Book Title: Pathik 1992 Vol 32 Ank 07
Author(s): K K Shastri and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 18
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બની ત્રિવેણેશ્વર મહાદેવનું મંદિર ગામથી બહાર ચારેક કિ.મી. દૂર છેજ્યારે “સંધ્યાવાડી" તરીકે ઓળખાતી જગા પર ઉદાસીબાપુએ સ્થાપેલી પૂરા કદની હનુમાનમૂતિ ધ્યાનાકર્ષક બની રહે છે; કેરાડેશ્વરથી કેરાળી પંથક, છાપરવાડી પાસેની પૂરા કદની હનુમાનની મૂર્તિ, પાંડવોની ભૂમિ વગેરે સાથે આ સંજયવાડીના હનુમાનની મૂર્તિનું અનુસંધાન જણાય છે. (ચિત્ર ૫) આ સંજયવાડીના હનુમાનની પ્રતિમા ૩ ના ઘેરાવામાં ૬-૮”ની ઊંચાઈ ધરાવે છે. જલારામબાપાના વિશ્વવિખ્યાત મંદિરની સાથે ગામબહાર “રાણબાગ” તરીકે ઓળખાતા વિસ્તારમાં આવેલું હનુમાન મંદિર અને ખેડિયાર માતાને ધરો તથા મંદિર વીરપુર એસ. ટી. ડેપોની સામેના રસ્તે આવેલ છે, તે રેલવે સ્ટેશન નજીક ભૂલેશ્વર મહાદેવમંદિર અને શીતળામાં નાગદાદા વગેરેનાં સ્થાનક આવેલાં છે. ગામની અંદરના ભાગમાં ધૂમકેતુમાર્ગ પર સ્વામિનારાયણ મંદિર, કૃષ્ણમંદિર-હવેલી, ગામની મધ્યમાં ટાવરકમાં નીલકંઠ મહાદેવનું અને રામનું મંદિર આવેલ છે, જે સ્થાન ગામના ચોરા તરીકે જ ઓળખાય છે. ચોરાથી બાપાની સમાધિ તરફ જતાં હનુમાનડેરી અને સમાધિથી ગામ બહારના રસ્તે સતીમાની ડેરી વગેરે ધર્મસ્થાને છે. બેલાડિયાને પાટ, હેમો, બિહામણીને પુલ વગેરેનું વર્ણન ધૂમકેતુએ જીવનપંથ” (પા. ૪૩) માં કર્યું છે અને જણાવ્યું છે કે “દરેક ગામડાને પોતાનાં બેચાર કાવ્યમય સ્થળ હોય છે. આ રમણીય સ્થાનની પિછાન જેટલી રખડુઓને અને રબારીને હોય છે તેટલી બીજા કોઈને હેતી નથી.” વીરપુરનાં આ બિહામણીના પુલ અને તળાવ વિશે આ લેખકને શ્રી મનુભાઈ જાની તરફથી મળેલ લિખિત નેધ મુજબ એનું મૂળ નામ “હમીરસાગર' હતું અને ખેતીને રાજ્ય દ્વારા એમાંથી પાણી પૂરું પડાતું. સિંચાઈની સગવડ પૂરી પાડતી આ પાણીની પાટને “હેમદ્રો' એટલે કે “હેમધરો' એવું નામ મળેલું. ખેતી માટે એ સેનું પકવતો ધરો હતા. આ હેમદ્રાને કાંઠે આવેલ કુ “ઝિલ્લાના નામે આજે ઓળખાય છે, જેના ઉપર ૧૫ હેર્સ–પાવરનું ઓઈલ એન્જિન મૂકીને સિંચાઈ માટે પાણી કૂવાની બહાર કઢાતું. ધૂમકેતુએ જણાવ્યું છે કે લોકોએ તે હેમદ્રાની વ્યુત્પત્તિ આ રીતની શોધી હતી. કેઈ હઠયોગી સાધુની એમાં મુદ્દા પડી ગઈ. એમણે ત્યાં આસન જમાવીને તે મુદ્રા! હે મુદ્રા!' જપ જ તેમાંથી “હેમદ્રો થઈ ગયું. બાકી તે હમકો એ હેમધરો' (સં. હૂિમદૂત્ર પ્રા. હિમવર) પરથી જ નિષ્પન્ન થયેલ શબ્દ છે. કાળા ઉનાળામાં પણ ત્યાં ઠંડું હિમ જેવું પાણું હિલોળા લેતું હતું. ૧૯૬૩ માં રાજકોટ જિલ્લાની આદર્શ ગ્રામપંચાયત અને ગ્રામરાજયના એક આદર્શ નમૂના તરીકે વીરપુરની ગ્રામપંચાયતે ગૌરવપ્રદ સ્થાન એ વખતમાં મેળવેલું હતું, તે તાજેતરમાં જ જુલાઈ ૯૨માં મુંબઈમાં અવસાન પામનાર ૭૧ વર્ષના શ્રી એસ. જે. રાજદેવ વીરપુરના વતની હતા તેમણે ફિલ્મ નિર્માણક્ષેત્રે વીરપુરને આગળ કર્યું હતું. એમના પિતા વિરપુર રાજ્યના કારભારી હતી. હિંદી ફિલ્મ જંગલકા જાદુ, જંગલકવીન, ચિતડ, એલિફન્ટકવીન, ઈન્સાફ, રાત અંધેરી થા, અન્જામ, તુફાન, એહસાન વગેરે જેવી ફિલ્મ) એમણે નિર્માણ કરેલ, તે ગુજરાતી ફિલ્મોમાં સતી અનસૂયા, ચુંદડીને રંગ, ખમા મારી બેનડી વગેરે પણ એમણે બનાવીને સફળતા મેળવેલી. વિરપુરને વર્તમાન અને ભાવી વિકાસ: આજે વીરપુર એક ધમધમતું નગર બની ગયું છે. લ ૩૧૭ બસે દિવસ દરમ્યાન અવરજવર કરે છે. ચાર પ્રાઈવેટ ટ્રાવેલ્સ કમ્પની, ૩૮ ટેકસી ગાડી અને ૪૮ કિસા આ ગામમાં ફરે છે! ૪૫૦ નળકનેકશને ગામમાં છે. લાઈબ્રેરી, શાકમાર્કેટ, પંચાયત સંચાલિત અને ટ્રસ્ટ-સંચાલિત સ્કૂલે, બાલમંદિર, સરકારી દવાખાનું, મીડલ સ્કૂલ, પથિક] એપ્રિલ ૧૯૯૩. ૧૫ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28