________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિસનગર અને ગાયકવાડે (ગતાંક પા. ૨૧ થી ચાલુ)
છે. નરેશકુમાર જે. પરીખ “આ મકાન વિસનગરવાસી સદગત શેઠ ગોકલભાઈ દોલતરામે રૂા. ૫૦,૦૦૦/-ના ખર્ચે સન ૧૯૦૭ માં બંધાવ્યું હતું, તે તેમના સ્મરણાર્થે તેમના ધર્મપત્ની બાઈ ચુનીએ શ્રીમંત મહારાજા ગાયકવાડની સરકારને શ્રી વિસનગર હાઈસ્કૂલ અને ડિ'ગના ઉપયોગ માટે ઉદારતાથી આપ્યું છે અને તે હવેથી શેઠ ગોકળભાઈ દોલતરામ હાઈસ્કૂલના નામથી ઓળખાશે. તા. ૧૮ મી જૂન ૧૯૧૭.”
આમ ગાયકવાડ રાજ્યના અમલ દરમ્યાન શ્રીમંત સયાજીરાવ ત્રીજાના રાજ્યકાળ દરમ્યાન વિસનગરને શૈક્ષણિક અને સાંસ્કૃતિક વિકાસ થયો હતો. વિસનગરની પ્રવૃત્તિને એ સુવર્ણકાલ હતા. વિસનગરમાં એમનું શાસન જીવ્યા ત્યાં સુધી ચાલ્યું. (ઈ.સ. ૧૯૩૯ની ૬ જાન્યુઆરીએ અવસાન.)
એમના મૃત્યુ બાદ પ્રતાપસિંહ ગાયકવાડ ગાદીએ આવ્યા. પ્રતાપસિંહ ગાયકવાડ ગાદીએ આવતાં વહીવટીતંત્ર કથળવા લાગ્યું. સમગ્ર રાષ્ટ્રમાં આઝાદીનું વાતાવરણ મધ્યાહે હતું અને જ્યારે રાજાશાહી રાજ્યના શાસકે સ્વાધીન રાષ્ટ્રના નિર્માણમાં સહકાર આપી રહ્યા હતા ત્યારે પ્રતાપસિંહ રાજાપાઠના મિજાજમાં હતા. બંધારણસભામાં ૧૯૪૭માં પિતાના પ્રતિનિધિ મકલી આપનાર વડોદરા રાજ્ય પ્રથમ હતું, તે બીજી બાજુ પ્રતાપસિંહે પિતાના અખિલ ગુજરાતના સર્વોપરિ રાજા બનાવવાની માગણી કરી, પરંતુ આ માગણીને અસ્વીકાર થતાં ૧૯૪૮ માં ભારતસંઘ સાથે વડોદરા રાજ્યનું જોડાણ થયું. ૧૯૮૮ ના રોજ પ્રતાપસિંહના જાહેરનામા પ્રમાણે બનેલી કારોબારી સમિતિએ મુંબઈ પ્રાંત સાથે જોડાણને ઠરાવ કર્યો. ૩૧-૧-૧૯૪૯ ના રોજ પ્રતાપસિંહે વડોદરા રાજ્યને જોડાણને નિશ્ચય કર્યો ૨૧-૩-૧૯૪૯ ના જોડાણ કરાર ઉપર સહી થઈ. ૧-૫-૧૯૪૯ ના રોજ મુંબઈ સરકારે વડોદરા રાજ્યને વહીવટ સંભાળી લીધો. ઠે. છાબલિયાને ખાંચે, દરબારડ, કચેરી પાસે, વિસનગર-૩૮૪૩૧૫
સંદર્ભગ્રંથસૂચિ ૧. વડેદરા રાજ્યને ઇતિહાસ, ચુનીલાલ મગનલાલ મહેતા ૨. ગુજરાતને રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ ગ્રંથ-૭ (મરાઠાકાલ) રસિકલાલ છોટાલાલ પરીખ ૩. વડોદરાનરેશ શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ ત્રીજા, ભાગ ૨, ચિમનલાલ મ. વેંકટર ૪. શ્રી સયાજી હીરક મહોત્સવ નિવેદન ભાગ ૧ લે, રા. બા. ગોવિંદભાઈ હાથીભાઈ દેસાઈ ૫. ગુજરાતનાં રાજાશાહી રાજ્ય : વિલીનીકરણ અને એકીકરણ, વિદ્યાપીઠ-મે. જૂન ૧૯૮૬, રા. પરીખ ૬. ગુજરાતના સિક્કાઓ, આચાય નવીનચન્દ્ર આ. ૭. ભારતને ઈતિહાસ (મરાઠાકાલી, મનુભાઈ બી. શાહ ૮. ગુજરાતને રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ, ડો. શિવપ્રસાદ રાજગોર ૯. વડોદરા રાજ્યબંધારણ, દાદર ગોવિંદ માલસે ૧૦. વિસનગર... ડે. રમણલાલ નાગરજી મહેતા ૧૧. શતાબ્દીસ્મરણ મંજુષા, પ્ર. પારેખ વલ્લભરામ હેમચંદ લાઈબ્રેરી સંપા. સમિતિ વતી, પ્રિ. જિતેન્દ્ર દવે ૧૨. શ્રી મહારાજા સયાજીરાવ ગાયકવાડ, એઓશ્રીનાં વ્યાખ્યાને અને ભાષણો, ધીરજલાલ કે. શાહ ૧૩. ગુજરાતને રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ ગ્રંથ-૮ (આઝાદી પહેલા અને આઝાદી પછી)
પ્રકાશક : પ્રવીણચંદ્ર ચિ. પરીખ સંપાદક : હરિપ્રસાદ શાસ્ત્રી ૧૪. વિસનગર અને વડોદરા રાજ્યની હકીક્ત, પ્રથમ અને દ્વિતીય આવૃત્તિ, મહાસુખભાઈ ચુનીલાલ 94. 'Forty Years in Baroda, R. B. Govindbhai H. Desai ૮]. એપ્રિલ ૧૯૯૩
[ પથિક
For Private and Personal Use Only