Book Title: Pathik 1985 Vol 25 Ank 03
Author(s): K K Shastri and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 21
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ડિસેમ્બર ૮૫ પથિક જગત પરના માનવના સર્વ ભાવો–બળ ગતિ સુખ મૃત્યુ આનંદ પ્રાપ અને મુક્ત જાતીય આનંદ–ને વ્યક્ત કરે છે. માનવજીવનનાં દશ્ય–સવારી લશ્કર યુદ્ધ સભામંડપ સાધુઓ નતિકાએ વાદકે પશુઅહીં છે. વિવિધ મુદ્રાઓમાં યુગલો છે. સૂર્ય નીચેની સમગ્ર સષ્ટિ જીવ લીલામાં ૪ ગતિએ જતી અહીં શિલ્પમાં બતાવી છે. પુરી અને કોણાર્કમાં મહામંદિર ઉપર બાહ્ય ભાગે ભારે શિપ છે, જયારે અંદરના ભાગે સાદી સપાટ દીવાલે છે, માત્ર દેવ તરફ દષ્ટિ લઈ જતે શૂન્યાવકાશ છે. શાંત વાતાવરણ છે તે જાણે બહારને દુન્યવી વૈભવ ધાર્મિક દષ્ટિ માટે માર્ગ કરી દૂર રહે છે. અલૈકિક પર જવાનાં પગથિયાં-રૂપે જ એ લૌકિક સુષ્ટિ હતી. દેવ સામે બધું જ શાંત થઈ જાય છે, માનવને પ્રભુત્વનાં દર્શન થાય છે. મંદિરની શિ૯૫ગંગાનો કલાભવ ધાર્મિક દ્રષ્ટિથી જોવા માટે છે. એમાં અશિષ્ટ કંઈ નથી. મેઘદૂત કે ગીતગેવિંદને સાહિત્ય-ગારરસ અહીં શિલ્પમાં શક્ય મર્યાદાથી બહારના ભાગે બતાવ્યા છે. માનવહૃદયમાં પ્રેમભક્તિ ઉદ્દભવે, દેહમાં પૂર્ણ ખરું સ્વાસ્થ દીપે, એવું પથ્થરમાં રહેલી સુંદર મૂર્તિને શિપીએ પ્રાકટથ આપ્યું છે, મામલપુરમના સમુદ્રકિનારાનાં પૂર્વકથિત સાત પેગડા' ખડકમાંથી કોતરી કાઢેલ, પાકા પથ્થરમાં નિર્માણ કરેલ પલ્લવ-શ્રેષ્ઠ શિ૯પસ્થાપત્યના વિખ્યાત નમૂનારૂપ મંદિરે છે. કાંચીનું કૈલાસનાથ મંદિર ભવ્ય બાંધકામ છે. આ દ્રાવિડ મંદિરે આઠમી સદીનાં છે, પલ્લવકલાને ચૌલ રાજવીઓએ વિકસાવી. દસમો-અગિયારમી સદીમાં ચૌલ રાજરાજ અને રાજેશ્વરે તાંજોરમાં ૨૦૦' ઊંચું શિવાલય બંધાવ્યું, સુંદર સ્તંભની હારે મંદિરની વિશાળતાને ખ્યાલ આપે છે. મંદિર સંકુલને ફરતી દીવાલે, દીવાલમાં દરેક દિશામાં પ્રવેશદ્વાર ઉપર વિપુલ શિલ્પકામવાળાં ભવ્ય ગોપુરમ એ દક્ષિગુનાં હિંદુ મંદિરોની વિશિષ્ટતા છે. શ્રીરંગમ મંદિર ભગવાન શેષશાયી વિષ્ણુનું છે. ધાતુમતિઓમાં ચૌલ નટરાજ, રાજા કૃષ્ણદેવ અને એની બે પટરાણીઓની મૂર્તિઓ, સુંદર સ્વામી-પ્રતિમા, તિરૂમલાઈ ને તારની શિપ કલાકૃતિઓ પ્રખ્યાતિ પામેલ છે. કર્ણાટકનું હતૌબીડબેલૂર મંદિર બારમી સદીના સ્થાપત્યનો નમૂનો છે. દક્ષિણના ચાલકોએ અને હૈયશળાએ ગુપ્તશૈલી વિકસાવી હતી. એનાં ૧૧ થી ૧૪ સદીમાં થયેલાં મંદિર મજબૂત ચેરસ તેમજ બહુકોણ જગતી ઉપર બંધાયાં હતાં. દઢ બાંધકામ અને વિપુલ શિલ્પ આ મંદિરની ખાસિયત છે. કીર્તિ મુખ હસ્તી અશ્વ માનવ દેવતા અપ્સરા વ્યા વગેરે શંગારમડિત છે. મંડોવર સ્તંભ વગેરેમાં ક્યાંય ખાલી જગ્યા મૂકી નથી. વિપુલતામાં કલાની ગુણવત્તા દબાઈ જતી પણ લાગે છે, કલાનું ઘડપણ દેખાય છે, છતાં તક્ષણકાર્યની બારીકી પણ દાદ માગે છે. હસ્તીની સાંકળમાં પણ વરની કડીઓને જુદી હલતી બતાવી છે તેમજ સ્ત્રી પાત્રની બંગડી હાથ ઉપર હલતી જુદી કરી બતાવી છે. કાઈ કઈ કૃતિ હજુ સચવાઈ રહેલી છે. આ કૌલીના મદિરમાં માળવાનું ઉદેશ્વર અને તેમનાથપુરમ્ ને ત્રિગૃહપ્રસાદ એનાં અનન્ય શિલ્પ-સ્થાપત્ય માટે વિખ્યાત છે. વિજયનગરના સામ્રાજ્યની કીર્તિકલા ૧૬ મી સદીમાં પૂર્ણ કક્ષાએ પહોંચી હતી એ હેપીનાં ખંડેર બતાવે છે. વેતાલમંદિર અને અમ્મામંદિર લગ્નમંડપ શિલ્પ સ્થાપત્યના સુંદર અવશેષ છે. ભગ્ન શિપમાં સ્તંભો અને વ્યાજે તે ઉત્તમ નમૂના છે. મૈસુરને વિશાળ નંદી મુકમશહૂર છે. પથ્થર હાથીદાંત સુખડ કાષ્ઠ અને ધાતુ પરનું ગેસનું શિલ્પ હજીએ પ્રસિદ્ધ છે. બાદામીના ચાલુકોને કાંચીને પલના સમકાલીન કર્ણાટક તલકડના પશ્ચિમી સંગાવંશીય રાજ્યકર્તાઓએ સાતમી સદીથી દેવગ્રહનાં શિલ્પ સ્થાપત્યને પ્રોત્સાહન આપ્યું દેખાય છે. કર્ણાટકના એ જુના ગંગારાજાઓનાં ગાવાડી પ્રદેશમાં શ્રવણ બેલગોલા (શ્રમણ બેલગુળ) જૈન તીર્થધામ હતું, For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35