Book Title: Pathik 1985 Vol 25 Ank 03
Author(s): K K Shastri and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 25
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २२ ડિસેમ્બર ૮૫ સમૃદ્ધ થયાં છે. પીઠ પરના ગજથર અશ્વથર નરથર વગેરે પછી મંડોવર પર દેવ ગાંધર્વ અસર મુનિઓ વ્યાલે અને દિપાની મૂર્તિઓ યથાસ્થાને મુકાઈ. ભગવાક્ષમાં દેવમંદિરને અનુરૂપ ભદ્રદેવતા સ્થાપિત હેય છે. ગ્રહની વેદિકા પૂરી થતાં ભવ્ય શિખર અને મંડપ સાવરણ આવે છે. પાયાથી કળશ સુધી મંદિરના બાહ્ય ભાગે સંસારની લીલાનાં શિલ્પમાં દર્શન થાય છે. ક્ષર જગતમાં અક્ષરને પામવાની નિર્માતાની આ દૃષ્ટિ છે. નરથરમાં તે સમકાલીન સમાજના વિવિધરંગી જનજીવનને બતાવતાં ઉંદ્રકન હેય છે. મડોવર ઉત્તર દિશાથી વાયવ્ય સુધી કુબેર ઈશ ઇઃ અગ્નિ યમ નિતિ વરુણ ને વાયુદેવની દિપાલ મતિએ મૂકેલી હોય છે. મંદિરના પાયામાં અનંત અને ઉપર બ્રહ્મસ્થાને સુવર્ણ કળશ એમ દસ દિપાલ યથાસ્થાન હોય છે. ગર્ભગૃહની દ્વારશાખ પણ પ્રલંકી મંદિરમાં સાદી લતારેખાવાળા ને ઉબરે બહુ તે બે બાજ ગંગા યમુનાની મતિએ દેખાતી એને સ્થાને પછી તે સુભગા-ત્રિશાખાને બદલે પંચશાખા સપ્તશાખા અને પશ્ચિમની નવશાખા પણ દેખાય છે. દ્વાર પર એતિરંગે પણ અધિદેવને અનુરૂપ દેવમૂર્તિઓ મુકાયેલ છે. કદવારના પ્રાણલંકી વારાહમંદિરના તરંગે સૂર્ય બ્રહ્મા વિષ્ણુ રુદ્ર ને ચંદ્ર મુકેલ છે. ઘણાં જૂનાં મંદિરમાં નવગૃહપટ્ટિકા મૂકેલ છે અને ગણેશ પણ હવે તે દરેક મંદિરમાં સ્થાપિત છે. સૂર્ય મંદિરમાં આદિત્ય કે રહેના, શક્તિમંદિરમાં સાત કે આઠ મતિકા અથવા નવદુર્ગાની પ્રતિમાનાં દર્શન થાય છે. મંદિરના મંડોવરના ભદ્રભાગે ઘુમલીનવલખામાં બ્રહ્મા-સાવિત્રી વિષ્ણુ-લક્ષ્મી ને શિવ-પાર્વતીનાં યુગલ સ્થાપિત હતાં. સાદા ભદ્રમાં ન્ટરાજ શિવનાં સ્વરૂપે પણ દેખાય. ઉત્તર ભાગે દેવી ચર્મ મુંડા પણ મુશ્કેલ હોય છે. જૈન મંદિરોમાં અંદરના ભાગે ઘણું શિલ્પ અને સુંદર નકશીકામ થયું, તરણ સ્તંભ વિતાન તે અનન્ય થયાં. કલા ખાતર કલાનું પ્રદર્શન થયું; ત્યાં કલા સાધન મટી સાધ્ય બની લાગે છે. વિદ્યાધરી યક્ષીઓ યક્ષે દેવદેવીઓ પાર્ષદે વગેરે તેમજ મનહર તક્ષણકામ આ મંદિરોમાં છે. સેવ્ય અને શોભન મૃતિઓ માટે તે મૂર્તિ શાસ્ત્ર છે. ગુજરાતની મૂર્તિ કલા ઉપર શ્રી કનૈયાલાલ ભા. દવેએ અને શિ૯૫ પર ડે, ઉમાકાંત કે. શાહ, શ્રી મધુસુદન ઢાંકી અને ડે. ગોદાનીએ ઘણું કામ કર્યું છે. ભારતવર્ષના વિવિધ પ્રાંતના શિપીઓ યુગે યુગે વિકાસ સાધતા રહ્યા હતા અને સુંદર સર્જન કરતા રહ્યા હતા. માનવજીવનમાં આધ્યાત્મિકતાને એનું અંતિમ ધ્યેય માનેલ છે. “મનુષ્ય-દેહ ધર્મ ધારણ કરવા અર્થે છે” એમ મનાતું; ભારતીયતનું એ લક્ષણ હતું. શિલ્પ-સ્થાપત્ય પણ ધર્મ સ્થાને દેવમંદિરો અર્થે થયાં. આપણું ધર્મમાં સ્થાપત્યમાં વંસને સ્થાન નથી. ભૌતિક કે લોકિકને મહત્ત્વનાં સાધન તરીકે જ મહત્ત્વ આપેલ છે, એને સાધ્ય મનાયેલ નથી. આ માટે જ ગઢ કિલ્લા કે રાજમહાલની આપણે વાત કરી નથી. પૂજાસ્થાને અને પવિત્ર માર વગેરે આપણા વર્તુળમાં આવી શકે. અહીં જનાં હિંદુમંદિરનાં શિલ્પ-સ્થાપત્યને દૃષ્ટિમાં રાખેલ છે. કાલક્રમે વિધમી આક્રમણે અને ધર્મ પ્રત્યે સંસ્કૃતિ પ્રતિ દુર્લક્ષને લીધે મૂળ શિ૯પીવર્ગ મૃતપ્રાય બન્યો, દેશાંતર કરી ગયે. શિ૯૫કલા પણ નવાં રૂપકડાં છીછરાં સર્જનોથી દૂબળી બની, એમ ઈતિહાસ-પુરાતત્વ કહે છે. મંદિર-નિર્માણ માટે એગ્ય સ્થાન નકકી કરી, ત્યાંનાં જળ વાયુ ભૂમિની તાસીર ચકાસીને ત્યાં દેવમંદિરને શાસ્ત્રોક્ત વિધિથી પાયો નખાતે ને યોગ્ય સ્થપતિ-શિલ્પીને એ કામ મેં પાતું. જગત પરનું આ ભગવકાર્ય લેખાતું, ધર્મ સ્થાને કાશીપુરી ને કાંચીપુરી, દ્વારિકાપુરી ને જગન્નાથપુરી ભારતવર્ષમાં છે. શ્રીમદ્દ શંકરાચાર્યે ભારતવર્ષમાં અદ્વૈતવાદને દિગ્વિજય કરી ચાર દિશાએ ચાર મઠ સ્થાપ્યા છે. દેવી મંદિરે મુખ્યત્વે પર્વતની ટોચ પર થયાં છે : અર્બુદા વિંધ્યવાસિની અંબાજી ચામુંડા હરસિદ્ધિ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35