Book Title: Pathik 1985 Vol 25 Ank 03
Author(s): K K Shastri and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 30
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પથિક ૧૯, વિધિની રમત ] ૭૫ “ખરેખર, અન્નદાતા ! એમના મૃત્યુથી રાજ્યને મોટી ખોટ પડી છે !” હવે કોણ, તમે દીવાન કે જમાદારને દીકરે હુસેન દીવાન? હવે તે રાજાને પુછગ્યા વિના દીવાન બની શકાય છે.” રાજાએ વ્યંગમાં કહ્યું. - “અમે સૌ આપના જ સેવક છીએ, બાવા ! આપશ્રીની તબિયત નરમ છે એમ સાંભળ્યું. શું જણાય છે ? હકીમને બોલાવીશું?” “જરા નરમ ગરમ રહે છે. કોઈ વાર પેટમાં દુખાવો ઊપડી આવે છે. હકીમ દવા મેકલી આપે. છે. તમે લેકે આટલી બધી સંભાળ લે છે અને ચિંતા કરો છો એ માટે તમારે સૌને આભાર માનવો જોઈએ.” રાજાએ ફરી વાર ભંગ કર્યો. એ શું બોલ્યા, અન્નદાતા? આપ સંપૂર્ણ પણે તંદુરસ્ત થાઓ. પ્રજા આ ને તંદુરસ્ત તથા સ્વસ્થ જોવા ચાહે છે.” મહેતાએ જણાવ્યું, પણ બંદીખાનામાં !' રાજાએ જરા નારાજીમાં કચવાટ-ભર્યા ઉદ્ગાર કાઢયા. “એવું પણ નથી. આપને બંદીખાનામાં રાખવાની અમારી ઇચ્છા ન હોય, સંજોગને જ એ આભારી છે. આપની અંગત સલામતી અત્યારે અહીં રહેવામાં જ છે. બહાર આપને દુશ્મન ઘણા છે. આપના પર જોખમ છે.” મહેતાએ કહ્યું. ઠીક છે, જેવી ખુદાની મરજી !” “ત્યારે રજા લઉં છું. આપની તબિયત નરમ થાય અથવા કંઈ જરૂર પડે ત્યારે અમને હુકમ મોક્લાવશે. હું કોઈ પણ વખતે આપની સેવામાં હાજર થઈશ.” + જગજીવન મહેતા ઘેર આવ્યા ત્યારે રાત પડવા આવી હતી, જમતી વખતે એક ખાનગી સંદેશ મો : માંડવીવાળા શિવરાજ શાહ મળવા માગે છે અને રાત્રિના બીજા પ્રહરની શરૂઆતમાં મળવા આવનાર છે. રાત્રે જમી પરવારી નિવૃત્ત થતાં મહેતાજી બેક-ખંડમાં આવ્યા. થોડી વારે શિવજ શાહે ખંડમાં પ્રવેશ કર્યો. અંધારામાં એક ચોળા શિવરાજ શાહની પાછળ પાછળ મહેતાના ઘર સુધી આવ્યો અને શિવરાજ શાહ ઘરમાં પ એ દૂરથી જોતાં ઓળો અંધારામાં અદશ્ય થયે. જય જિને, મહેતાજી!” શિવરાજ શાહે ખંડમાં પ્રવેશ કરતાં મહેતાને નમસ્કાર કર્યો. “આવે, આવો, શિવરાજ શાહ ! જય મહાદેવ! કેમ, ખુશીમાં ને ?” આપનાં દર્શનથી વિશેષ આનંદ થશે. માંડવીથી અહીં સુધી આવ્યા એટલે આપનાં દર્શનને લાભ લઈ માર્ગદર્શન મેળવવાની ઈચ્છા થઈ.” શિવરાજે જણાવ્યું. આ અમારા મુખી હંસરાજ શેઠના આપ ચિરંજીવી ! આપને માર્ગદર્શનની શી જરૂર હોય? ઓપ તે અમને માર્ગદર્શન આપી શકે એવા છે.” “એ તે આપની મોટાઈ તથા મારા તરફની ભલી લાગણી બતાવે છે. જમાદાર ગુજરી ગયા એટલે હવે અમારે મન તે અ૫ એમના પ્રતિનિધિ અને કચ્છના સત્તાધીશ છે. આજ્ઞા ઉઠાવવા અમે સદા તત્પર રહીશું એમ આપને કહેવા જતે આવ્યો છું.” આપ પણ મોટા છે. હું તે જમાદારને સેવક અને આપણે સૌ મહારાવશ્રીના સેવક છીએ. જમાદારના પુત્ર હુસેનમિયાં હવે એમના પ્રતિનિધિ તરીકે સત્તા પર છે એટલે હવે હું એમનો સેવક છું.” “આપ વડીલ છે, અમારા શિરછત્ર જેવા છે. આપની આજ્ઞા ઉડાવવા અમે તત્પર છીએ, પણ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35