Book Title: Pathik 1985 Vol 25 Ank 03
Author(s): K K Shastri and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 26
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ડિસેમ્બર-૫ ભવાની મહાકાળીનાં મંદિર પર્વત-ડુંગર પર છે. આખા ભારતવર્ષને ભારતમાતા' તરીકે સ્વામી વિવેકાનંદે કન્યાકુમારીના ખડક પરથી જયાં ત્યાં વિવેકાનંદ મેમોરિયલ સ્થપાયું છે. પ્રાકૃતિક સૌંદર્યને જોઈને કુદરતના ખોળામાં દેવાલય રચાયાં હોય ત્યારે ત્યાંની નભે રેખાને વિશેષ રૂપ અપાતું. સ્થપતિશિલ્પીનું એ કામ હતું. આ દૃષ્ટિ આપણામાં હતી ત્યાંસુધીના ભારતીય શિલ્પમાં દેવત્વને ધબકાર દેખાય છે. મધ્યયુગના રાજા પાદશાહેના વ્યક્તિગત કે એમના સમૂહગત આડંબરને પોષવા માટે ઈમારત થઈ. કુતુબમિનાર તાજમડાલ ગળગુંબજ, દિલ્હી આગ્રા લખનો કલકત્તાની ઈમાર, રાજા મહારાજાએના મહેલે, સરકારી ઈમારત, સંત-સતી-શૂરનાં સ્મારક, મહાપુરુષો તેમજ અન્ય પ્રાણીઓ ઉપર બંધાયેલ છત્રીઓ, શાલિમાર અને વૃંદાવન બગીચાઓ વગેરે હિંદુ-મુસ્લિમકલાનાં રાજન મહાન અને ભવ્ય છે. ગેવા-દીવનાં ખ્રિસ્તી દેવળ સુંદર છે. મુસ્લિમ શિ૯૫માં ભૌમિતિક આકૃતિઓ તેમજ વેલ(લને લયબદ્ધ વળાંક આપી સજેલ આકૃતિઓ શિ૯૫ના અનન્ય નમના મસ્જિદો રોજા દરગાહમાં જોઈ મસ્તક નમે છે. ખુદાના કુદરતી સર્જનની નકલ ન કરવાની મુસ્લિમ કલાકારની ટેક છે. ઘણી ભવ્ય ઈમારતેમાં હિંદુ-મુસ્લિમકલાનાં સુંદર સર્જન થયાં છે. કલાકાર ઉસ્તાદને કસબ ભૌતિક લાભ માટે નહિ, પણ પવિત્ર હેતુને ખાતર, કલાને ખાતર થયો હોય ત્યાં એ કામ યજ્ઞરૂપ બને છે; એવાં કામ અદ્ભર બને જ. આવાં સ્થાપત્ય મધ્યયુગમાં તેમજ આજના યુગમાં થયાં છે. અહીં કલા સાધ્ય બની છે. ચીન દેવાલયના ભારતના કલાકારોની કલા તે સાધન હતી, સાધ્ય તે પરમ તત્વ હતું. પાછળના કાલના શિલ્પીની દષ્ટિ પૃથ્વી પર છે તેથી આપણું વિષયના ક્ષેત્રની બહાર છે. વર્તમાન કાલમાં તે માત્ર દુન્યવી દષ્ટિ આગળ રાખી લૌકિક સને થાય છે, જલદી સુખી થઈ જવાનાં કામ થાય છે, તતનો લાભ લેવા લાંબા ગાળાનાં સનાતન સુખનાં મૂળ અને મૂલ્યોને નાશ થાય છે, મહાન “ડેમ બંધાતાં નદી ને શહેરોમાં માનવજંતુઓને રહેવા ઊધઈના રાફડા કે કબૂતરખાનાં જેવાં સિમેન્ટ કોન્ક્રીટનાં બહુમાળી ખાં ઊભાં થાય છે, જેમાં શિ૯પને સ્થાન નથી, સ્થાપત્યની રેખામાં લય નથી, પર્યાવરણ પ્રતિ લક્ષ નથી. માનવ “કયુટરાઈન્ડ' થતો જાય છે; હવે, પછી શું? ભારતના દરેક પ્રાંતમાં શિલ્પ સ્થાપત્યની, આપણે જોયું તેમ, ચડતી પડતીનાં મોજાં આવ્યાં છે. લાટના શિલ્પી રાજસ્થાન ગયા હતા. ઈલેરામાં કામ કરવા રાષ્ટ્રકૂટ રાજાએ લાટના શિપીઓને પણ બોલાવ્યા હતા. શિપી તે ભગવાન વિશ્વકર્માના પુત્ર ! આપણા કડિયા લુહાર સુથારના ઇષ્ટદેવ વિશ્વકર્મા છે. વિશ્વ ગુર્જર મેવાડા સુથાર છે, જ્યારે પંચાલ લુહાર છે. આ ચારે શિપીકુળના છે. મંદિરોનાં વિવિધ અંગોનાં ઘાટ-પદ્ધતિને વિકાસ ક્રમે ક્રમે થયે, જુદા જુદા દેશે ધાર્મિક માન્યતા અને સાધનાના યોગે ભિન્ન ભિન્ન ઘાટ દેખાયા. અમુક ઘટ અમુક સંપ્રદાયે પ્રવર્તાવ્યો તેથી એ બ્રાહ્મણ જૈન કે બૌદ્ધ શૈલી થઈ જતી નથી. અમુક પદ્ધતિ ધમની છે એમ કહેતાં અચકાવું જોઈએ, નવમી -દસમી સદી સુધી શિલ્પ-સ્થાપત્યમાં પરિવર્તન-વિકાસ થતાં રહ્યા પછી એનાં ધોરણ-સિદ્ધાંત ઘડાયાં. કાલભેદ અને પ્રાંતભેદ જોઈ શકાય. બારમી સદીથી વાસ્તુશાસ્ત્રના અનેક ગ્રંથ લખાયા. ભેજદેવે “સમરાંગણત્રધાર લખ્યું; “અપરાજિતપૂછ.' અને વાસ્તુવિદ્યાના “અર્ણ' વગેરે પંથે વિદ્વાન પંડિતને હાથે લખાયા. બાંધકામના ઘાટની સહેતુક રચનાથી વેદિક જૈન બૌદ્ધ મંદિરમાં એનાં મુખ્ય લક્ષણ જોઈ શકાય. પ્રદક્ષિણાપથવાળું “સાંધારમંદિર” ને ભમતી વગરનું નિરધાર મંદિર' કહેવાય. શિખર-શૈલીના આઠ પ્રકાર છે તેમાં મુખ્ય “નાગરાદિ' ઉત્તરમાં વિશેષ છે, દ્રાવિડાદિ દક્ષિણ ભારતમાં દેખાય છે, લતિનાદિ ભારતવર્ષના મધ્યભાગમાં જોવામાં આવે છે. ગુજરાત રાજસ્થાનમાં મંદિરે ગુર્જરશૈલી મારશૈલી તેમજ મારુ-ગુર્જરીલીનાં છે. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35