Book Title: Pathik 1992 Vol 32 Ank 07
Author(s): K K Shastri and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 26
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાહેબ લાખાજીરાજને માનપત્ર આપીને દાખલે એસાડયો કે પ્રજા પોતાનાં કાર્યોને પ્રાત્સાહન આપનારા રાજાઓને બિરદાવી પણ શકે છે. માનપત્રના જવાબ આપતાં લાખાજીરાજે કહેલુ કે “મેં મારી પ્રજાના હિતમાં જે કાર્યો કર્યાં તેને માટે મારી પ્રજા તે મને માન આપે, પણ એની કદર સમગ્ર કાઠિયાવાડની પ્રજામાં થાય અને સભાના પ્રમુખસાહેબ પૂજ્ય મહાત્માજીને હાથે થાય એ મારા માનની પરિપૂર્ણતા સમજુ છુ...૨૪ આવે! સુંદર જવાબ આપીને એમણે સચસ્ત કાફિયાવાડની પ્રશ્નના મન જીતી લીધાં. ઉપરાંત ગાંધીજીએ રાજાના અ'ગત જીવનના કે વ્યક્તિગત રાજ્યના પ્રશ્નો ચર્ચવાને બદલે સમસ્ત કાઠિયાવાડને સ્પર્શતા સામાન્ય પ્રશ્નોની વિચારણા કરવા ઉપર ભાર મૂકયો હતા. ખાદીપ્રચાર અને અસ્પૃશ્યતાનિવારણ જેવી રચનાત્મક પ્રવૃત્તિને પ્રાત્સાહન આપવા ઉપર ભાર મૂકવામાં આવ્યેા હતા. ભાવનગરના દીવાન પ્રભાશંકર પટણીએ પ્રા વતી ગાંધીજીનીને માનપત્ર આપી ચરણુસ્પર્શી કર્યાં ત્યારે એ દૃશ્ય ઋષિ-રાજિષના નમૂના હાય એવુ લાગતુ હતુ.. ગાંધીજીએ આ પ્રસંગે નાગપુર સત્યાગ્રહમાં જઈ આવેલા સત્યાગ્રહીઓને સુવર્ણીચા આપીને ચાંદ શાભાવો' એવી શિખામણ આપી હતી, ઉપરાંત ગરીબેને રેટિયા કાંતવાના અને સવર્ણાને આભડછેટથી દૂર રહેવાના મેધ આપ્યા હતા. આ અધિવેશનને સ ́પૂર્ણ પણે ‘ગાંધી-અધિવેશન’ કહી શકાય, કારણ કે અધિવેશનના એ દિવસે દરમ્યાન ગાંધીજીનુ` સમગ્ર વ્યક્તિત્વ દરેક બાબત ઉપર છવાઈ ગયુ` હતુ`.૨૫ કાઠિયાવાડ રાજકીય પરિષદનું ચાથું અધિવેશન (૧૯૨૮, પાબંદર: આ પરિષદનું ચેાથું અધિથેશન ઠક્કરબાપાના પ્રમુખપદે પેરબંદરમાં ૨૦ થી ૨૨ જાન્યુઆરી, ૧૯૨૮ ના દિવસેામાં ભરાયું હતું. ભાવનગર-અધિવેશન પછી ત્રણ વર્ષે આ અધિવેશન થયું એ ગાંધીજીની નીતિને આભારી હતુ', કારણ કે ઉદ્દામ વિચારવાળા કાર્યકરાને સૌરાષ્ટ્રનુ કાઈ પણ રાજ્ય પરિષદ ભરવાની છૂટ આપતું ન હતું. આ પરિષદમાં પ્રમુખપદેથી ઠક્કરબાપાએ નાગરિસ્વતંત્રા ઉપરનાં નિયંત્રણા દૂર કરવા, વેઠપ્રથા નાબૂદ કરવા, રેલવે-તંત્રમાં સુધારા કરવા, અસ્પૃશ્યતાનિવારણ કરવા, કન્યાવિક્રય અને મદ્યપાનનિષેધ અંગે કા` કરવા સૂચના કર્યાં હતાં. ઉપરાંત આ અધિવેશનમાં કાઠિયાવાડમાં વ્યાયામપ્રચાર કરવાને લગતા, ખાદીપ્રચાર કરવા અને એનું વેચાણ વધારવાને લગતા, દેશી રાજ્યમાં પ્રજાપ્રતિનિધિસભાની સ્થાપનાના તથા રાર્જુના 'ગત ખર્ચ ઘટાડવા અંગે ઠરાવ થયા હતા, પરિષદની મર્યાદાઓ જોતાં ગાંધીજીએ કહ્યું હતું કે “આ પરિષદ્ધ બકરાંની છે, સિંહની નથી.”૨૬ આ પરિષદ્ધમાં જ સંપૂર્ણ કાઠિયાવાડ માટે પાણીને સંગ્રહ, વૃક્ષાના સંગ્રહ તેમ વૃદ્ધિ, સમાન જકાત અને સમાન વહીવટ વગેરે બાબતે વિશે પણ ચર્ચા થઈ હતી. વળી, આ કાર્યાં માટે અને પ્રજામાં જાગૃતિ લાવવા માટે દરેક રાજ્યમાં પોતાની પરિષદો હોવી જરૂરી છે એમ ઠરાવાયું હતું. પ્રજા અને રાજાના સંબ`ધ દર્શાવતાં ગાંધીજીએ કહ્યું કે “પ્રજા મૂળ છે તેા રાજા ફળ છે, મૂળ મીઠું હોય તા ફળ મીઠું જ પાકવાનું.”૨૭ ઉપરાંત આ પરિષદનાં અધિવેશના જુદી જુદી જગ્યાએ કરવાનું નક્કી થયું હતું. કાઠિયાવાડ રાજકીય પરિષદનું પાંચમું અધિવેશન (૧૯૨૯, મારી): ‘કાઠિયાવાડ રાજકીય પરિષદ'નું પાંચમું અધિવેશન ૩૦-૩૧ માર્ચ અને ૧ એપ્રિલ, ૧૯૨૯ના દિવસેામાં મારી મુકામે સરદાર વલ્લભભાઈ પટેલના પ્રમુખપણા નીચે થયું હતું. આ પરિષદમાં પણ ગાંધીજીએ પથિક] એપ્રિલ/૧૯૯૩ [૨૩ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28