Book Title: Pathik 1992 Vol 32 Ank 07 Author(s): K K Shastri and Other Publisher: Mansingji Barad Smarak Trust View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કચ્છ ઈતિહાસ પરિષદનું પ્રથમ જ્ઞાનસત્ર–ધોળાવીરા કચ્છ ઈતિહાસ પરિષદનું પ્રથમ જ્ઞાનસત્ર તા. ૨૭-૨૮ ફેબ્રુ. ૮૩ ના રોજ ધોળાવીરા મળે રાખવામાં આવેલ હતું. આ જ્ઞાનસત્રમાં કચ્છના ઈતિહાસમાં મહત્વનું સ્થાન ધરાવતા કંથકેટ વિશેના નિબંધેનું વાચન, ધોળાવીરા ઉખનન ક્ષેત્રનું જાતનિરીક્ષણ, કંથકોટ રવેચી રાપર તથા કાગેશ્વર મહાદેવ વગેરે પ્રાચીન સ્થળોની મુલાકાત પણ કરવામાં આવેલ હતી, જેમાં પરિષદને ૩૫ જેટલા સભ્યોએ ભાગ લીધેલ હતા. ભારતીય પુરાતત્વ ખાતા તરફથી ધોળાવીરા ઉત્પનન ક્ષેત્રની મુલાકાત લેતાં આજથી ચાર કે પાંચ હજાર વર્ષ પહેલાનું સમૃદ્ધ નગર જાણે જીવંત થઈ ગયું હતું. હડપ્પીય સંસ્કૃતિના એક ભાગ સમાન ગણતું આ નગર આજ સુધીમાં મળેલ પાંચ મહાનગર પૈકીનું એક હતું એમ ઉખનન કાર્યભાર સંભાળતા વરિષ્ઠ પુરાતત્વવિદ શ્રી બિસ્તે જણાવ્યું હતું. એમણે ભૂતકાળનાં અંધારા ઉલેચતાં વધુમાં જણાવ્યું હતું કે વેદમાં જે વર્ણન ત્રિપુર એટલે કે ત્રણ નગરનું જોવા મળે છે તેવું જ આ નગર હતું, એની રચના ત્રિસ્તરીય જોવા મળે છે. પ્રથમ ઉચ્ચ સ્તર, ત્યારબાદ મધ્યમ સ્તર અને પછી નિમ્ન સ્તર. પ્રથમ સ્તરમાં રાજા અથવા શાસન ચલાવનાર લોકો રહેતા હતા, જબારે મધ્યમ સ્તરમાં શાસન ચલાવવામાં મદદરૂપ લેકે શ્રેષ્ઠીઓ રહેતા હોવા જોઈએ, જ્યારે નિમ્ન સ્તરમાં કારીગર વગેરે પ્રકારના લકે વસતા લેવા જોઈએ. એઓમાં ઈજનેરી તથા સ્થાપત્યકલાનું જ્ઞાન ઉચ્ચ સ્તરનું હતું. ત્રણેય પુર કિલ્લાની દીવાલથી રક્ષિત જોવા મળે છે. જ્યારે ઉચ્ચ સ્તર અને મય સ્તર વચ્ચે એક મોટું સ્ટેડિયમ અથવા રંગભૂમિ જોવા મળે છે, જેમાં નગર-ઉત્સવ સમારંભ વગેરે જતા હશે. આ નગરમાં પાણીની વ્યવસ્થા બેનમૂન જોવા મળે છે. એક માણસ આખો ચાલ્યો જાય એવી ભૂગર્ભ નહેર આખા નગરને પાણી પૂરું પાડતી હશે. ખરેખર જોતાં ન ધરાઈએ એટલી બહુમૂલ્ય વસ્તુઓ ત્યાંથી મળી રહી છે. ધળાવીરા ખાતે શ્રી બિસ્તનું શાલ ઓઢાડીને સંમાન શ્રી વાઘુભા જાડેજાએ કહ્યું હતું, જ્યારે ધોળાવીરાના ઇતિહાસમાં આગવું પ્રદાન કરનાર શ્રી શંભુદાન ગઢવીનું સંમાન શ્રી પ્રદીપ જોશીએ. કર્યું હતું તથા સરપંચશ્રી ખેંગારજીભાઈ સેઢાનું સંમાન શ્રી જેરુભા જાડેજાએ કચ્છ ઈતિહાસ પરિષદ તરફથી કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન ગેર નરેન્દ્ર સાગરે કર્યું હતું, જ્યારે આભારવિધિ શ્રીમતી મંગલાબહેન જેઠીએ કરી હતી. રવેચી ખાતે યોજાયેલ નિબંધવાચનમાં ગેર ચેતના તથા શીલ મીઠિયાએ નિબંધોનું વાચન • હતું. રવેચી જાગીરના મહંતશ્રી મોહનગરજીએ પરિષદને આશીર્વચન સંભળાવ્યાં હતાં તથા એમનું પણ શાલ ઓઢાડી સંમાન કરવામાં આવ્યું હતું. રવેચીને ઈતિહાસ શ્રી વેરસીભાઈ લુહારે સમજાવ્યું હતું. તા. ર૪ના દિવસે રાપર દરિયાસ્થાન મળે ચાલતી રામકથામાં પરિષદના સભ્યો જોડાયા હતા. કથાકાર શ્રી પુરષોત્તમદાસજી મહારાજનું શાલ ઓઢાડી સંમાન કર્યું હતું. કચ્છ ઈતિહાસ પરિષદના ઉપપ્રમુખ શ્રી પ્રાણગિરિ ગોસ્વામીએ પરિષદનો હેતુ તથા જ્ઞાનસત્ર વિશે જાણકારી ત્યાંના લોકોને આપી હતી. [અનુસંધાન પા. ૧૮ મે 1] એપ્રિલ/૧૯૯૩ For Private and Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28