Book Title: Pathik 1992 Vol 32 Ank 07
Author(s): K K Shastri and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 27
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હાજરી આપી હતી. આ સમયે જ કાઠિયાવાડના જુવાનેએ મોરબીમાં યુવક પરિષદ ભરવાનું નક્કી કર્યું હતું, પરંતુ મોરબીના ઠાકોર યુવક પરિષદ ત્યાં ભરાય એ માટે તૈયાર ન હતા. ગાંધીજી પણ એ અંગે યુવકને સમજાવી શક્યા નહિ તેથી શ્રી અમૃતલાલ શેઠ, રામનારાયણ પાઠક, કકલ કોઠારી જેવા પરિષદના જુવાન આગેવાનોએ મોરબીમાં એ પરિષદ ભરવાનું માંડી વાળ્યું, જે પાંચ મહિના પછી રાજકેટમાં જવાહરલાલ નહેરુના પ્રમુખપદે મળી હતી, જ્યારે યુવક પરિષદને વરાયેલા પ્રમુખ મણિલાલ કોઠારી અને મેરબીના મહારાજા પણુ પરિષદમાં હાજર રહ્યા હતા. પરિષદના પ્રમુખ સરદાર વલ્લભભાઈ પટેલને પરિષદના યુવકોએ કરેલ બહિષ્કારથી દુ:ખ થયું હતું. એમણે યુવકોને એવું બોલવાનું અને વધુ કામ કરવાનું સૂચન કર્યું હતું. ૨૮ એમણે રાજા અને પ્રજા બંનેને પિતાપિતાને ધર્મ બતાવી એ પૂરો કરવા અનુરોધ કર્યો હતો. એમણે કહેલું કે કાઠિયાવાડની પ્રજાને પ્રાણાગ્નિ ઓલવાઈ ગયો છે. એના બુજાયેલા હૈયામાં ચિનગારી પ્રગટાવવાની જરૂર છે ૨૯ તેથી આજની પરિસ્થિતિમાં પરિષદનું મુખ્ય કાર્ય પ્રજામાં પ્રાણ રેડવાનું હોવું જોઈએ. ઉપરાંત એમણે એમ પણ કહ્યું કે “નવ વર્ષમાં પરિષદનાં પાંચ અધિવેશન થયાં એ પરિષદની મર્યાદાઓ કેટલી છે એ દર્શાવે છે....રાજા પાસે પરિષદની પ્રતિષ્ઠા નથી......રાજાઓ પાસે કામ કરાવવું હોય તે પરિષદનો રાજાઓ પ્રત્યે પ્રેમ જોઈએ અથવા પરિષદમાં રાજાને પદભ્રષ્ટ કરવાની શક્તિ જોઈએ.૩૦ આમ પ્રમુખપદેથી સરદાર પટેલે સૌરાષ્ટ્રની પ્રજાને બળવાની શકિત એકત્ર કરવાને બોધ આપે. ગાંધીજએ ફરી એક વાર રેટિ ખાદી અને રચનાત્મક કાર્યો ઉપર ભાર મૂક્યો. આ પરિષદના અંતે અનેક જુવાને ખાદી પહેરવા લાગ્યા હતા અને સેવાકાર્યમાં જોડાયા હતા. કાઠિયાવાડ રાજકીય પરિષદનું છઠ્ઠું અધિવેશન (૧૯૩૭રાજકેટ) : “કાઠિયાવાડ રાજકીય પરિષદનું છઠું અધિવેશન ૬ થી ૮ નવેમ્બર, ૧૯૩૭ ના દિવસોમાં લોહાણા બોડિંગમાં ૮ વર્ષ પછી દરબાર ગોપાળદાસના પ્રમુખપદે ભરાયું હતું. સ્વાગત પ્રમુખ તરીકે ઉ. ન. ઢેબર હતા. દરબાર ગોપાળદાસ અને ઢેબરભાઈનું આ મિલન છેવટ સુધી રહ્યું તથા આ જોડીએ કાઠિયાવાડના જાહેર જીવનને બળ પૂરું પાડ્યું. સરદાર પટેલ પણ આ પરિષદમાં હાજર રહ્યા હતા. સ્વાગત પ્રમુખ તરીકે ઢેબરભાઈએ હકીકતે અને આંકડાઓની ચોક્સાઈ અને તર્કબદ્ધ દલીલોથી જાણે કે રાજાશાહી વિરહને કેસ રજૂ કર્યો હતો. આ અધિવેશનમાં મણિભાઈ કોઠારી, મણિશંકર ત્રિવેદી જેવા સૌરાષ્ટ્રના મહારથીઓ અને પરિષદના બે માજી પ્રમુખે વિઠ્ઠલભાઈ પટેલ, અબ્બાસ તૈયબજી તથા અમરેલીના આગેવાન હરિલાલ પારેખના અવસાન બદલ શોક પ્રદર્શિત કરતા ઠરાવ પસાર કરાયા હતા. પરિષદના પ્રમુખ ગોપાળદાસ દેસાઈએ બધા પ્રશ્નોના રામબાણ ઈલાજ તરીકે રચનાત્મક કાર્યક્રમ અપનાવવા જણાવ્યું હતું. એમણે એમ કહ્યું કે ખાદી, અસ્પૃશ્યતાનિવારણ, ગ્રામોદ્યોગ અને દારૂબંધીને ચતુર્વિધ કાર્યક્રમ પાર પાડવામાં આવે તે નિશ્ચિત ધ્યેય મેળવી શકાય. દારૂબંધીનું કાર્ય સૌરાષ્ટ્રની સ્ત્રીઓને ઉપાડી લેવાની એમણે વિનંતી કરી, તે જવાબદાર રાજ્યતંત્રની માગણી અંગે શ્રી પોપટલાલ ચુડગર અને ઢેબરભાઈએ અભ્યાસ પૂર્ણ વિગતે રજૂ કરી હતી. સરદાર પટેલે આત્મખેજ કરતાં કહેલું કે “આઠ વર્ષના લાંબા સમય પછી આ અધિવેશન થઈ રહ્યું છે એ માટે જવાબદાર કેણુ? એ માટે રાજાઓ કરતાં આપણે પોતે વધારે જવાબદાર છીએ. ક્રાંતિ કરવી, સત્યાગ્રહ કર વગેરે વાતે તે ઘણું સાંભળી, પણ બળવો કરનારા મોઢથી બેલતા નથી. સવિનય ભંગની વાતે થાય છે, પણ વાતાવરણ તે અવિનયનું છે એટલે અવિનય ન જાય ત્યાંસુધી સવિનય સત્યાગ્રહ ન થઈ શકે.”૩૧ મનુભાઈ પંચોળીએ મૂકેલે વાણી સ્વાતંત્ર્ય, લેખનસ્વાતંત્રય અને સંધ [અનુસંધાન પા. પામે] ૨૪] એપ્રિલ/૧૩ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 25 26 27 28