧૨મા સૈકાની ટીકામાં જોવા મળે છે.
૧૨ ઉપાંગસૂત્રોમાં પ્રજ્ઞાપના સૂત્ર કાલકાચાર્યે વીર નિર્વાણ સંવત ૩૩૫ થી ૩૭૬ વચ્ચે રચ્યું છે. દિગંબર માન્યતા પ્રમાણે સૂર્ય પ્રજ્ઞપ્તિ, જમ્બુદ્વીપ પ્રજ્ઞપ્તિ, ચન્દ્ર પ્રશપ્તિનો ઉલ્લેખ દૃષ્ટિવાદના પરિકર્મ પ્રકરણમાં હતો. ઉપાંગનો રચના કાળ વીર નિર્વાણના ૬૦ વર્ષની અંદરનો ગણાય છે.
૧૩
સંયમ પાલનમાં જે સહાયક છે અને નવદીક્ષિતને જેનો અભ્યાસ સર્વ પ્રથમ કરાવવામાં આવે છે તેવા ૪ મૂળ સૂત્રો છે. આવશ્યક સૂત્રની રચના અંગ સૂત્રોના કાળ દરમિયાન થઈ છે. દેશ વૈકાલિકસૂત્રની રચના વીર નિર્વાશના ૧૦૦ વર્ષની આસપાસ આચાર્ય શથંભવે કરી છે. ઉત્તરાધ્યયન સૂત્રનું સંકલન વીર નિર્વાણના ૩૦૦ વર્ષની અંદર એકથી વધારે આચાર્ષીએ કર્યું છે. પીંડ નિર્યુક્તિની રચના પાછળથી થઈ છે.
ચૂલિકાસૂત્રો બે છે. અનુયોગદ્વાર સૂત્રની રચના આર્ય રક્ષિતના ચાર અનુયોગના આધારે થઈ છે અને ૨૦૦૦ વર્ષ પહેલાં થઈ છે. નંદી સૂત્રની રચના દેવર્ધિગણી ક્ષમાશ્રમણના સમકાલિન દેવવાચકે કરી છે.
દિગંબર આગમ ગ્રંથ અને સાહિત્ય :
દિગંબરોમાં આગમ વધુ ઝડપથી લુપ્ત થયા છે. દિગંબર આચાર્યોએ નવા ગ્રંથો રચ્યા અને તેને આગમ તરીકે માન્ય રાખ્યા.
સૌથી પ્રાચીન ગ્રંથોમાં ષટખંડાગમની પુષ્પદંત અને ભૂતબલિએ અને કષાય પાહુડની ગળધરે રચના કરી છે. કુંદકુંદાચાર્યે પ્રવચનસાર, નિયમસાર, સમયસાર અને પંચાસ્તિકાયની રચના કરી. સાંતભદ્ર, અકલંક, પુજ્યપાદ વિદ્યાનંદ વગેરે આચાર્યોએ અનેક ગ્રંથોની રચના કરી. આ ગ્રંથોનો રચનાકાળ વીર નિર્વાણના ૧૦૦૦ વર્ષ સુધીનો છે,
મૂર્તિપૂજક શ્વેતાંબરના આગમગ્રંથોની સંખ્યા ૪૫ છે. સ્થાનકવાસી અને તેરાપંથી તેમાંથી ૧૦ પ્રકિર્ણક અને અમુક છંદસૂત્ર અને મૂળસૂત્રને અધિકૃત માનતા નથી. તેમના આગમની સંખ્યા ૩૨ છે.
૨૫૦૦ વર્ષમાં આગમગ્રંથ ઉપર અનેક ટીકાઓ અને સાહિત્યની રચના થઈ છે. આગમનું વિષય અનુસાર સંપાદન કરવાના અને સરળ બનાવવાના અનેક પ્રયાસો થયા છે. તેમાં વીર નિર્વાણની ચોથી શતાબ્દીમાં આચાર્ય ઉમાસ્વાતિ રચિત તત્ત્વાર્થ સૂત્ર સૌથી મહત્ત્વનો ગ્રંથ છે. ટૂંકા સૂત્ર દ્વારા અર્થગંભીર વિષયનું વ્યવસ્થિત અને કડીબદ્ધ આલેખનનો ભારતના ઈતિહાસમાં આ પ્રથમ પ્રયાસ છે. એટલે તત્ત્વાર્થ સૂત્રનું ઐતિહાસિક દ્રષ્ટિએ મહત્ત્વનું અને ગૌરવભર્યું સ્થાન છે. તત્ત્વાર્થ સૂત્ર જૈનોના ચારે ફિરકાને માન્ય છે.