________________
૨૨૦
પાટણનાં જિનાલયો ચોવીશીયુક્ત છે. આ પ્રતિમાના ચોવીશી પરિકરમાં તથા પ્રતિમાના પાછળના ભાગમાં – એમ બન્ને ભાગમાં લેખ છે. મૂળનાયકના ચોવીશી પરિકર પર નીચે મુજબનું લખાણ છે :
“સં. ૧૪૮૪ વર્ષે યેષ્ટ વદી ૧૧ દિને વ્ય, પેથાકેન શ્રી સુપાર્થચતુર્વિશતિ પટ્ટકઃ કા. પ્ર. શ્રી સૂરિભિઃ ”
તથા મૂળનાયક પ્રતિમાના પાછળના ભાગમાં લેખ છે જે નીચે પ્રમાણે છે :
સં. ૧૪૮૪ વર્ષે યેષ્ટ વદી ૧૧ દિને પ્રા. વ્ય. પાસવીર તક્માર્યા પદ્મલદે તસુત વ્ય, પાંચા ભાઇ કમી તયો સુત વ્ય, પેથાકેન ભા. પાલ્ડણદે ભગિની ઝબકુ સુત કાજ વધુ કામલદેવ્યાદિ કુટુંબયતન નિશ્રેયોર્થ શ્રી સુપાર્શ્વજિનશ્ચતુર્વિશતિ પટ્ટકઃ કારતિઃ પ્રતિષ્ઠિત તપાગચ્છાધિરાજ શ્રી સોમસુંદરસૂરિભિઃ ”
અહીં મૂળનાયક સહિત કુલ ચાર ધાતુપ્રતિમા રજતછત્રીમાં બિરાજે છે. ધાતુપ્રતિમા પૈકી સુવિધિનાથ તથા સુમતિનાથની પ્રતિમા પર સં. ૧૪૮૯ તથા અન્ય એક સુમતિનાથની પ્રતિમા પર સં. ૧૫૧૮નો લેખ છે. આ ગૃહમંદિર અધોવાયાના ઘરદેરાસર તરીકે પ્રસિદ્ધ છે.
ઐતિહાસિક સંદર્ભ આ ઘરદેરાસરનો સં. ૧૯૫૯માં ૫૦ હીરાલાલરચિત શ્રી પત્તન જિનાલય સ્તુતિમાં સૌ પ્રથમ વાર ઉલ્લેખ મળે છે :
કુંભારપાડે પ્રભુમાદિદેવું, પાર્શ્વ ભટેવાભિધમાપ્તમુખ્યમ્ ||૨વા
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં કુંભારિયાપાડામાં ફૂલચંદ ખુશાલચંદ પરિવારનું ઘરદેરાસર દર્શાવવામાં આવ્યું છે. જો કે તેમાં શીતલનાથના નામનો ઉલ્લેખ આવે છે. તે સમયે અહીં પાંચ ધાતુપ્રતિમા બિરાજમાન હતી.
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ ઘરદેરાસરનો ઉલ્લેખ સુપાર્શ્વનાથના નામ સાથે થયેલો છે. ત્યારે આઠ ધાતુપ્રતિમા બિરાજમાન હતી. તે ઘરદેરાસરની વિશેષ નોંધમાં આ ઘરદેરાસર ભટેવા પાર્શ્વનાથના જિનાલયથી ઓળખાય છે તેવો ઉલ્લેખ છે. ઘરદેરાસરની સ્થિતિ સારી હતી અને વહીવટ જીવાચંદ રતનચંદ હસ્તક હતો.
આજે આ ઘરદેરાસર અધોવાયાનું ઘરદેરાસર તરીકે પણ ઓળખાય છે. ઉપરાંત ભટેવા પાર્શ્વનાથના નામથી પણ પ્રચલિત છે. વહીવટ મુંબઈનિવાસી શ્રી મફતલાલ કેશવલાલ શાહ હસ્તક છે.
ટૂંકમાં આ ઘરદેરાસર સં ૧૯૫૯ પૂર્વેનું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org