________________
૨૩૬
પાટણનાં જિનાલયો રંગમંડપના વિશાળ ઘુમ્મટમાં રંગીન પૂતળીઓનાં શિલ્પો છે. અહીં ગર્ભદ્વારની બારસાખ પર બે દ્વારપાળ તથા બે નાની પૂતળીઓનાં શિલ્પો છે.
ગભારામાં મૂળનાયક શ્રી સુપાર્શ્વનાથ ભગવાનની ૨૧” ઊંચાઈની સંપ્રતિ મહારાજના સમયની મનોહર પ્રતિમા છે. જિનાલયમાં કુલ દસ આરસપ્રતિમા તથા ચાર ધાતુપ્રતિમા છે. જમણી બાજુ ખૂણામાં પાર્શ્વયક્ષની આરસમૂર્તિ તથા અંબિકાદેવીની સં. ૧૫૮૮નો લેખ ધરાવતી મૂર્તિ છે. અહીં કુલ દસ આરસપ્રતિમા તથા ચાર ધાતુપ્રતિમ છે. વળી, અહીં ક્ષેત્રપાલની સ્થાપના પણ થયેલી છે.
ઐતિહાસિક સંદર્ભ સુપાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ સં. ૧૬૧૩માં સંઘરાજરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં મળે છે. ત્યારબાદ સં. ૧૬૪૮માં લલિતપ્રભસૂરિરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં, સં ૧૭૨૯માં પંડિત હર્ષવિજયરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં, સં. ૧૭૭૭માં લાધાશાહરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં, સં. ૧૮૨૧માં ઉપાડ જ્ઞાનસાગરગણિરચિત તીર્થમાલા સ્તવનમાં, સં. ૧૯૫લ્માં પં. હીરાલાલરચિત શ્રી પત્તન જિનાલય સ્તુતિમાં, સં૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં અને સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયનો ઉલ્લેખ સાતત્યપૂર્વક થયેલો છે.
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં આ જિનાલય ધાબાબંધી દર્શાવ્યું છે. ત્યારે દસ આરસપ્રતિમા અને ચાર ધાતુપ્રતિમા હતી. જિનાલયની સ્થિતિ સારી હતી. પગલાની પાંચ જોડનો પણ તે સમયે ઉલ્લેખ થયેલો છે.
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં જિનાલયને ધાબાબંધી દર્શાવ્યું છે. ત્યારે દસ આરસપ્રતિમા અને ચાર ધાતુપ્રતિમા બિરાજમાન હતી. જિનાલયની સ્થિતિ સારી હતી. વહીવટ શેઠ ધરમચંદ અભેચંદની પેઢી હસ્તક હતો.
આજે પણ જિનાલયમાં દસ આરસપ્રતિમા અને ચાર ધાતુપ્રતિમા બિરાજમાન છે. એટલે કે સં. ૧૯૬૩થી અદ્યાપિપર્યત પ્રતિમાઓની સંખ્યામાં કોઈ ફેરફાર થયો નથી. આજે જિનાલયના બહારના ચોકમાં દેરીમાં રવિસાગરજી મ. સા.ના પગલાં છે. જિનાલયનો વહીવટ શ્રી મહેન્દ્રભાઈ સારાભાઈ લાદીવાળા (તંબોળીવાડી), શ્રી જયંતિભાઈ પૂનમચંદ શાહ (ભદ્રંકરનગર સોસાયટી, કાળકા રોડ), શ્રી જીવણલાલ મણિલાલ ઝવેરી (ઝવેરીવાડો) તથા મુંબઈનિવાસી શ્રી જિતુભાઈ સુંદરલાલ શાહ અને શ્રી સેવંતીલાલ છગનલાલ શાહ હસ્તક છે.
ટૂંકમાં આ જિનાલય સં. ૧૯૧૩ પૂર્વેનું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org