Book Title: Pathik 1985 Vol 25 Ank 03
Author(s): K K Shastri and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 32
________________ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Mahavir Jain Aradhana Kendra ૨૦. ઝંઝાવાતનાં મંડાણ] પથિક જય જિનેન્દ્ર !” જય મહાદેવ !” શિવરાજ શાહે ખંડની બહાર નીકળી રાજમાર્ગ પર આગળ પ્રયાણ કર્યું, દૂર અંધારાની એથે છુપાયેલ એળો જમાદારનાં ખેરડા તરફ ફર્યો. ઝંઝાવાતનાં મંડાણ જમાદાર ફતેહમહમદનું મૃત્યુ થયાને હજી પૂરા પચીસ દિવસ વીત્યા નહિ ત્યાં ભૂજની બજારમાં અફવા ફેલાઈ કે મહારાવ રાયધણજી ગંભીર રીતે બીમાર પડયા છે. ક્યાંક તે એવી પણ વાત થવા લાગી કે એઓ મૃત્યુ પામ્યા છે અને એમના દેહના અંતિમ વિધિ માટે તકરાર પડી છે. મહમદમિયાં હજી ભૂજમાં જ રોકાયા હતા, જમાદાર ફતેહમહમદની કાયમી યાદગીરી માટે ભવ્યા મકબરા ભુજ શહેરની બહાર વાર કરાવવાનું હતું. એ અંગેની કામગીરી માટે સલાહ-સૂચને આપવા તથા સાધને એકઠા કરવા માટે એઓ રોકાયા હતા એમ કહેવાતું હતું. લક્ષ્મીદાસને અંજારમાં કારભારીની કામગીરી હાલ તરત માટે સંભાળવા જવાનું હતું, પણ અંગત રોકાણને લઈને એઓ હજી ભૂજ છોડી શકયા ન હતા અને અંજાર ગયા ન હતા.. તા. ૩૦ મી ઑકટોબર, ૧૮૧૩ ના રોજ વહેલી સવારે જગજીવન મહેતા તથા હુસેનમિયાં રાજમહેલ પર ગયા ત્યારે એમને ખબર મળ્યા કે મહારાવ રાયધણજી ગંભીર રીતે બીમાર છે અને છેલ્લા શ્વાસ લે છે. ઈબ્રાહીમમિયાં તથા કાસમ એમની પાસે હતા. રાજમહેલમાં મહારાવની રાણીઓ તથા રખાતામાં એ સમાચાર ફેલાતાં સૌ ચિંતાતુર બન્યાં. હકીમનાં દવાદારૂ ચાલુ હતાં અને હકીમ પણ બંદીખાનામાં હાજર હતા. જગજીવન મહેતા તથા હુસેનમિયાં ત્યાં પહોંચ્યા અને સ્થિતિ જોઈ ને રાજકુટુંબનાં સભ્યોને ખકર આપવામાં આવ્યા. કેટલાક નજીકના ભાયાત ગરાસદારોને ખાસ સવારે મોકલી મહારાવની ગંભીર બીમારીના ખબર પહોંચાડતાં એ પણ ભુજ તરફ આવવા લાગ્યા, રાજકુમાર માનસિંહજી, કવર લઘુભા, રાજકુમારી કેસરબા અને રાણીએ તથા રખાતો વગેરે બંદીખાનામાં મહારાવની અંતિમ વિદાય વખતે એમના દર્શન કરી ગયા, મધ્યાહ્ન સમયે દરબારગઢની અંદર આવેલ મંત્રણ ખંડમાં જગજીવન મહેતા, નગરશેઠ, હુસેનમિયાં, ઈબ્રાહીમ મિયાં, મહમદમિયાં, લક્ષ્મીદાસ કામદાર, રાજકુટુંબના કુળગોર ઓધવજી વગેરે એકઠા થયા હતા. આસંબિયા રેહ તથા નાગ્રેચાના જાગીરદારે પણ આવી પહોંચ્યા હતા. મહારાવ રાયધણજી મૃત્યુ પામ્યા છે એમ ત્યાં જાહેર થયું અને એમના મૃત દેહના સંસ્કારવિધિ સંબંધમાં વિચારણા ચાલી. “મહારાવશ્રીએ મૌખિક વસિયત કરેલ છે તે પ્રમાણે એમના મૃત દેહની મુસ્લિમવિધિ પ્રમાણે બધી વ્યવસ્થા થવાની જરૂર રહે છે અને થવી જોઈએ.” ઇબ્રાહીમે જણાવ્યું. “એમ કેમ થાય? મહારાવશ્રી જાડેજા વંશના રાજા હતા અને તેથી જાડેજા રાજપૂતના કુલાચાર પ્રમાણે એમને હિંદુવિધિથી અગ્નિસંસ્કાર થાય અને થવો જોઈએ.” રાજપુરોહિત ઓધવજીએ પિતાને અભિપ્રાય જણાવ્યો. પણ મહારાવની વસિયતનું શું? એએએ મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો હતો અને મુસ્લિમ ધર્મ પાળતા એ તે સૌ જાણે છે.” મહમદમિયાંએ કહ્યું, For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35