Book Title: Pathik 1992 Vol 32 Ank 07
Author(s): K K Shastri and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 23
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પછીથી તા એ રાજકોટ આવીને વસ્યા અને ૧૯૧૯ માં સ્થપાયેલી “કાઠિયાવાડ હિત–વક સભા”ની પ્રવૃત્તિમાં રસ લેવાનું શરૂ કર્યું. એમણે ફરી એક વાર ગાંધીજીને કાઠિયાવાડના પ્રશ્નોમાં રસ લેવાની વિનંતી-પત્ર લખ્યા ત્યારે ગાંધીજીએ જવાબમાં જણાવેલુ કે હુ કાઠિયાવાડના પ્રશ્નોને હળવા ગણતા નથી. મારે મન એ એટલા બધા મેાટા છે કે આજના સંજોગામાં એ મારી શક્તિ બહારના છે......પુખ્ત વિચાર કર્યાં પછી મેં એને પડતા મૂકવાનું વિચાયુ છે......હું પ્રથમ એ માટે બળ મેળવવા માગુ છુ. એની ભેટ તમે આપી શકે નહિ. ભીતરમાં અગ્નિ જોઈએ, પણુ એના અભાવ છે.''૧૦ એમ છતાં નિરાશ થયા વિના મનસુખભાઈએ કાઠિયાવાડની પ્રજાના પ્રશ્નોને વાચા આપવાના પોતાના પ્રયત્ના ચાલુ રાખ્યા. એ કા'માં એમને લીંબડીના શ્રી અમૃતલાલ શેઠ, ગોંડળના શ્રી ચંદુલાલ પટેલ, વઢવાણુના શ્રી ફૂલચ`દભાઈ શાહ અને જેતપુરના શ્રી દેવચ`દભાઈ પારેખ જેવા તરવરિયા તથા નિષ્ઠાવાન કાર્યકરાના ટેકા મળ્યું અને એ બધાએ મળી ૫ ડિસેમ્બર, ૧૯૨૦ ના દિવસે રાજકોટમાં ‘કાઠિયાવાડ રાજકીય પરિષદ' ની સ્થાપના કરી.૧૧ આમ, સૌરાષ્ટ્રના સમસ્ત જીવનને સ્પર્શતા પ્રશ્નો ઉકેલવાની આ સસ્થાની સ્થાપનાને સૌરાષ્ટ્રમાં પ્રજાકીય ચળવળના ઇતિહાસમાં એક સીમાચિનૂન ગણાવી શકાય. આ સમયે બ્રિટિશ હિંદુમાં અસહકારની ચળવળ ચાલી રહી હતી અને રાષ્ટ્રિય ચળવળને પ્રત્યક્ષ કે પરાક્ષ મદદ કરનાર બ્રિટિશ સત્તાની નારાજગીતા ભાગ અને એવી રિસ્થતિ હતી ત્યારે ખીન્ન વર્ગના નાનકડા એવા રાજકોટ રાજ્યના ઉદારવાદી રાષ્ટ્રિય વિચારસરણી ધરાવતા, પ્રગતિશીલ વિચાર ધરાવતા ઠાકારસાહેબ લાખાજીરાજે ‘કાઠિયાવાડ રાજકીય પરિષદ'નું પ્રથમ અધિવેશ રાજેંકાટમાં ભરવા દેવાની પરવાનગી આપતાં જાણે કે સૌરાષ્ટ્રમાં નૂતન રાજકીય જીવનની સાનેરી ઉષા પ્રગટી અને સૈકાજૂની તંદ્રા ત્યજીને તેાતીગ સૌરાષ્ટ્રે આળસ મરડી બેઠા થવાના નિર્ધાર કર્યાં.૧૨ આમ, આ પરિષ સૌરાષ્ટ્રના ધિયાર વાતાવરણમાં નવી હવા પેદા કરી,૩ આમ કાઠિયાવાડમાં પ્રજાકીય અસ્મિતાના ઉદય થયા. આ પરિષદની પ્રથમ સભા ૫ ડિસેમ્બર, ૧૯૨૦ ના રાજ રાજકોટમાં શ્રી કલ્યાણરાય જેઠાભાઈ અક્ષીના પ્રમુખસ્થાને મળી હતી. આ સભામાં આ પરિષદના હેતુએ નક્કી કરવામાં આવ્યા હતા તે આ પ્રમાણે હતા : પરિષદના હેતુઓ : ૧. રાજ્યકર્તાએ પોતાનાં કર્તવ્યાનુ પાલન કરે એવા પ્રયાસ કરવા. ૨. દેશી રાજ્યોના રચનાત્મક વિકાસ કરવા. ૩. રાજ્યાની પ્રજામાં પોતપોતાનાં રાજ્યે તથા અખિલ હિંદ પ્રત્યે સ્વદેશાભિમાન ખીલવવું. ૪. દેશી રાજ્યાની પ્રશ્નમાં એકતા લાવવી. ૫. એ રાજ્યાનાં બંધારણ તથા વહીવટમાં પ્રજાહિતના વિકાસમાં વિજ્ઞરૂપ બાબતોને સંગઠિત થઈને દૂર કરવી. કાઠિયાવાડ રાજકીય પરિષદે પાતાની કામગીરી અંગે કેટલીક મર્યાદા મૂશ્કેલી. આપખુદ શ્વાસન હેઠળ જીવતી પ્રજાને જાગ્રત કરીને પ્રારભે એમનામાં ઉત્સાહ પ્રગટાવવા માટે આવી મર્યાદાએ જરૂરી હતી. વળી, પ્રામાં જાગૃતિના સંસાર થાય એ માટે રાજા અને પ્રજા માટે સહકાર જરૂરી હતા. આમ, આ સંસ્થા ધીમી ગતિએ, પણ ચાક્કસ હેતુથી આગળ વધવા માગતી હતી. ૧૪ ૨૦] એપ્રિલ/૧૯૯૩ [પથિક For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28