________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પથિક
સંધ્યાના રંગ “એ તે એમના મગજની અસ્થિરતાને લઈને બનેલ હતું. જાડેજા રાજવીને એમના કુળધર્મ પ્રમાણે અગ્નિસંસ્કાર થશે.” નગરશેઠ બેલા,
મેં એમના અંતિમ વિધિ માટે વ્યવસ્થા કરાવી છે અને કફન તૈયાર કરાવેલ છે એ જાણે છે ?” ઈબ્રાહીમે વિરોધ કર્યો.
તેથી શું થયું ?" આસંબિયાના ઠાકોર બેલી. “ કુમાર શ્રી માનસિંહજીને બોલાવીએ, એમને પૂછી જોઈએ.” ઈબ્રાહીમમિયાએ જણાવ્યું.
એ હજી બાળકબુદ્ધિના કહેવાય અને એમને આવી બાબતમાં કંઈ ખબર ન પડે.” નાગ્રેચાન જાગીરદાર બોલી ઊઠયા.
“જાડેજા કુળના રિવાજ પ્રમાણે અગ્નિસ રકાર થાય તે શું ખોટું છે ?” જગજીવન મહેતાએ જણાવ્યું.
“પણ એક મુસ્લિમને હિંદુ તરીકે અગ્નિસંસ્કાર નહિ થવા દેવાય, એમને દફનાવાશે” ઈશાહીમે મક્કમતાથી કહ્યું,
તમારે તમારી ઈચ્છા પ્રમાણે જ કરવું છે અને અમારા જાડેજા કુળના રિવાજની અવગણના કરવી જ હેય તે એનું પરિણામ સારું નહિ આવે. કેમ, મહેતાજી ! આપ શું કરવા ધારે છે ?” રોહાના જાગીરદાર આકળા થઈ બોલી ઊઠયા.
હજી કયાં કઈ ચેકસ નિર્ણય પર આવી શકયું છે? હજી વિચારી જોઈએ છીએ.” મહેતાએ જણાવ્યું,
તમે સો શાંત થાઓ અને ધીરજ રાખે. ભાઈ હુસેનમિયાં તથા મહમદમિયાને વિનંતી છે કે આ બાબતમાં વિચાર કર, ગરાસિયા ભાયાતને કચવાવવા એ પણ સારું નથી.” નગરશેઠે સમજાવટથી વાત કરી.
આપણે સ્મશાનયાત્રા તે કાઢવી પડશે ને? એવી તૈયારી કરવામાં વખત લાગશે. અત્યારે બપોર થઈ ગયા છે. નમાજ-ટાણું પણ થયું છે તેથી એકાદ પાર પછી ફરી વાર મળીને વિચાર કરી નિર્ણય કરીશું. અત્યારે સૌ પિતાપિતાને કામે બહાર જઈ શકે છે.” હુસેનમિયાંએ જણાવ્યું.
સૌ છૂટા પડ્યા. જગજીવન મહેતા ઘેર આવ્યા. એમની સ્થિતિ વિષમ બની હતી, પણ છેવટને નિર્ણય જેમ બને તેમ તરત અને રાજકુળની પ્રતિષ્ઠા સચવાય એ રીતે લેવાની જરૂર હતી. ઈબ્રાહીમની અવિચારી હઠને સતિષવા જતાં પરિણામ ગંભીર રીતે નુકસાનકારક આવે એમ હતું. પરિસ્થિતિ ફેટિક બને એ સંભવ હતો તેથી ત્વરિત ચોકકસ પગલું ભરવાની જરૂર હતી. રાણીવાસની અંદર રાજપુતાણીઓ મહારાવને અગ્નિસંસ્કાર થાય એમ ઇચ્છતી હતી અને મક્કમ હતી એવા સંદેશા રાષ્ટ્રવાસમાંથી એમને મળ્યા.
એમણે મારવાડી માલમસિંહ તથા લક્ષમીદાસ કામદારની સાથે મારવાડી રાજપૂતની એક ટુકડીના કેટલાક સૈનિકોને રાજમહેલ પર મેકલીને મહારાવના મૃતદેહને કબજે કરવા અને સામે થાય તેને ઠાર કરવાને કમ આપ્યો. નગરશેઠ જાગીરદારો તથા ભૂજના અગ્રણી શહેરીઓને તાબડતોબ બેલાવી તરત જ મશાનયાત્રાની તૈયારી કરાવી હુસેનમિયાંને ખબર મોકલ્યા. સમય જોઈને વર્તન કરનાર હુસેનમિયાં જાગીરદારે નગરજને તથા જગજીવન મહેતાનું વલણ સમજી જઈને અગ્નિસંસ્કાર વિધિ થવામાં સહમત થશે અને સમશાનયાત્રામાં જોડાય અને તેથી ઇબ્રાહીમ મિયાં તથા મહમદમિયાં યુપકીદી પકડી શાંત રહ્યા.
For Private and Personal Use Only