Book Title: Pathik 1985 Vol 25 Ank 03
Author(s): K K Shastri and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 34
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦. ઝાવાતનાં મંડાણ]. પથિક મહારાવ રાયધણજીના દેહને અગ્નિસંસ્કાર પૂરી ધામધૂમથી અને પ્રજાના ઉત્સાહથી હમીરસરની દક્ષિણે આવેલી રાજવીઓની છતરડીવાળા પ્રાચીન અને સુવિખ્યાત સ્થળે કરવામાં આવ્યા. પણ ઇબ હીમમિયના અંતરમાં જગજીવન મહેતા પ્રત્યે ઈર્ષ્યા તથા વેરવૃતિને ત્યારથી ઉદ્દભવ થયો અને મહમદમિયાએ આગમાં ઘી હોમ્યું. સદ્ગત મહારાવશ્રીને અનેક રાણીઓ ઉપરાંત કેટલીક રખાત પણ હતી. એમને કુંવર માનસિંહજી સિવાય બીજે કઈ પુત્ર ન હતા. માનસિહજી તથા એમની બહેન કેસરબા ઉર્ફે કેસાંબા અત્યારે સંપૂર્ણ રીતે જમાદારના કુટુંબનાં આશ્રિત હતાં અને એમના વર્ચસ નીચે હતાં. કુંવર માનસિહજીની ઉંમર અત્યારે ૧૮-૧૯ વર્ષની હતી. રાજગાદી માટે એ ખરા હકદાર હતા, પણ કેટલાક રાજપૂત ગરાસદાર તથા ભાયાત ફતે મહમદ તથા ઇબ્રામમિયાંથી વિરુદ્ધ હતા અને શિવરાજ શાહની તરફેણમાં હતા; એને જે માનસિહજીને ગાદી મળે તે એમની પિતાની સ્થિતિ કફોડી થાય અને નુકસાન થાય એવી ધાસ્તી હતી. એ કુમાર માનસિંહજીને ગાદી મળે તે ઈશ્વ હમમિયાંને પક્ષ મજબૂત બને એ સ્પષ્ટ હતું. શિવરાજ શાહ પણ એવી જ માન્યતા ધરાવતા હતા અને તેથી એ ભાઈજી બાવાના દીકરા લધુભાને ગાદી મળે એમ ઈચ્છતા હતા. ભાઈજી બાવા ઉફે પૃથ્વીરાજજી એમની હયાતીમાં મહારાવ રાયધણજી કેદમાં હતા તે દરમ્યાન રાજગાદી પર હતા અને એમના નામથી રાજવહીવટ ચાલતું હતું તેથી પ્રજા વર્ગમાં પણ ઘણું એમ માનતા હતા કે રાજગાદીના સાયી હકદાર ભાઈજી બાવાના પુત્ર લધુભ છે. વળી રાયધણજીએ મુસ્લિમ ધર્મ અંગીકાર કરેલ તેથી એમના પુત્ર કુમાર માનસિંહજીને રાજગાદી મેળવવાને હક ન હો એવી પણ ઘણાની માન્યતા હતી. આ માન્યતાના અનુમોદનમાં શિવરાજ શાહ તથા બીજાઓએ એવી અફવા વહેતી કરી કે રાજગાદીના ખરા હકદાર લધુભા છે તથા જગજીવન મહેતા પણ એમની તરફેણમાં છે. વડા મારફત આ હવા રાજમહેલમાં રાણીવાસમાં પહોંચી. લધુભા અત્યારે ૧૬-૧૭ વર્ષની ઉંમરના સગીર હતા અને રાજગાદી એમને મળે એવી એમને પિતાને કે એમનાં માતુશ્રીને કોઈ કલ્પના પણ ન હતી. એમની એ સંબંધમાં કે ઈ પ્રવૃત્તિ કે ઈરછી પણ જણાતી ન હોવા છતાં પ્રચાર તરફથી એવી અફવા ફેલાવવામાં આવી રહી હતી અને રાયધણજીના વારસ તરીકે રાજગાદી પર કોઈ નિયુક્ત થાય નહિ ત્યાં લગી લધુભાની તરફેણની અફવા રોમેર ફેલાતી અટકી શકે એમ ન હતું. થોડા દિવસ વ્યતીત થયા. એક રાજ રાજવડારણ જાનબાઈ ઈબ્રાહીમ મિયાં પાસે આવી. ઈબ્રાહીમ એની સાથે રાજમહેલમાં ગયે, એક ખંડમાં રાજકુમાર માનસિંહજી તથા રાજકુમારી કેસરબા એ બે જણ એમનાં માતુશ્રી સાથે બેઠાં હતાં. ઇબ્રાહીમે આવીને નમન કરી આસન લીધું. “પછી રાજયાભિષેકનું કયારે નક્કી કર્યું ?” માનસિંહજીનાં માતુશ્રીએ ઈબ્રાહીમને પ્રશ્ન કર્યો. હજી કાંઈ ચોક્કસ નથી, એ તે જગજીવન મહેતા નક્કી કરશે ત્યારે અને તેમ થશે. સમાચાર તે એવા મળ્યા છે કે જગજીવન મહેતા અને શિવરાજ શાહ કુમાર લધુભાને મહારાવશ્રી તરીકે રાજગાદી પર લાવવા માગે છે.” ઈબ્રાહીમે પિતાનું મહત્વ બતાવવા માટે પાસે ફેંકો અને ગધું હાંક્યું. જગજીવન મહેતા એમ ઈ છે નહિ. વળી તમે કેમ શાંત બેસી રહ્યા છો ?' રાજકુમારીએ વેધક દષ્ટિ ફેકી સવાલ કર્યો અને ઉમેર્યું: “તમારી ફરજ નથી? શું ભાઈ તમારા દોસ્ત નથી ?” “મારી ફરજ હું જરૂર બાવીશ અને કુમાર શ્રીમાનસિંહજીને રાજગાદી પર અભિષેક થાય છે એમ સી જશે.” ઇબ્રાહીમે માનસિંહજી તથા રાજકુમારી તરફ હેતુપૂર્વક સૂચક નજર નાખી જણાવ્યું. તે પછી ઢીલ કેમ થાય છે ?” રાજકુમારીએ આતુરતા બતાવી પૂછયું. એને ચહેરે ઘણે For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 32 33 34 35