________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
_
_
કાઠિયાવાડ રાજકીય પરિષદની કામગીરી અને એનું મૂલ્યાંકન
છે, કલ્પનાબહેન એ. માણેક
સ્વતંત્રતા પહેલાં કાઠિયાવાડ' તરીકે ઓળખાતે સૌરાષ્ટ્રને પ્રદેશ એ રરર રાજ, લગભગ ૨૨,૦૦૦ ચોરસ માઇલને વિસ્તાર અને લગભગ ૩૬ લાખની વસ્તી ધરાવતે હતે. આ પ્રદેશમાં આવેલાં દેશી રાજ્યો એ પ્રતિક્રિયાવાદના ગઢસમાન હતાં અને રાષ્ટ્રિય ચળવળને ખફાભરી નજરે જોતાં હતાં, તે શ્રી ઉ. ન. ઢેબરે આ રાજને દમામ શેષણ અને ખટપટની ખાણ ગણાવ્યાં હતાં.૪
૨૦ મી સદીના પ્રારંભે ગુજરાતના બ્રિટિશ શાસન હેઠળના પ્રદેશમાં રાજકીય જાગૃતિ આવી ગઈ હતી, પરંતુ સૌરાષ્ટ્રમાં રાષ્ટ્રિય ચેતનાને સંચાર ધીમી ગતિએ થઈ રહ્યો હતે. એનું મુખ્ય કારણ એ હતું કે સૌરાષ્ટ્રમાં રાજકોટ ભાવનગર જેવા રાજ્યોને બાદ કરતાં અન્ય દેશી રાજ્યમાં ઇજારાશાહી અને આપખુદશાહી પ્રવર્તતી હતી. રાજ્યકર્તાઓ પ્રજા પાસેથી કરવેરાના રૂપમાં મેળવેલાં નાણુને ઉપગ જવાબદારીની કોઈ ભાવના વિના અવિચારી ખર્ચ પાછળ કરતા હતા. સૌરાષ્ટ્રનાં રાજ્યની પ્રજા ક્રાંતિકારી કે રાષ્ટ્રિય પ્રવૃત્તિમાં ભાગ લઈ શકતી ન હતી છતાં એ રાષ્ટ્રિય વિચાર ધરાવતું સાહિત્ય છૂપી રીતે મેળવીને વાંચતી હતી. - બ્રિટિશ હિંદમાં રાષ્ટ્રિય પ્રવૃત્તિના વિકાસની સાથે સૌરાષ્ટ્રની પ્રજામાં પણ ધીમી ગતિએ રાષ્ટ્રિય ચેતના આવી રહી હતી. સમયની હવા પારખી લઈને ગુજરાતનાં કેટલાંક દેશી રાજ્યોએ પ-પરિષદ કે પ્રા–મંડળ યા પ્રજા-પ્રતિનિધિ જેવી સંસ્થાઓ સ્થાપી હતી. ગુજરાતમાં સૌ પ્રથમ વડોદરા રાજ્ય ૧૯૧૬માં અને પછીથી ભાવનગર રાજ્ય પ્રજાપ્રતિનિધિ સભાની રચનાની ૧૧૭માં જાહેરાત કરી હતી. સૌરાષ્ટ્રમાં આ પ્રકારની આ પ્રથમ સંસ્થા હતી. જામનગર રાજ્યમાં પણ ૧૯૧૯માં સલાહકારી કાઉન્સિલ રચવામાં આવી હતી. રાજકોટમાં ૧૯૨૩ માં પ્રજાપ્રતિનિધિ સભાની સ્થાપના કરવામાં આવી હતી.
આમ. સૌરાષ્ટ્રનાં કેટલાંક રાજ્યોમાં પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટેની સંસ્થાઓ સ્થપાઈ હતી, પરંતુ સમસ્ત સૌરાષ્ટ્રનાં બધાં રાજ્યોમાં વસતી પ્રજાના પ્રશ્નોને વાચા આપનારી કોઈ કેંદ્રીય સંસ્થા ન હતી તેથી આવી એક સંસ્થા મુંબઈમાં ૧૯૧૭ માં મનસુખભાઈ રવજી મહેતાએ કુછ-કાઠિયાવાડ એસોશિયેશન' નામની શરૂ કરી હતી. મનસુખભાઈ મહેતા દેશી રાજ્યોને લગતા પ્રશ્નોમાં નિષ્ણાત ગણાતા હતા. એમણે ગાંધીજીને આ સંસ્થામાં જોડાવા લખેલું ત્યારે ગાંધીજીએ એમાં જોડાવાની અનિચ્છા દર્શાવી હતી તેથી આ સંસ્થા ઊગતાં જ આથમી ગઈ, છતાં નિરાશ થયા વિના મનસુખભાઈએ આ અંગેના પિતાના પ્રયત્ન ચાલુ રાખ્યા અને મુંબઈના હિન્દુસ્તાન સાપ્તાહિકમાં “કાઠિયાવાડના પત્રો” નામથી લેખમાળા લખવાનું શરૂ કર્યું.૮
* સૌરાષ્ટ્ર-કચ્છ ઈતિહાસ પરિષદના ૧૦મા વિસનગર અધિવેશન પ્રસંગે યોજાયેલી નિબંધ સ્પર્ધામાં
સ્વામી સંપૂર્ણ ચંદ્રક-વિજેતા નિબંધ
પથિક].
એપ્રિલ/૧૯૯૩
[૧૯
For Private and Personal Use Only