________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પથિક
[સંસ્થાના રંગ
જમાદાર કે એમને પુત્રની આજ્ઞા ઉઠાવવા અમે તૈયાર ન હોઈએ, આપ ચાહે તે આજે જમાદારની સત્તા ધારણ કરી શકે છે. આપને અમારી બધી મદદ મળી રહેશે એની ખાત્રી આપું છું.” શિવરાજે જણાવ્યું.
આપને આભાર, પણ એવું તે બની શકે નહિ. જમાદારને હું મિત્ર અને વિશ્વાસુ એમના પુત્રોને વફાદાર રહેવાની તથા એમનું ભલું ઇચ્છવાની હું મારી ફરજ સમજું છું. એ ફરજમાંથી હું ચુર્ક એમ તે આપ પણ ન ઇચ્છ.મહેતાએ સ્પષ્ટતા કરી.
“હવે ફરજ જેવું ક્યાં છે? આપ સ્વતંત્ર છે. આપની ઈચ્છા હોય તે આવતી કાલે મહારાવશ્રીને બંધનમુક્ત કરી, રાજગાદી પર સ્થાપીને આપને કચ્છના દીવાન તરીકે જાહેર કરીએ. અમે બધી આપની પડખે ઊભા રહીશું, આપ એમ ન ચાહે તે ભાઈજી બાવાના પુત્ર લઘુભાને રાજાભિષેક કરીએ અને આપને દીવાન તરીકે જાહેર કરીએ. જમાદારના બંને દીકરા અહીં થી નાસી જશે; એમને અહીં રહેવું ભારે થઈ પડશે.”
માફ કરે ! એવું કાંઈ મારાથી નહિ બની શકે. હું વચનથી વેચાય છું, જમાદારના પુત્રો મારામાં વિશ્વાસ રાખે છે અને મને માન આપી મારી સલાહ પ્રમાણે વર્તે છે. વળી અરબ શિબંદી પણ મારામાં વિશ્વાસ રાખે છે. મહારાવના પુત્ર માનસિંહજીના હક-અધિકારની પણ અવગણના થઈ શકે નહિ. કચ્છમાં આપણે સૌએ સાથે મળીને કામ કરવાનું છે. જમાદારના પુત્રોની કે માનસિંહજીની અવગણના કરવાથી દેશમાં અંધાધૂંધી ફેલાય અને એને દેષ મારા પર આવી પડે. હું લાચાર છું.” મહેતાએ કહ્યું.
પણ કર૭ દેશનું હિત જમાદારના દીકરા સત્તાધારી હશે તે જળવાશે એમ હું ધાર નથી, એ અવિચારી છોકરા કચ્છને પાયમાલ કરશે.” શિવરાજે ચેતવણી ઉચ્ચારી.
“મારાથી બનશે ત્યાંસુધી એમ નહિ થવા દઉં. પછી તે જેવી ભોળાનાથની મરજી. માણસનું ધાણું બધું કાંઈ પાર ઊતરતું નથી, ભવિષ્ય ભગવાનના હાથમાં છે. એના ખેલની આપણને શી ખબર પડે? આપણે તે કર્તવ્ય બજાવવાનું છે.”
ત્યારે આપ અમને નિરાશ કરશે ? આવી તક વારંવાર મળતી નથી. ઈશું તે પાછળથી "પસ્તાવાને વખત આવશે.”
હું લાચાર છું.”
તાં હું આશા રાખું છું કે આપને કોઈક દિવસ બધું સમજાશે. ફરી વાર જોઈશું. હવે રજા લઈશ. આપને તકલીફ આપી એ માટે ક્ષમા કરશે.”
“એ શું બોલ્યા, ભાઈ? સુખેથી સિધા. આજે આપને નિરાશ કર્યા છે, પણ હું નિરૂપાય છું.”
“હું કદી નિરાશ થતો નથી. હજી પણ આશા અને વિશ્વાસ છે કે આપને સત્ય વસ્તુ કેઈક દિવસ સમજાશે અને એ દિવસે આ૫ અમારી વાત સ્વીકારશે. અરબ શિબંદી ઉપર બહુ મદાર બાંધવા જેવું નથી અને એને વિશ્વાસ કરવામાં પણ જોખમ રહેલું છે. આપને જ્યારે પણ અમારી મદદની જરૂર પડે ત્યારે અમને હુકમ કરશે; આપને અમારો સંપૂર્ણ સાથ સહકાર મળી રહેશે. કેટલાક ઘરના ઘાતકીઓથી આપે ચેતતા રહેવાનું છે. ભગવાન એઓથી બચાવે !”
ભગવાન સૌને સદ્દબુદ્ધિ આપે. આપણે તે પ્રયત્ન કરવાના રહે છે, ફળ એના હાથમાં છે.” મહેતાએ જણાવ્યું,
“ભલે, ત્યારે હું રજા લઈશ.” શિવરાજે કહ્યું. “ખુશીથી; ટેકરછ કાકાને પ્રણામ કહેશે.”
For Private and Personal Use Only