Book Title: Pathik 1985 Vol 25 Ank 03
Author(s): K K Shastri and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 24
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પથિક ડિસેમ્બર ૮૫ વિતાને તોરણે શંગાર-પટ્ટોનું શેભનશિલ્પ અદ્ભુત છે. જગતની અજાયબીમાં ખપે તેવાં શિલ્પસમૃદ્ધ મંદિર ગુજરાતમાં થયાં. દેવમૂતિઓમાં માનવેતર ભવ્યતા આવી. ઉજજેનને શિવ અને અવરની મહિષાસુરમર્દિની શ્રેષ્ઠ નમન છે. આબુદેલવાડામાં સ્થાપત્ય કરતાં શિ૯૫કામ વિશેષ છે. આરસમાં કરેલ ઉચ્ચ પ્રકારની કોતરણી હાથીદાંત પર કરેલ નકશીકામ જેવી બારીક ને નાજુક છે. વિમલશાહનું દહેરુ ને વસ્તુપાલ તેજપાલને દહેરામાં એના સ્થાપત્યમાં અનન્ય ધારશાખ ગેખલા વિનાને સ્તંભ તેરણાનાં શિલ્પ શ્રેષ્ઠ પ્રકારનાં છે, વિશ્વમાં અજોડ છે. બંને મંદિરના મુખ્ય ઘૂમટોનાં ભવ્ય કલામય શિ૯૫મંડિત મહાન વિતાન જગપ્રસિદ્ધ છે, એ બહુ સુંદર નમૂના છે. ગુજરાતનાં વિતાને પર મહાનિબંધ લખાય છે. અહીં તે આરસ પર નાજુક શિ૯૫ને સર્વોત્તમ ખજાનો અને પ્રદર્શન છે, પણ ઘણું બધું કરી નાખવાના ઉત્સાહમાં થતા રૂઢિગત શિલ્પથી કલા ફિક્કી થઈ જતી હોય એવું પણ કયારેક લાગે. દેલવાડામાં શિલ્પીઓની સેનાએ કામ કર્યું, વર્ષો સુધી કામ કર્યું. આબુ પર આવેલ શિલ્પીસેનામાં જે જુવાને હતા તે વૃદ્ધ થઈ ગયા, વૃદ્ધ શિલ્પીએ મૃત્યુ પામ્યા, બાળકે શિખાઉ હતા તે જુવાન શિલ્પી બની ગયા હતા. કેતરણી માટે આવેલ આસના ટુકડાઓમાં જે હલકા નસવાળા લાગ્યા તે કાઢી નાખ્યા હતા. આવા નકામા ગણેલ આરસને મટે ઢગ થઈ ગયેલ હતા. વિમલવસહી ને લુણિગવસહીનું કામ પૂર્ણ થતાં શિપી-સેનાના કેટલાક શિપીઓએ પેલા નકામા આરસના ઢગમાંથી પથ્થરે લઈ એક નવું જ મંદિર બાંધ્યું. કારીગરોએ-કલાકારોએ પિતાના તરફથી વિના મુલ્ય એ પાંચમું મંદિર બાંધી આપ્યું, જેમાં શિલ્પની વિપુલતા નથી, ઓછું શિલ્પ છે, પણ જોરદાર ને ઉડા ઉદાર શિલ્પ કલાદષ્ટિએ ઊંચા પ્રકારનું થયું છે. ડભોઈ ઝીંઝુવાડા પાવાગઢ જૂનાગઢ પ્રભાસના કિલ્લાઓ અને એનાં દ્વારના સ્થાપત્ય અને શિલ્પ, આરાસુર-કુંભારિયાનાં દહેરાં, કપડવંજ કુંડ, વડનગરનાં તરણુ, સુરત જૈન મંદિરનું કાષ્ઠશિલ્પ, પાટણનું કાષ્ઠશિપ, એકલિંગજી મંદિર, મોઢેરા સૂર્યમંદિર ને કુંડ, ગિરનાર-શેત્રુજાનાં મંદિર, દ્વારકાનું જગતમંદિર, તારંગા રાણકપુર ભદ્રેશ્વરના દહેરાં, તરણેતરનું શિવમંદિર જાણીતાં છે. વર્તમાન યુગનાં મંદિરમાં અમદાવાદનું હઠીસિંગનું દહે, મોરબીનું વાઘમંદિર, ગઢડા-સારંગપુરનાં સ્વામી-મંદિર, સેમિનાથને મહાપ્રસાદ ગુજરાતનાં શિલ્પ સ્થાપત્યના ધનરૂપ દેવમંદિરો છે, કરછ કેરાનું પ્રતિહાર-શૈલીનું જૂનું શિવમંદિર ભગ્ન દશામાં ઊભું છે. એના આંગણામાં એક વખત અહીં પૂજનું સમભાગ શિવલિંગ ઊભું છે. આ લિંગને નીચેને ચરસ બ્રહ્મભાગ, એની ઉપર વચ્ચેને અષ્ટકોણી વિષ્ણુભાગ ને ઉપરને નળાકાર ગાળ રુદ્ધભાગ સરખા છે. જેના એ ત્રણે ભાગ સરખા હોય તેને “સમભાગ શિવલિંગ’ કહેવાય. શિવલિંગને ઉપરને ત્રીજો ભાગ જ પૂજાય છે. નીચેના બે જલાધારીમાં અંદર દઢ બેસાડાય છે. કાજમાં એક ચતુર્મુખ શિવલિંગ મળેલ છે તેમાં ‘વામદેવ તત પુરુષ' “અઘેર” “સજાત” શિવને ચાર દિશાએ ચાર મુખ્ય છે. ઉપર ગોળાકાર મથાળાનું લિંગ હોય છે, જે ઈશાન” પાંચમું મુખ છે. શિવજીને પંચમુખા મનાય છે. વલભીપુરના સમયથી સૌરાષ્ટ્રમાં એકમુખ અને ચતુર્મુખ શિવલિંગ ઘણે સ્થળે નાનાં મોટાં મળે છે. અન્ય કિંમતી ભગ્નાવશેષ સૈારાષ્ટ્રમાં અજારા-પાર્શ્વનાથ મંદિરની મૂર્તિઓ, વેરાવળ પ્રભાસ દીવ દ્વારકા વસઈ બુધેચા-માંગરોળ(સોરઠ)ની તિહાર-શિલ્પ દાખવે છે,. અગિયારમી સદીના ઉત્તરાર્ધથી શાસ્ત્રોક્ત ઢબે બંધાયેલાં અને શગારમ'ડિત થયેલાં સૌરાષ્ટ્રનાં મંદિરોમાં ગતીથી વજદંડ કળશ સુધી પીઠ મંડોવર અને શિખર સુંદર થયાં તેમજ મુખમંડપ યમંડપ ગૂઢમંડપ અને ગર્ભગૃહનાં નિર્માણ પણ ભવ્ય રીતે થયાં. એનાં યાચિત અંગ પણ શિલ્પ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35