________________
પાટણનાં જિનાલયો
૨૬૩
મુખ્ય જિનાલયમાં દર્શન કર્યા બાદ ફરી જિનાલયના મુખ્ય પ્રવેશદ્વારની ડાબી બાજુની દેવકુલિકામાં ગણધરપગલાંનાં દર્શન થાય છે. અહીં ૧૪૫ર ગણધરના પગલાંની જોડ છે ! વિજય તેજેન્દ્રસૂરિએ વૈશાખ સુદ ૭ ગુરુવારે તેની પ્રતિષ્ઠા કરાવેલ છે, તેવું લખાણ છે. બીજા એક ખૂણે પગલાંની અન્ય ત્રણ જોડ છે જેના પર સં. ૧૮૫૬ લખેલ છે. તેની સામેના ખૂણે ગોખલામાં ૧૭૦ ઉત્કૃષ્ટા જિનનાં નાનાં પગલાં છે. તેની ઉપર પણ સં૧૮૫૬નો લેખ છે. ત્યાંથી આગળ જતાં ચક્રેશ્વરીદેવીનો ગોખ આવે છે. સં. ૨૦૪રમાં શ્રી રતીલાલ લક્ષ્મીચંદ ભણશાળીએ તેનો જીર્ણોદ્ધાર કર્યો હોવાનું લખાણ છે. ભણશાળી કુટુંબના કુળદેવી તરીકે આ દેવી પૂજાય છે. ત્યાંથી આગળ જતાં, બીજે ખૂણે દેવકુલિકામાં આરસના સહગ્નકૂટ છે. તેની પર સં૧૮૫૬ વંચાય છે.
ત્યાંથી આગળ જમણી બાજુ જતાં, વચ્ચે ઋષભદેવનાં તથા સિદ્ધિસૂરિનાં પગલાંના અને પટનાં દર્શન થાય છે. દેરીમાં પગલાંની એક જોડ છે. તેની પાસે પાળી પર, જાળીથી સુરક્ષિત ગિરનાર અને શત્રુંજયના પટ છે. તેના પર “સં. ૧૯૫૪ વૈશાખ સુદ ૬ શ્રી વિજય રાજેન્દ્રસૂરિ' વંચાય છે.
જ્યારે ઋષભદેવનાં પગલાં પર ‘સં. ૧૯૫૫ વૈશાખ સુદ ૩ વંચાય છે. ગિરનારના પટથી આગળ જતાં પગલાંની એક જોડ છે. સં. ૧૭૦૯માં સિદ્ધિસૂરિની આ પાદુકા પ્રતિષ્ઠિત થઈ છે.
ત્યાંથી સામેની બાજુ આગળ જતાં ત્રીજી દેવકુલિકા આવે છે. તેમાં ચૌમુખી પ્રતિમા બિરાજમાન છે. તેની ઉપર ઘુમ્મટ છે. આ ચૌમુખીમાં ચંદ્રપ્રભુ તેમની જમણી બાજુ શાંતિનાથ, પાછળ ધર્મનાથ તથા ડાબી બાજુ પાર્શ્વનાથ બિરાજે છે.
ત્યાંથી સીધા આગળ જઈએ એટલે શાંતિનાથની દેવકુલિકા આવે. દેવકુલિકાની સામેની બાજુએ સીડી છે ત્યાંથી ઉપર જતાં મેડા પરની દેવકુલિકામાં આરસના સુંદર મેરુશિખર છે. અહીં પણ મોટાભાગની પ્રતિમાઓ પર સં. ૧૮૫૬નો લેખ વાંચી શકાય છે. અહીં સ્વચ્છતાનો અભાવ જણાય છે.
1. આટલે સ્થળે જઈએ એટલે જિનાલયના સંપૂર્ણ દર્શન થાય છે. વિપુલ રાશિમાં જિનપ્રતિમા તથા પેટ અને સહગ્નકૂટ તથા મેરુશિખરની રચના એ આ જિનાલયની વિશેષતા છે. અહીં આ એક જ સ્થળે કુલ તેંતાળીસ આરસપ્રતિમા ઉપરાંત આરસના બે ચૌમુખજી તથા આરસના સહગ્નકૂટની એક હજાર અને ચોવીસ પ્રતિમાઓ છે. ઉપરાંત નવ ધાતુપ્રતિમાનાં દર્શન થાય છે. પગલાં કુલ ૧૬૩૧ જોડ છે જે પૈકી ૧૪૫ર ગણધરના, ૧૭૦ તીર્થકરના, ઉપરાંત જિનાલય અને દેવકુલિકામાં અને ગોખમાં મળીને તીર્થકર તથા ગુરુપાદુકા સાથે નવ પગલાંની જોડ છે. જિનાલયની વર્ષગાંઠ વૈશાખ વદ ૧૦ના રોજ આવે છે.
ઐતિહાસિક સંદર્ભ આ જિનાલયનો સૌ પ્રથમ ઉલ્લેખ સં. ૧૯૫૯માં પં. હીરાલાલરચિત શ્રી પત્તન જિનાલય સ્તુતિમાં મળે છે :
. ........ ટાંગડિયાખવાડે, શાંતિ નમામિ વિદતાખિલલોકબોધમ્ |
વંદે સહસ્ત્રફણિમંડિતપાર્શ્વનાથે, સંસારતાપ પરિખેદ સુવારિવાહમ્ |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org