Book Title: Pathik 1985 Vol 25 Ank 03
Author(s): K K Shastri and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 18
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ડિસેમ્બર/૮૫ મદિર, જે વીક-રોમન શૈલીનું, તેના સ્તંભ છજું ને ત્રણ તાકવાળી કમાન તથા પ્લાટર-કામ અવશેષરૂપે રાખી ઊભાં છે તે પાંચમી સદીનાં લાગે છે. ભગ્ન થયેલું કાશ્મીરનું માર્તડ મંદિર, મીક શૈલીના સ્તંભ અને ત્રિકોણાકાર છાઘવાળું ભારતવર્ષમાં બંધાયેલું સાતમ-આઠમી સદીનું મંદિર છે. આ પહેલાંના કેઈ બાંધેલ મંદિરના અવશેષ ભાગ્યે જ મળે છે. કાઠ-ઈટનાં દેવસ્થાન રચાયાં હશે, જે કાલ સામે ટકી શકતાં નહિ. સૌરાષ્ટ્રનું ગેપમંદિર માતા મંદિરને થેડું મળતું છે. મહાન સુર્યરથ જેવું આ ભવ્ય મર્યમંદિર કરી સદીની શરૂઆતનું છે. ભારતવર્ષમાં સૌ-પ્રથમ પથ્થરથી બંધાયેલ મંદિરોમાં ગેપનું મંદિર મુખ્ય કહી શકાય. સૌરાષ્ટ્રના પશ્ચિમ કાંઠે મૈત્રકકાલમાં થયેલ અનેક મંદિર છે, જે દ્રાવિડ શૈલીનાં છે. બિલેશ્વર ખીમેશ્વર કદરખેડા ભાણસરા ધાસણવેલ કદવાર અદર વગેરેનાં મંદિર સાતમ-આઠમી સદીમાં થયાં છે. આ પ્રાલંકી દહેરાં મૈત્રક સેંધવ તથા ગારુલક રાજાઓએ કરાવ્યાં મનાય છે. નવમી સદી પછી તે ભારતવર્ષમાં ઉન્નત પ્રતિહાર-સ્થાપત્યનાં દર્શન થાય છે. કચ્છસૌરાષ્ટ્રમાં પ્રતિહાર-લંકી દેવમંદિર અનેક થયાં, જેના અવશેષ ઊભા છે. સોલંકીકાલ પહેલાં સૌરાષ્ટ્રનાં મૈત્રક-રીંધવ મંદિરનાં પાયા અને બાંધકામ સાદાં મજબૂત હતાં. નાનાં દ્વાર, ઉચક તંભ, મંડપનું સપાટ શિલાથી છાવરણ, ગર્ભગૃડ ઉપર ઊ ચેરું ભૂમિવાળું શિખર, ચૂના વગરનું પથ્થર પર પથ્થર બેસાડેલું દઢ બાંધકામ, મુખ્ય દ્વારથી મંદિરમાં ઊંડે સુધી જવાય, ભમતીવાળાં અને ભમતી વગરનાં આ દહેરાં અંદરથી ગુફામંદિર જેવાં લાગે છે. આ પ્રાચીન મંદિરનાં લક્ષણ છે. શિલ્પકામને અહીં ઓછે અવકાશ હતો. - ઝાંસી પાસે દેવગઢના મંદિરમાં ઘેડ વિકાસ દેખાય છે. શિલાઓને પકડી રાખવા ધાતુનાં સાલફિલિયોને ઉપયોગ ત્યાં થયો છે. દેવગૃડ, એની આગળને ગૂઢમંડપ, મુખચોકી, બધું એક જ લંબચોરસ બેસણી ઉપર બંધાવું શરૂ થયું હતું. મૈત્રક-મંદિરોને પણ એ જ પદ્ધતિથી પાય મળ્યું હતું. સમય જતાં મંદિરનાં દ્વારશાખ ઉદુમર તેણે એતરંગ ગૃહપટ્ટી તેમ મંડોવર પર ગવાક્ષે અને અન્ય શેઃ ભન-શિપ આવતાં ગયાં, કાષ્ઠના શિલ્પને પથ્થરનાં શિ૯૫માં ઉતાર્યું. પ્રતિહારશૈલી, સૌરાષ્ટ્ર ગુજરાતમાં સોલંકી-મંદિરૌલી ગુર્જર મારૂ મંદિરમાં દેખાવા લાગી. એમાં પણ મંદિરનાં વિતાન-રણનાં શિલ્પ તે અનન્ય ભાતમાં થયાં, દેશનું ધન બન્યાં. સામાન્ય રીતે દેવમંદિર પૂર્વાભિમુખ હેય છે. શિવાલય પશ્ચિમામુખ પણ થયાં છે. જલાધારીને જલમાર્ગ કાયમ ઉત્તર તરફ જ રખાય છે. બ્રહ્માજી અને સુર્યનાં મંદિર પૂર્વાભિમુખ જ હોય છે, દેવીનાં મંદિર મુખ્યત્વે ઉત્તરાભિમુખ અને વિષ્ણુમંદિર પૂર્વ કે પશ્ચિમ દ્વારે પણ હેય છે. સૌરાષ્ટ્રમાં ઘુમલી મુનિદેવળ, પ્રભાસનાં મંદિર, કદવાર ભીમદેવળ અજેઠા દ્વારકા બિલેશ્વર વગેરેનાં છે. કચ્છમાં પુંઅરેશ્વર ઠેર ને કેટાઈનાં પ્રાચીન મંદિર છે, જેમાં પ્રતિહાર–છાયા દેખાય છે. ભારતવર્ષના પ્રાચીન ભક્તિયુગમાં સર્વ પ્રાંતમાં પથ્થરનાં દેવાલય બંધાયાં. કમભાગ્યે વિધમી આક્રમણની ભાંગફેડ-પ્રવૃત્તિથી હિંદુદેવમંદિરની શિલ્પ-સ્થાપત્ય-સમૃદ્ધિને આઘાત થયા. અમુલ્ય કલાભંડારને નાશ થશે. મહમદ ગઝનવીથી શરૂ થયેલ આ પ્રવૃત્તિ છેલ્લે મથુરા ને કાશીમાં તે રાજપૂત રાજાઓએ બંધાવેલાં બહુ વિશાળ મંદિરોને નાશ દિલ્હીના બાદશાહે કર્યો ને ત્યાં મસ્જિદે બાંધી તેમજ ગુજરાત-સૌરાષ્ટ્રમાં સુલતાનના સુબાઓએ વંસ કર્યો ત્યાંસુધી ચાલુ રહી. મસ્જિદમાં હિંદુજૈન મંદિરોનાં ભવ્ય વિતાને ઘૂમટામાં સ્થાન આપી એ સુંદર શિલ્પની કદર કરી છે. પાટણ-ઉત્તર ગુજરાતની મરિજદ, જામા મસ્જિદ-માંગરોળ (મેરઠ), માયપુરી મસ્જિદ-પ્રભાસ, વંથળીની મસ્જિદ વગેરે • સ્થળોએ દેવમંદિરોની શોભા મુસ્લિમ પૂજાસ્થાને મળેલી જોઈ શકાય છે. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35