Book Title: Poojan Vidhi Samput 07 Gautamswami Mahapoojan Vidhi Rushimandal Mahapoojan Vidhi
Author(s): Maheshbhai F Sheth
Publisher: Siddhachakra Prakashan

Previous | Next

Page 4
________________ પ્રાસ્તાવિકમ જિન શાસનમાં વર્તમાનમાં થઈ રહેલાં જિનેન્દ્ર ભક્તિનાં વિવિધ અનુષ્ઠાનો તથા વિધિ વિધાનોમાં શાંતિસ્નાત્ર સિધ્ધચક્ર મહાપૂજન આદિ વિવિધ પૂજનો તથા જિનમંદિર નિર્માણ દરમ્યાન થતાં ભૂમિપૂજન ખાત મુહુર્ત આદિ સમસ્ત વિધાનો કુલ ૩૬ વિધાનોના સંગ્રહ રૂપે “પૂજન વિધિ સંપૂટ” (બાર પુસ્તિકાઓનો સેટ) ત્રણ વર્ષ પૂર્વે પ્રકાશિત થયેલ. જેની નકલો બહુ ઝડપથી ખલ્લાસ થઈ જતાં તથા પૂજ્ય ગુરૂ ભગવંતો તેમજ વિધિકારોની સતત ડીમાંડને ધ્યાનમાં લઈને પુનઃ પ્રકાશન કરવાની આવશ્યકતા ઉભી થઈ. સોનામાં સુગંધ ભળે તેમ પુણ્યયોગે અરિહંત પરમાત્માના પરમ ઉપાસક પાર્શ્વ પ્રેમી મોહન ખેડાવાલા પૂજય ગુરૂદેવશ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા.ના. પરમભક્ત, “લહેર કુંદન ગ્રુપ”ના મેનેજીંગ ડાયરેકટર (M.D.) શ્રી ગૌતમભાઈ જૈને સંપૂર્ણ આર્થિક સહયોગ આપી પુનઃ પ્રકાશનનો પૂર્ણ લાભ લેવાની ભાવના વ્યક્ત કરી મને પ્રોત્સાહિત કરવાથી આ પ્રકાશન કરવાનું શક્ય બન્યું છે. જેઓશ્રી પરમ ધર્માનુરાગી છે. જીવદયા પ્રેમી છે. સાધર્મિકના બેલી છે. શાસનનાં પ્રત્યેક નાનાં મોટા કાર્યોમાં સદૈવ સહયોગ આપતા હોય છે. ગઈ સાલ સિદ્ધગિરીમાં ૧૨૦૦ ભાવિકોને અદભૂત ઉદારતા પૂર્વક ભવ્યાતિભવ્ય રીતે ચાતુર્માસ કરાવ્યું. અંતમાં ભવ્ય ઉજમણા સાથે ભવ્ય જિનભક્તિ મહોત્સવ કરાવી ઉધાપન કરાવેલ. વળી પોતાના માદરે વતન મેંગલવા રાજસ્થાનમાં સ્વદ્રવ્યથી જિનમંદિર નિર્માણ કરાવી રહેલ છે. પોતાને ધર્મ મા સદા પ્રેરણા કરનાર સાચા અર્થમાંજ ધર્મ પત્ની ચન્દ્રાબેનનો દરેક ધાર્મિક કાર્યોમાં સહયોગ અને પ્રેરણાં હોય છે. આવા પુણ્યશાળીનો સાથ મળ્યો તેમાં હું મારું સૌભાગ્ય માનુ છું. શાસનદેવ તેમને દિન પ્રતિદિન વધારે ને વધારે શક્તિ અને સદભાવના આપે એજ અભ્યર્થના. તા. ૦૯-૦૯-૨૦૦૯ મહેશભાઈ એફ શેઠ

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 68