Book Title: Pathik 1992 Vol 32 Ank 07
Author(s): K K Shastri and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org www. Acharya Shri Kailassagarsuri Gyanmandir ન કરવી, વ્યક્તિગત રાજયના પ્રશ્નોને સ્પર્શવા નહિ અને સૌરાષ્ટ્રના કાર્યકરોએ દેશી રાજ્યોમાં રહીને જ કાર્ય કરવું પ્રારંભિક તબકકે સૌરાષ્ટ્રમાં પ્રજામાં પોતાના હક્કો અંગેની જાગૃતિનો અભાવ હતે, કોઈ સંગઠન ન હતું, તેથી રાજવીઓના સહકાર વિના એમની પ્રવૃત્તિ આગળ વધી શકે એમ ન હતું, તેથી એમણે ઉપયુક્ત નિયંત્રણો મૂક્યાં હતાં. ૧૯૨૦ થી ૨૯૪૬ ના ૨૬ વર્ષના ગાળા દરમ્યાન આ પરિષદનાં કુલ સાત અધિવેશન થયાં તેઓમાં અનેક ઠરાવો થયા, એમાંથી મુખ્ય રચનાત્મક કાર્યક્રમ અંગેના હતા, જેવા કે ખાદી, અસ્પૃશ્યતાનિવારણ, ગ્રામોદ્યોગના વિકાસ અને દારૂબંધી. વળી, આ પરિષદની સાથે સાથે વિદ્યાર્થી પરિષદ યુવક-પરિષદ મજૂર-પરિષદ વગેરેનાં અધિવેશન થયાં હતાં. એનાથી પ્રજાના વિવિધ વર્ગમાં જાગૃતિ આવી હતી. આ પરિષદના જનક તે મનસુખભાઈ ર. મહેતાને ગણવામાં આવે છે. ૩૪ - પરિષદની પ્રવૃત્તિને પ્રસાર કરવામાં “સૌરાષ્ટ્ર” સાપ્તાહિકે મહત્ત્વનો ફાળો આપ્યો હતો. એ સૌરાષ્ટ્રની પ્રજાની માગણીઓનું મશાલચી બન્યું હતું. આ પરિષદના માર્ગદર્શન હેઠળ જ સૌરાષ્ટ્રના અનેક કાર્યકરોએ સૌરાષ્ટ્રમાં અને બ્રિટિશ હિંદમાં થયેલા અનેક સત્યાગ્રહમાં ભાગ લીધેલ હતા; જેમ કે નાગપુરના ઝંડા-સત્યાગ્રહમાં, બારડેલીસત્યાગ્રહમ અને મીઠા-સત્યાગ્રહમાં ભાગ લીધે હો, તો સરઘસો શિકાર-સત્યાગ્રહ, ધોલેરા અને વિરમગામના મીઠાના સત્યાગ્રહે, ૧૯૩૧ ના ધ્રોળ વણેદ મોરબી ધ્રાંગધ્રાના સત્યાગ્રહે, રાજકોટ-સત્યાપ્રહ, લીંબડી-સત્યાગ્રહ અને ૧૯૪૨ ના “હિંદ છેડે' આંદોલનમાં મેટી સંખ્યામાં ભાગ લઈ સફળતા મેળવી હતી. હિંદ છોડો' ચળવળ દરમ્યાન તે આ પરિષદના નેતાઓના માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્રમાં ભાવનગર રાજકોટ તળાજા ગઢડા વગેરે સ્થળોએ સભા સરઘસો હડતાલ પિકેટિંગ વગેરે કાર્યક્રમ યે જાયા હતા.૩૫ ૧૯૪૭ માં જૂનાગઢ પાકિસ્તાન સાથે જોડાણ કરવા સામે જૂનાગઢની મુક્તિ માટે આરઝી હકૂમત સ્થપાઈ હતી, એ પણ “કાઠિયાવાડ રાજકીય પરિષદનું અવારનવાર માર્ગદર્શન મેળવી આગળ વધતી હતી. આમ, જૂનાગઢનાં પ્રદેશ અને પ્રજાને મુક્તિ અપાવનાર “આરઝી હકુમતની લડતને સફળ બનાવવામાં પણ કાઠિયાવાડ રાજકીય પરિષદને ફાળો મહત્ત્વને રહ્યો હતો. આમ આ પરિષદે સૌરાષ્ટ્રની પ્રજામાં રાષ્ટ્રિય જાગૃતિ પ્રગટાવવામાં અમૂલ્ય ફાળે આપ્યું હતું. આમ. કાઠિયાવાડ રાજકીય પરિષદે સૌરાષ્ટ્રનાં દેવી રાજ્યની પ્રજામાં રાજકીય તથા રાષ્ટ્રિય જગૃતિ લાવવાનું કામ તે કર્યું જ હતું, પણ સાથે સાથે ખાદીકામ, દારૂબંધી, અસ્પૃશ્યતાનિવારણ, રાષ્ટ્રિય શિક્ષણ, સ્વદેશીને ઉત્તેજન, મજુરોના વિકાસની પ્રવૃત્તિ વગેરે દ્વારા પ્રજાના સામાજિક તેમજ આર્થિક ઉત્થાન માટેના પ્રયત્ન ર્યા હતા, તેથી એમ કહી શકાય કે “કાઠિયાવાડ રાજકીય પરિષદ ગાંધીયુગમાં સૌરાષ્ટ્રમાં સંપૂર્ણ રાજકીય જાગૃતિ અને સામાજિક તથા આર્થિક પ્રગતિ લાવવામાં સહાયક બની હતી. એના સંનિષ્ઠ સતત પ્રયાસોને પરિણામે રરર ટુકડાઓમાં વહેચાયેલે પ્રદેશ ઈ. સ. ૧૯૪૮ માં “સંયુક્ત સૌરાષ્ટ્ર” નામના રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યા અને રાજાઓના યુગની સમાપ્તિ થઈ તથા પ્રજાકીય શાસનના યુગને પ્રારંભ થશે.૩૬ સંદર્ભ ૧. મેનન, વી. પી. પી. સ્ટોરી ઓફ ધી ઈન્ડિયન સ્ટેટ્સ, મુંબઈ, ૧૯૬૯, પૃ. ૧૬૮ ૨. ઓઝા કેવળરામ સી, રિકન્સ્ટ્રકશન ઓફ લાઈફ એન્ડ પિલિટી ઈન કાઠિયાવાડ સ્ટેટસ, રાજકોટ, ૧૯૪૬, પૃ. ૭ એપ્રિલ,૧૯૯૩ [પશ્ચિક For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28