Book Title: Prabhavak Charitra Author(s): Prabhachandrasuri Publisher: Jain Dharm Prasarak SabhaPage 12
________________ વિશુદ્ધ ઈતિહાસ ન જણાય પણ ચદમી સદીની સાદી અને કથારસ પ્રધાન દષ્ટિને વિચાર કરતાં આચાર્ય પ્રભાચન્દ્રની આ કૃતિ, એના કર્તાની સંગ્રહશીલતા અને ઇતિહાસપ્રિયતાની એક સાક્ષી પૂરે છે; એટલું જ નહિ પણ ભિન્ન ભિન્ન સમયના જૈન ઇતિહાસનાં સુંદર પ્રકરણે પૂરાં પાડે છે. કયા સમયમાં જૈનધમની કેવી સ્થિતિ હતી, તેને કયા ભાગમાં વિશેષ પ્રસાર હતું, તેના પર સમચની શી અસર થઈ હતી અથવા થઈ રહી હતી, એ બધી વાતેનાં સ્પષ્ટ અને ગર્ભિત પૂરાવા આ ગ્રંથનાં ભિન્ન ભિન્ન પ્રબધે ઉપરથી જાણી શકાય છે. આ બધી વાતને વિચાર કરતાં આ ગ્રંથ કેટલું બધું ઐતિહાસિક મહત્વ ધરાવે છે તે વિચારક પાઠકગણું સ્વયં વિચારી લેશે. પ્રસ્તુત ગ્રંથની રચના કરવામાં કર્તાને શે ઉદ્દેશ હે જઈયે? એ ગ્રન્થરચનાને પ્રશ્નનું સમાધાન ગ્રંથકારનાં વચનેથી જ થઈ જાય છે, ઉદ્દેશ. પ્રશસ્તિના 17 મા પદ્યમાં જણાવ્યું છે કે - " श्रीवज्रानुप्रभूतप्रकटमुनिपतिप्रष्ठवृत्तानितत्तत् ग्रन्थेभ्यः कानिचिच्च श्रुतधरमुखतः कानिचित् संकलय्य / दुष्प्राप्यत्वादमीषां विशकलिततयैकत्र चित्रावदातं, जिज्ञासैकाग्रहाणामधिगतविधयेऽप्युच्चयं स प्रतेने // 17 // અર્થાત–આ ભિન્ન ભિન્ન પ્રબળે જિજ્ઞાસુઓને એક ઠેકાણે મલવા મુશ્કેલ હતા, તેથી જાણવા નિમિત્તે વજાસ્વામી અને તે પછીના ધુરંધર આચા નાં વૃત્તાન્ત તે તે ગ્રન્થ થકી અને શાસ્ત્રના જાણ આચાર્યોના મુખેથી સાંભલીને આચાર્યપ્રભાચન્દ્ર બધાને આ સંગ્રહ કર્યો. " આ કથનથી સ્પષ્ટ જણાય છે કે ગ્રંથકારને ઉદ્દેશ માત્ર આ ઐતિહાસિક પ્રબંને એકત્ર સંગ્રહ કરીને વાચક ગણની જિજ્ઞાસા પૂર્ણ કરવાને હતે. વિષયગત સત્યાસત્યની પરીક્ષા કે પ્રબન્ધ વણિત ઘટનાવલીના સમય પરત્વે પ્રબન્ધકારે કંઈ પણ ઉહાપોહ કર્યો નથી. આર્યવા, કાલકાચાર્ય અને સિદ્ધષિ જેવાને સુપ્રસિદ્ધ સત્તાસમય પણ પ્રબન્ધમાં લખવાની ગ્રન્થકારે તસ્દી લીધી નથી. આથી આ વાત તો ચોકકસ છે કે ગ્રન્થ રચવામાં ગ્રન્થકારને ઉદેશ ઇતિહાસ પ્રતિપાદન કરવાને નહિ પણ પૂર્વાચાર્યોની કથા લખવા પૂરતું હતું, એટલું છતાં પણ ગ્રન્થકારની દષ્ટિ મર્યાદાશીલ હોય તેમ જણાઈ આવે છે. કેમકે કથા લખવા છતાં તેમણે ઈતિહાસ બગાડ નથી અને કવિતા રસ પિષવા છતાં કલ્પનાજાળ નીચે સત્ય ઢાંકયું નથી. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak TrustPage Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 459