________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અસહકારયુગની છાપ દેખાતી હતી. અધિવેશનમાં જે ઉગ્ર ભાષણે થયા તેનાથી કેટલાકને એવી બીક પણ લાગેલી કે એજન્સી સત્તાવાળા પરિષદને વિખેરી નાખશે, પણ એવું કરી શક્યા નહિ, આ પ્રસંગે સંમાનપત્રને જવાબ આપતાં દરબાર ગોપાળદાસે કહેલું કે કાઠિયાવાડનું માનપત્ર એ મારા માટે વિરલ પ્રસંગ છે. ઈતિહાસ પ્રસિદ્ધ સૌરાષ્ટ્રની હાલની ચળવળની આકર્ષક ભૂમિમાં નિવાસ કરી પ્રજાની સેવા કરવાના બોધપાઠો હું શીખ્યો......હું તમારા માનપત્ર કરતાં તમારી આશિષની અભિલાષા ધરાવું છું.”
આ પરિષદમાં અંગ્રેજો માટે બેસવાનું અલગ સ્થાન રખાયું હતું એની જાણ શ્રી વલ્લભભાઈ પટેલને થતાં એ ઊઠીને અંગ્રેજોની પાસે જઈને બેઠા. એમની પાછળ દરબાર શ્રી ગોપાળદાસ સાથે એમનું કુટુંબ ગયું, જેને આ દિશામાં સારી શરૂઆત કહી શકાય.૧૦ પછીથી આ પરિષદમાં જ અસ્પૃશ્યતાનિવારણને ઠરાવ પસાર થયો હતો.
કાઠિયાવાડ રાજકીય પરિષદનું ત્રીજુ અધિવેશન (૧૯૨૫, ભાવનગર): કાઠિયાવાડ રાજકીય પરિષદનું ત્રીજું અધિવેશન ભાવનગરમાં ૧૯૨૪ માં ભરવાનો નિર્ણય થયો હતો, પરંતુ ભાવનગર રાજ્યના બાળ રાજવીની ગાદી જોખમમાં મુકાશે એવા ભય હેઠળ દીવાન પ્રભાશંકર પટ્ટણીએ આ અધિવેશન ભાવનગરમાં કરવા સામે ૧૯-૪-૧૯૨૪ ના દિવસે મનાઈહુકમ બહાર પાડવો.૧૯ શ્રી વલ્લભભાઈ પટેલ અને શ્રી અમૃતલાલ શેઠ આ અધિવેશન ભાવનગરમાં કરવાના આગ્રહી હતા. ભાવનગરના દીવાને એ ભાવનગરને બદલે સોનગઢમાં ભરવાનું સૂચવેલું. આમ, અધિવેશનનું સ્થળ સેનગઢમાં રાખવું કે ભાવનગરમાં એ અંગે રાજા અને પ્રજા વચ્ચે ઉગ્ર મદભેદ હતા, પરંતુ અંતે ગાંધીજી અને સર પ્રભાશંકર પટ્ટણીની વ્યવહારસૂઝથી બિનજરૂરી સંધર્ષ ટાળે અને સુમેળભર્યા વાતાવરણમાં એ ૮-૯ જાન્યુઆરી, ૧૯૨૫ માં ભાવનગરમાં યોજાયું.
આ અધિવેશનમાં ૧૫ હજાર માણસે નિરાંતે બેસી શકે એવો ખાદીને સભામંડપ ઊભો કરાયો હતો. આ અધિવેશનના પ્રમુખ ગાંધીજીની ઈચ્છાનુસાર સરઘસ જેવા કાર્યક્રમ રદ કરાયા હતા. આ અધિવેશનને ભાવનગરના સનાતનીઓએ ઉગ્ર વિરોધ કર્યો હતો અને સભામંડપમાં હરિજનને જુદા બેસવાની વ્યવસ્થા કરાઈ હતી, પણ ગાંધીજીના ભાષણની એવી અસર થઈ હતી કે નગરશેઠ સહિત બીજા અનેક મહાનુભાવોએ અસ્પૃશ્યની વચ્ચે બેઠક લીધી. આ અધિવેશનને પ્રારંભ કવિ લલિતજીના “અમે તે કાઠિયાવાડી, સરલ સૌરાષ્ટ્રવાસી” જેવા ગીતથી થયો હો,૨૦ તે બહેન રેહાના તૈયબજીનું ભજન પણ ગવાયું હતું, જેમાં હિન્દુ ઔર મુસ્લિમ કે દિલસે દૂર હૈ, બૂગકી ગવાયું હતું. આ પરિષદમાં પ્રભાશંકર પટ્ટણીએ કાંતવાની લીધેલી પ્રતિજ્ઞાને ગાંધીજીએ પરિષદનું મહાન કાર્ય ગણાવ્યું હતું. આ પરિષદના પ્રમુખસ્થાનેથી ગાંધીજીએ કાઠિયાવાડના રાજ્યકર્તાઓ દ્વારા વિદેશપ્રવાસ પાછળ થતા બેફામ ખર્ચા, એમના દ્વારા પાશ્ચાત્ય સંસ્કૃતિનું થતું આંધળું અનુકરણ, એમની મહેસૂલ ઉઘરાવવાની નિર્દય પદ્ધતિ, અનીતિમય આબકારી કર વગેરે મુદ્દાઓની ટીકા કરી હતી. અધિવેશનમાં પરિષદના સ્થાપક સ્વ. મનસુખભાઈ મહેતાને તથા પ્રસિદ્ધ કવિ કાંતને શોકાંજલિ આપવામાં આવી હતી.
કાઠિયાવાડ રાજકીય પરિષદનું ત્રીજું અધિવેશન અનેક રીતે અજોડ અને મહત્ત્વનું હતું. આ અધિવેશનના પ્રમુખ ગાંધીજી હતા. એઓ મહાસભાને પણ પ્રમુખ હતા તેથી કાઠિયાવાડ રાજકીય પરિષદ, પ્રાદેશિકના બદલે રાષ્ટ્રિય સ્વરૂપ ધારણ કર્યું હતું. આ પરિષદે રાજકોટના ઠાકર
૨૨]
એપ્રિલ/૧૯૯૩
[પશ્ચિક
For Private and Personal Use Only