________________
પાટણનાં જિનાલયો
૨૬૫
ખૂબ સુંદર છે. ૪૩” ઊંચાઈ ધરાવતી આદેશ્વરની સપરિકર પ્રતિમા મૂળનાયક તરીકે બિરાજે છે. આજુબાજુની આરસપ્રતિમાના પરિકર સુંદર કોતરણીવાળા છે. વળી, ગભારામાં ચોવીસ તીર્થંકરનો આરસનો પટ તથા ચોવીસ જિનમાતાનો આરસનો પટ છે. અહીં સ્થૂલિભદ્ર તથા ગૌતમસ્વામીની આરસમૂર્તિઓ છે. ગભારામાં કુલ પાંચ આરસપ્રતિમા છે જે પૈકી બે કાઉસ્સગ્ગિયા છે. બે ધાતુપ્રતિમા છે. ડાબે ગભારે પાર્શ્વનાથ તથા જમણે ગભારે ચિંતામણિ પાર્શ્વનાથની પ્રતિમા બિરાજે છે.
જગવિખ્યાત સંગ્રામ સોનીના નામથી આ જિનાલય પ્રસિદ્ધ છે. આ સંગ્રામ સોની માટે એક એવી કથા પ્રચલિત છે કે તેઓ ભગવતી સૂત્રના પઠન સમયે દરેક “ગોયમા’ શબ્દના વાંચન વખતે એક સોનામહોર મૂકી તેનું બહુમાન કરતા હતા !
મૂળનાયક આદેશ્વરની જમણી બાજુએ પ્રતિષ્ઠિત શ્રી ચિંતામણિ પાર્શ્વનાથની પ્રતિમાના પલાંઠીના ભાગમાં પોલાણ છે અને તેમાં સવામણ ચોખા સમાઈ શકે છે તેવી પ્રચલિત લોકવાયકા છે. તેને પ્રમાણભૂત કરવા ઈ. સ. ૧૯૯૩માં કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો જેમાં ચોખાનો ચડાવો તથા ભરવાનો ચડાવો બોલાવી આચાર્ય શ્રી સાગરાનંદસૂરીશ્વરજીના સમુદાયના પૂજ્ય સાધ્વીજી મહારાજ શ્રી સૌમ્યયશાશ્રીજીની પ્રેરણાથી ભાદરવા વદ અમાસને દિવસે શ્રી ચતુર્વિધ સંઘની હાજરીમાં આખો પ્રસંગ ઊજવાયો. સવામણ ચોખા ખરે જ પ્રભુની પલાંઠીના પોલાણમાં સમાઈ ગયા ! અને શ્રાવકો ચમત્કાર જાણી આનંદિત થઈ ઊઠ્યા. આ સમયે આ પ્રતિમા અને અન્ય બે પ્રતિમાઓ – કુંથુનાથ તથા મુનિસુવ્રતસ્વામીની મળી ત્રણેય પ્રતિમાઓ પર સતત દોઢ દિવસ સુધી અમીઝરણાં થયા હતા. સકલ સંઘજનોએ તેનાં દર્શન કર્યા હતાં.
આદેશ્વરની બાજુમાં સમાવિષ્ટ થયેલું શાંતિનાથનું જિનાલય છે. તેના પ્રવેશદ્વારના બહારના ભાગમાં શ્રી માણીભદ્રવીરની પ્રતિમાવાળી દેરી છે. અહીં રંગમંડપમાં છતમાં રાસ રમતી નારીનાં ચિત્રો છે. રંગમંડપમાં અષ્ટાપદ, શત્રુંજય અને સમેતશિખરના પટ છે.
ત્રણ ગર્ભદ્વારની બારસાખ રંગીન કોતરણીવાળી છે. અહીં ૨૭” ઊંચાઈ ધરાવતી શાંતિનાથની પ્રતિમા મૂળનાયક તરીકે બિરાજમાન છે. અહીં પણ મૂળનાયકની જમણી બાજુએ પ્રતિષ્ઠિત શામળા પાર્શ્વનાથની પ્રતિમામાં પલાંઠીનો ભાગ પોલાણવાળો છે. હાલમાં આ ગભારામાં કુંથુનાથ અને મુનિસુવ્રતસ્વામીની આરસપ્રતિમાને પરોણા રાખવામાં આવ્યા છે જેને બાજુના આદેશ્વરના જિનાલયમાં આવેલા રંગમંડપના બે ગોખમાં પ્રતિષ્ઠિત કરવામાં આવનાર છે. આ પ્રતિમાઓ પર સં. ૨૦૪૬ લખેલ છે. ગભારામાં ગૌતમસ્વામી તથા પુંડરીકસ્વામીની આરસમૂર્તિઓ છે. ઉપરાંત આરસના પગલાંની ચાર જોડ છે જે પૈકી ત્રણ પર માત્ર સંવત ૧૭૬૬, ૧૬૮૯, ૧૮૫૨ વાંચી શકાય છે. અહીં ગભારામાં બાર આરસપ્રતિમા તથા આડત્રીસ ધાતુપ્રતિમા છે. અહીં ડાબે ગભારે સુવિધિનાથ તથા જમણે ગભારે સુપાર્શ્વનાથ બિરાજે છે.
મૂળ શ્રી અમૃતલાલ ત્રિભોવનદાસ રાણીવાલાના ઘરનું આદેશ્વરનું જિનાલય શાંતિનાથના જિનાલયના રંગમંડપમાં અલગ ગોખલા જેવું બનાવી સંવત ૨૦૦૦માં પધરાવવામાં આવેલ છે જેમાં બાર ધાતુપ્રતિમા છે. તથા કમળની નવ પાંદડીમાં નવ ભગવાન છે. ગોખલાની નીચેના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org