________________
પાટણનાં જિનાલયો
૧૪૯
ચંદ્રપ્રભુ – એમ કુલ પાંચ ધાતુપ્રતિમા છે. સ્થાનિક માહિતી પ્રમાણે આ પાંચેય પ્રતિમા શ્રી લહેરુભાઈ ઉજમચંદના ઘરદેરાસરની છે. આ ગોખની ઉપર રાજગિરિના પાંચ પહાડનો પટ છે. ગિરનાર, સમેતશિખર, પાવાપુરી અને શત્રુંજયના ઉપર જણાવેલ પટને જિનાલયનો જીર્ણોદ્ધાર થયો ત્યારે રેડિયમનો ટચ કરવામાં આવેલો છે જેને કારણે આ પટ અંધારામાં પણ ચમકતા જણાય છે.
ગર્ભદ્વાર ત્રણ છે. તેની ઉપરના ભાગમાં પાર્શ્વનાથના છઠ્ઠા, સાતમા તથા આઠમા ભવના પ્રસંગ ઉપસાવેલ છે. તથા એક ગર્ભદ્વારની ઉપરના ભાગમાં તારંગાનો પટ છે. ગર્ભદ્વાર સામાન્ય કોતરણીયુક્ત છે. ગભારામાં ત્રણ સન્મુખ આવેલી પ્રતિમાઓ ચાંદીની છત્રીની નીચે બિરાજમાન છે. અહીં કુલ ચૌદ આરસપ્રતિમા અને બત્રીસ ધાતુપ્રતિમા છે. મૂળનાયક તરીકે ૨૧” ઊંચાઈ ધરાવતી ભાભા પાર્શ્વનાથની પ્રતિમા બિરાજે છે. મૂળનાયકની ડાબી બાજુ મહાવીર સ્વામી તથા જમણી બાજુ આદેશ્વરની પ્રતિમા પર સં. ૨૦૧પનો લેખ છે. જમણે ગભારે શાંતિનાથ તથા ડાબે ગભારે મલ્લિનાથ છે. મલ્લિનાથની જમણી બાજુ ધર્મનાથ તથા ડાબી બાજુ ચંદ્રપ્રભુ બિરાજે છે. તથા શાંતિનાથની જમણી બાજુ વાસુપૂજ્ય અને ડાબી બાજુ કુંથુનાથ બિરાજે છે. ગભારામાં જમણી બાજુની દીવાલે ગોખમાં મળે પદ્મપ્રભુ તથા તેમની ડાબી તથા જમણી બાજુ આદેશ્વર અને મુનિસુવ્રતસ્વામી બિરાજે છે. ડાબી બાજુની દીવાલે ગોખમાં સં. ૧૩૦૧નો લેખ ધરાવતી પરિકર તથા કલ્પવૃક્ષ સાથેની વાસુપૂજ્યસ્વામીની નાની પ્રતિમા છે. ગભારામાં આરસનો એક ચોવીશી પટ છે.
મૂળનાયકની ડાબી બાજુ અન્ય એક ગભારો છે. તેમાં મૂળનાયક તરીકે શીતલનાથની પ્રતિમા બિરાજે છે. તેની ડાબી બાજુ વાસુપૂજ્ય સ્વામી તથા જમણી બાજુ સુમતિનાથ બિરાજે છે. અહીં કુલ ત્રણ આરસપ્રતિમા તથા ચાર ધાતુપ્રતિમા ઉપરાંત એક સાધુની ધાતુમૂર્તિ છે. આ ધાતુપ્રતિમા પુનમચંદ લલ્લચંદ પરિવારના ઘરદેરાસરની છે. સં૦ ૨૦૧૫માં પુન:પ્રતિષ્ઠા વખતે આ ઘરદેરાસર અહીં પધરાવવામાં આવ્યું હોવાની માહિતી પ્રાપ્ત થયેલ છે. - રંગમંડપમાં બહારના ભાગમાં ડાબી બાજુ અને જિનાલયમાં પ્રવેશતાં આપણી જમણી બાજુ એક ઓરડી છે જે ગુરુમંદિર છે. તેમાં પગલાંની અગિયાર જોડ છે :
૧. સં. ૧૬૨૧.... શ્રી વિજયદાનસૂરિશ્વરણાં શ્રી અણહિલપુર પત્તને સમીપે દેશે ...... પાદુકા ....... સહિતા કારિતા પ્રતિષ્ઠિતા ભટ્ટારક શ્રી હીરવિજયસૂરિભિઃ સહપરિવારઃ
- ૨. પન્યાસ શ્રી પ્રતાપવિમલજીની પાદુકા તથા ૩. રામવિમલગણિની પાદુકા પર સં ૧૮૯૩નો લેખ છે.,
૪. પં. અમીવિજયજીની પાદુકા પર સં. ૧૯૧૭નો લેખ છે.
૫. ગચ્છાચાર્ય શ્રી જ્ઞાનવિમલસૂરિ તથા ૬. આચાર્ય શ્રી રંગવિમલસૂરિની પાદુકા પર સં. ૨૦૧પનો લેખ છે.
૭. હીરવિમલજીની પાદુકા પર સં. ૧૯૫૩નો લેખ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org